NRI Samachar

News of Saturday, 6th April, 2013

USના વોશીંગ્‍ટનમાં આવેલા સિટલ સીટીના કાઉન્‍સીલર તરીકે ચૂંટણી લડવાનું એલાન કરતા ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ક્ષમા સાવંતઃ વર્તમાન કાઉન્‍સીલર રિચાર્ડ કોનલીન સામે ટક્કરઃ અપૂરતુ વેતન, ગરીબી, તથા વંશીય ભેદભાવને લગતા મુદ્દાઓ કેન્‍દ્રમાં રાખી ચૂંટણી લડશે

         વોશીંગ્‍ટન,યુ.એસઃ યુ.એસ.ના વોશીંગ્‍ટનમાં સિટલ સીટીના કાઉન્‍સીલર તરીકે ૨૦૧૩ની સાલમાં ચૂંટણી  લડવાનું એલાન ઈન્‍ડિયન અમેરિકન  મહિલા સુશ્રી ક્ષમા સાવંતએ કર્યુ છે.

         સુશ્રી સાવંત સિટલ સેન્‍ટ્રલ કોમ્‍યુનીટી કોલેજમાં શિક્ષિકા છે તથા આ અગાઉ  તેઓ વોશીંગ્‍ટન વિધાનસભામાં  ૪૩માં ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડી ચૂક્‍યા છે. જે અંતર્ગત તેઓને ૨૯ ટકા મતો મળ્‍યા હતા જ્‍યારે તેમની સામે ઉભેલા પ્રતિસ્‍પર્ધી ડેમોક્રેટીક પાર્ટીના ફેંક ચોચોથા વિજયતા બન્‍યા હતા.

         કાઉન્‍સીલર તરીકેની  ચુંટણીમાં તેઓ વર્તમાન કાઉન્‍સીલર તથા પૂર્વ સીટી કાઉન્‍સીલ પ્રેસિડન્‍ટ રિચાર્ડ કોનલીન સાથે મુકાબલો કરશે.

         સુશ્રી સાવંતના મંતવ્‍ય મુજબ તેઓ અપુરતા વેતન, ગરીબોના પ્રશ્નો તથા વંશીય પક્ષપાત લગતી સમસ્‍યાઓને કેન્‍દ્રમાં રાખી ચૂંટણી લડનાર છે.

 (12:45 am IST)
[social_media]
 
[all_news_right_side]