NRI Samachar

News of Saturday, 6th April, 2013

અયોધ્‍યા આંદોલન અંગે શરમ અનુભવવાની કોઈ જરૂર નથી : અયોધ્‍યા ચળવળ અંગે ગર્વ અનુભવ કરવાની જરૂરઃ ભાજપ સ્‍થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં અડવાણીનો દાવો : તેમની વિચારધારા મુજબનું ભાજપ હાલમાં નથી

         

         

         નવી દિલ્‍હીઃ ભાજપના ૩૩મા સ્‍થાપના દિવસના પ્રસંગે વરિષ્ઠનેતા અડવાણીએ કહ્યુ હતુ કે પક્ષે અયોધ્‍ય ચળવળના સંબંધમાં તેની ભૂમિકા અંગે દુઃખ વ્‍યક્‍ત કરવું જોઈએ નહીં. અડવાણી હતાશા વ્‍યક્‍ત કરતા કહ્યુ હતુ કે ભાજપની હાલની સ્‍થિતિ તેમના સ્‍વપ્ન જેવી નથી. અડવાણીએ એમ પણ કહ્યુ હતુ કે અયોધ્‍યા આંદોલનને લઈને શરમ અનુભવ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ આ અંગે ગર્વ અનુભવ કરવો જોઈએ. અડવાણીએ કબૂલાત કરી હતી કે ભાજપ અને જનસંધ તેમનાથી મેળ ખાતા નથી. તેઓએ જે પ્રકારની કલ્‍પના કરી હતી તે પ્રકારની સ્‍થિતિ ભાજપની નથી. અડવાણી ભાજપ હેડક્‍વાર્ટરમાં પક્ષના ૩૩મા સ્‍થાપના દિવસના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કહ્યુ હતુ કે તેમના દળે રામમંદિર અને અયોધ્‍યા મુદ્દાને ઉઠાવ્‍યો છે આ બાબત જોઈને હંમેશા ગર્વ થાય છે. આ બાબત રાજકીય નહીં બલકે સાસ્‍કળતિક મુદ્દો છે. મુલાયમસિંહ તરફથી તેમની કરવામાં આવેલી પ્રશંસાનો ઉલ્લેખ કરતા અડવાણીએ કહ્યુ હતુ કે જ્‍યારે મુલાયમસિંહ તરફથી તેમની પ્રશંસા સાંભળી ત્‍યારે ચિંતા થઈ હતી. અડવાણીએ કહ્યુ હતુકે જ્‍યારે કોઈ વાસ્‍તવિક વાત કરે છે ત્‍યારે દુનિયા તેનો સ્‍વીકાર કરે છે. અયોધ્‍યા મુદ્દામાં વિશ્વાસ છે તો આના માટે આંદોલન ચલાવવાની જરૂર છે. અયોધ્‍યા મામલે ભૂતકાળમાં ચલાવવામાં આવેલા આંદોલન અંગે શરમ અનુભવ કરવાની જરૂર નથી. ગયા મહિનામાં જ મુલાયમસિંહે અડવાણીને ઇમાનદાર વ્‍યક્‍તિ તરીકે કહ્યુ હતુ કે ભાજપના આ વરિષ્ઠનેતાએ ક્‍યારે પણ ખોટુ બોલ્‍યુ નથી. અડવાણીએ કહ્યુ હતુકે તેમને લોકોની એવી બાબત પર કોઈ વાંધો નથી જેમાં જણાવવામાં આવે છે કે માત્ર અયોધ્‍ય અને રામમંદિરના આંદોલનના આધાર પર ભાજપે પોતાના નેટવર્કને મજબુત બનાવવામાં સફળતા મેળવી હતી. ભ્રષ્ટાચારના મુદ્દા પર કોઈ બાંધછોડ ન કરવા અડવાણીએ પક્ષના કાર્યકરોને અપીલ કરી હતી. પક્ષના લોકોને એમ પણ કહ્યુ હતુ કે ભાજપને નવી સફળતા અપાવવાની જરૂર છે. અડવાણીના કહેવા મુજબ હિન્‍દુ, ભારતીય અને ઇન્‍ડિયન તથા હિન્‍દુત્‍વ, ભારતીયતા તમામ પારસ્‍પરિક રીતે પર્યાયવાચી છે. 

         
 (09:58 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]