NRI Samachar

News of Saturday, 6th April, 2013

અમેરિકામાં ‘‘લિવરમોર શિવ વિષ્‍ણુ મંદીર''ના ઉપક્રમે યોજાઇ ગયેલો સહાય વિતરણ કાર્યક્રમઃ ૩૯ જેટલા જરૂરીયાતમંદોને અપાયેલા ૩૦૦૦૦ડોલર જેટલી રકમના ચેકઃ મંદીરની હ્યુમન સર્વિસીઝ કમિટીના શ્રી સુમન જૈન, પ્રેસિડન્‍ટ શ્રી એચ.કે.નારાયણન, ચેરમેનશ્રી શ્રીનિવાસ રેડ્ડી, બોર્ડ મેમ્‍બર શ્રી આનંદ ગુન્‍ડુ, દાતાશ્રી વિશ અકેલ્લા, મેયર પોલીસ ચિફ, ફાયર ચિફ સહિતના અગ્રણીઓએ આપેલી હાજરી

અમેરિકામાં ‘‘લિવરમોર શિવ વિષ્‍ણુ મંદીર\'\'ના ઉપક્રમે યોજાઇ ગયેલો સહાય વિતરણ કાર્યક્રમઃ ૩૯ જેટલા  જરૂરીયાતમંદોને  અપાયેલા ૩૦૦૦૦ડોલર જેટલી રકમના  ચેકઃ મંદીરની હ્યુમન સર્વિસીઝ  કમિટીના શ્રી સુમન જૈન, પ્રેસિડન્‍ટ શ્રી એચ.કે.નારાયણન, ચેરમેનશ્રી શ્રીનિવાસ  રેડ્ડી,  બોર્ડ મેમ્‍બર શ્રી આનંદ  ગુન્‍ડુ, દાતાશ્રી વિશ અકેલ્લા, મેયર પોલીસ ચિફ, ફાયર ચિફ સહિતના અગ્રણીઓએ  આપેલી હાજરી

         

         લિવરમોરઃકેલિફોર્નિયાઃયુએસ. : અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ‘‘લિવરમોર શિવ વિષ્‍ણુ મંદિરના''ઉપક્રમે તાજેતરમાં ૨૩ માર્ચના રોજ હ્યુમન સર્વીસીઝ કમિટીના ઉપક્રમે જરૂરિયાતમંદોને સહાય આપતો કાર્યક્રમ યોજાઇ ગયો જે અંતર્ગત ૩૦,૦૦૦ ડોલરની રકમ જેટલી સહાયના ચેકો અર્પણ કરાયા હતા. જે માટે ૩૯ જેટલા જરૂરિયાતમંદોનો લાભાર્થી તરીકે  સમાવેશ કરાયો હતો.

         કાર્યક્રમનું દીપ પ્રાગટય દ્વારા  ઉદઘાટન કરાયુ હતું. તેમજ સહાય માટેના ચેકો વિતરણ કરાયા બાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું.

         સેવાકિય કાર્યમાં સાથ આપવા માટે શિવ વિષ્‍ણુ મંદીરની હ્યુમન સર્વીસીઝ કમિટીની પ્રવૃતિઓને  વેગ આપવા માટે ચેરપર્સન સુમન જૈન, મંદીરના પ્રેસિડન્‍ટ એચ.કે. નારાયણન, પોલીસ ચિફ સ્‍ટિવને, દાતાશ્રી વિશ અકેલ્લા, ફાયર  ચિફ જેમ્‍સ  મિગુલ  મંદીરના ચેરમેન શ્રી શ્રી નિવાસ રેડ્ડી , મેયર શ્રી જોહન મર્ચંડ તથા ટેમ્‍પલ  બોર્ડ મેમ્‍બર શ્રી આનંદ ગુન્‍ડુ હાજર રહ્યા હતા.

         
 (12:47 am IST)
[social_media]
 
 
[all_news_right_side]