NRI Samachar

News of Saturday, 6th April, 2013

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા આલ્‍બર્ટ કોમ્‍યુનીટી સેન્‍ટરમાં મહા શિવરાત્રી ઉત્‍સવ નિમિતે ભારતના ૧૨ જયોતિર્લિગના દર્શનની કરાવાયેલી ઝાંખીઃ બ્રહ્માકુમારી સંસ્‍થાના ઉપક્રમે યોજાઇ ગયેલો દ્રિદિવસિય ઉત્‍સવઃ જયોતિર્લિગનું મહાત્‍મ્‍ય દર્શાવતી વિડીયો ઉપરાંત ૧૨૦ ફુટની જેટલી ઉંચાઇમાં પથરાયેલા ૧૨ જયોતિર્લિગના દર્શન કરી ધન્‍ય બનતા ૮૦૦ જેટલા શિવભકતો : રાગ ભૈરવી આધારિત ભજનો, ભરત નાટયમ ડાન્‍સ, ગઝલ સહિત વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો સાથે આરતીના દર્શનનો લહાવો લેતા સ્‍થાનિક અગ્રણીઓ

         આર્ટેસિઆઃ કેલિફોર્નિયાઃ યુ.એસ.: યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા આલ્‍બર્ટ ઓ. લિટલ કોમ્‍યુનીટી સેન્‍ટરમાં ૨૩ તથા ૨૪ માર્ચના રોજ બહ્માકુમારી સંસ્‍થાના ઉપક્રમે ભારતના ૧૨ જયોતિર્લિગની ઝાંખી કરાવવાનો કાર્યક્રમ યોજાઇ ગયો.

         આ અગાઉ અમેરિકામાં કયારેય  ન કરાવાયેલા ભગવાન શિવના ૧૨ જયોતિચર્લીગના દર્શનનો લહોવો લેવા માટે ૮૦૦ જેટલા શિવભકતો ઉમટી પડયા હતા. તથા મહાશિવરાત્રી ઉત્‍સવનો આનંદ માણ્‍યો હતો.

         ઉત્‍સવમાં ૧૨ જયોતિર્લિગનું મહાત્‍મ્‍ય દર્શાવતી વિડીયો રજુ કરાઇ હતી. તેમજ રાગ ભૈરવી આધારિત ભજનો અને ભરત નાટયમ ડાન્‍સ દર્શાવાયા હતા.

         બાદમાં સૌએ ૧૨ જયોતિર્લિગના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. જે ૧૨૦ ફુટ જેટલી ઊંચાઇમાં પથરાયેલા હતા.

         દ્રિદિવસિપ ઉત્‍સવમાં બ્રહ્માકુમારી બહેનો સિસ્‍ટર ગીતા  તથા સિસ્‍ટર ડીઆને, આર્ટેસિયા મેયરશ્રી સેલ્લી ફલાવર્સ, સ્‍થાનિક અગ્રણી શ્રી અનિલ પારેખ, (પ્રેસિડન્‍ટ          iafh) કેરીટોસ રોટરી કલબના પ્રેસિડન્‍ટ શ્રી મનુ પટેલ, માલીબુ હિન્‍દુ ટેમ્‍પલના ટ્રેઝરર શ્રી રાઘવન, પૂર્વ મેયર શ્રી ટોની લિમા સનસાઇન સિનીયર એશોશિએશનના પ્રેસિડન્‍ટશ્રી તુલસી સવાની,SCCPWR          ના કો- ચેર શ્રી રૂપ શરોને સાવિત્રી આર્ટસ એકેટમીના ડિરેકટર શ્રી ડો. સિંદુરી,          UDC ડિરેકટરશ્રી સ્‍ટેવાર્ટ, તથા હિંદુ સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના સહિતના  અગ્રણીઓએ હાજરી આપી હતી.

                  ઉત્‍સવ દરમિયાન ગઝલ ગાયકશ્રી રામ પાલ તથા વિજયા ભાનુએ ગઝલો તથા સાવિત્રી આર્ટસ એકેડમી દ્વારા ભરત નાટયમ ડાન્‍સ રજુ કરાયા હતા.

 (12:46 am IST)
[social_media]
 
[all_news_right_side]