NRI Samachar

News of Saturday, 6th April, 2013

અમેરિકામાં મિચીગનના ઓકલેન્‍ડ કાઉન્‍ટીમાં આવેલી લોટસ બેંકની નોવી શાખાના કર્મચારીઓ વિરૂધ્‍ધ ૨ ઈન્‍ડિયન અમેરિકન ગ્રાહકોએ નોંધાવેલી ફરિયાદઃ ભારતીયો માટે બેંકના પ્રેસિડન્‍ટ અને CEOનિલ સર્વે હિણપતભર્યા શબ્‍દો બોલ્‍યાઃ ૨૦૦૮ની સાલમાં હોટેલ ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના અનુસંધાને ચર્ચા કરવા જતી વખતે થયેલા કડવા અનુભવોથી નારાજ થઇ ઓકલેન્‍ડ કાઉન્‍ટી સર્કીટ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા બેંકના ગ્રાહકો શ્રી જસીત તખાર તથા શ્રી અનિલ ગુપ્‍તા

         યુ.એસ.: અમેરિકામાં મિચીગનનાઓકલેન્‍ડ કાઉન્‍ટીમાં આવેલી નોવીની લોટસ  બેંકની  શાખામાં કર્મચારીઓએ  પોતાના વિરુધ્‍ધ કરેલી વંશીય ટીપ્‍પણની વિરૂધ્‍ધમાં ૨ ઈન્‍ડિયન  અમેરિકન ગ્રાહકો શ્રી જસીત તખાર તથા અનિલ ગુપ્‍તાએ ઓકલેન્‍ડ કાઉન્‍ટી સર્કિટ કોર્ટમાં દાવો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.

                  સાઉથ મિચીગન સ્‍થિત ભારતીયો તથા એશિયનોની સેવા માટે ૨૦૦૭ની સાલમાં ખોલવામાં આવેલી  લોટસ બેંકની  શાખાના ૧૭ ડિરેક્‍ટરોમાંથી  ૧૪ મેમ્‍બર્સ ભારતીય મૂળના છે. જેમાંથી તખાર તથા ગુપ્તાએ ૨૦૦૮ની  સાલમાં લીધેલી  ૧.૪મિલીયન ડોલરની  મોર્ટગેજ લોન અનુસંધાને ચર્ચા સમયે બેંકના પ્રેસિડન્‍ટ  અને CEO          નિલ સરલેએ  તોછડી ભાષામાં વાત કરી ભારતીયો માટે હિણપતભર્યા શબ્‍દપ્રયોગ કર્યો હોવાનું દાવામાં જણાવાયુ છે. તેમજ તેઓએ જે હોટલ ખરીદવા માટે ધીરાણ લીધુ હતુ તેની કિંમત પણ ખુબ જ ઓછી આંકવાનું જણાવ્‍યુ હતું.

 (12:44 am IST)
[social_media]
 
[all_news_right_side]