NRI Samachar

News of Saturday, 6th April, 2013

શ્રી વલ્લભધામ ટેમ્‍પલ, નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે ૩૦ માર્ચ ૨૦૧૩ના રોજ ઉમગભેર ઉજવાઇ ગયેલુ હોલી ધૂળેટી પર્વઃ હોલી કે રસિયા સહિતના ગીતોની રમઝટ, હોલીકા દહન, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, શ્રીનાથજી દર્શન, તથા અબીલ, ગુલાલ અને વિવિધ રંગોની છોળો સાથે ઉત્‍સવનો આનંદ માણતા ૧૨૦૦ ઉપરાંત વૈશ્નવોઃ વિશાળ સંખ્‍યામાં ઉમટી પડેલા વૈશ્નવોના માનવ મહેરામણ માટે આયોજકોએ કરેલી સુંદર વ્‍યવસ્‍થા

શ્રી વલ્લભધામ ટેમ્‍પલ, નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે ૩૦ માર્ચ ૨૦૧૩ના રોજ ઉમગભેર ઉજવાઇ ગયેલુ હોલી ધૂળેટી પર્વઃ હોલી કે રસિયા સહિતના ગીતોની રમઝટ, હોલીકા દહન, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, શ્રીનાથજી દર્શન, તથા અબીલ, ગુલાલ અને વિવિધ રંગોની છોળો સાથે ઉત્‍સવનો આનંદ માણતા ૧૨૦૦ ઉપરાંત વૈશ્નવોઃ વિશાળ સંખ્‍યામાં ઉમટી પડેલા વૈશ્નવોના માનવ મહેરામણ માટે આયોજકોએ કરેલી સુંદર વ્‍યવસ્‍થા

         

         

         વલ્લભધામ હવેલીના આશ્રયદાતા ષષ્ઠપીઠાધીશ્વર થ પૂ ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (વડોદરા)ની આજ્ઞા અનુસાર શનિવાર, તા.૩૦ મી માર્ચ, ૨૦૧૩ના દિવસે હોળી ત્‍થા ધુળેટીની ઉજવણી પરંપરાગત ભવ્‍યરીતે, શ્રધ્‍ધાપૂર્વક અને અતિઉત્‍સાહપૂર્વક કરવામાં આવી હતી. વલ્લભધામમાં આ દિવસે અધ્‍વિતીય રીતે જયા શ્રીનાથજી બાવા અને નવનીતપ્રિયાજી બિરાજમાન છે તે નિજમંદિરની સજાવટ અદભૂત અને અલૌક્કિ સંનિટાઠ કાર્યકરોના સાથ સહકાર અને મુખ્‍યાજીની સુચના કરવામાં આવી હતી.

         સાંજે છ કલાકે મંદિરના ભવ્‍યહોલમાં હોળીને અનુરૂપ વલ્લભધામની ૬ થી ૧૬ વર્ષની બાળાઓએ સુંદરરીતે સાંસ્‍કૃતિક- મનોરંજન કાર્યક્રમની રજૂઆત વિવિધ છ ગીતો ઉપર સુંદર ડ્રેસ અને આભુષણ ગ્રહણ કરી ઉપસ્‍થિત વિશાળ માનવ મેદનીને ભાવુક કરી મંત્રમુગ્‍ધ કરી અને સૌ એ વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી દીધા હતા. આ કાર્યક્રમનો યશ શ્રીમતી ઉર્વિબેન પાઠકને જાય છે. તેઓએ નાની બાળાઓએ પ્રોત્‍સાહિત કરી સરસ ટ્રેનીંગ આપી કાર્યક્રમને સફળ બનાવી ચાર ચાંદ લગાવી દીધા હતા. તેઓનો વલ્લભધામ આભાર  માને છે.

         સાંસ્‍કૃતિક કાર્યક્રમ સમાપ્‍ત થયા બાદ વલ્લભધામ હવેલીની બહેનો અને ભાઇઓ દ્વારા રસીયાની સંગત તબલા હારમોનીયમ, ખંજરી અને ડફનીના સાથ સાથે  અલૌકિક રીતે શ્રી નાથજી બાવાની સમક્ષ મન મૂકીને શ્રધ્‍ધા અને ભાવપૂર્વક રજૂઆત કરી પ્રસંન્‍નતા અનુભવી હતી.

         ત્‍યારબાદ હવેલીના પ્રાગણમાં મુખ્‍યાજીશ્રી મોહનભાઇએ સાંજે ૭.૩૦ વાગ્‍યે હોળી પ્રગટાવી હતી. ભાવિક વૈષ્‍ણવોએ શ્રધ્‍ધાપૂર્વક હોળી માતાની પૂજા કરી શ્રીફળ, ધાણી, ચણા અબીલ-ગુલાલ પધરાવી જલધારાની પ્રદિક્ષણા કરી  ધન્‍યતા અનુભવી હતી.

         હોળીના પ્રગટાવી પછી અબાલ, વૃધ્‍ધ,યુવાન બહેનો-ભાઇઓ મુકતમને વિવિધ રંગોથી ધૂળેટી રમી એકબીજાને ભાવપૂર્વક ભેટી આનંદની અનુભૂતી કરી હતી. આવી સુંદર અને અલૌકિક હોળી-ધૂળેટીની યાદ પોતાના વતનને જરૂરથી ભૂલાવી દે તેવી રીતે આનંદ ઉલ્લાસ અને ઉમંગપૂર્વક ઉજવવામાં આવ્‍યો હતો.

         આ ઉત્‍સવમાં ન્‍યુયોર્ક, ન્‍યુજર્સી, બોસ્‍ટન અને કનેકટીકટના ૧૨૦૦ કરતા વધારે ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા અંતમાં સર્વે ભાવિકોએ સ્‍વાદિયટ મહાપ્રસાંદનો ભરપેટ આરોગી ધન્‍યતા અનુભવી હતી. સાથે ઠંડાઇની મઝાનો આનંદ અવિરત પણે માણી સૌ વખાણ કરતાં હતા.

         વલ્લભધામમાં દરેક ઉત્‍સવની ઉજવણી ભવ્‍યરીતે પ્રભુને કેન્‍દ્રમાં રાખીને ઉજવવામાં આવે છે. હવેલીમાં તવાસ્‍મીના માધ્‍યમ દ્વારા મહિનામાં બે વખત ચિંતનસભા અને બે વખત સત્‍સંગ પણ રાખવામાં આવે છે. તે ઉપરાંત તબલાના વર્ગો, ગુજરાતી-હિન્‍દીના વર્ગો નૃત્‍યના વર્ગો વગેરે પણ ચલાવવામાં આવે છે. વડિલો માટે સીનીયર- સેન્‍ટર પણ છે.

         જૂન ૨૦૧૩માં વિનામુલ્‍યે દરેક માટે મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવનાર છે.

                  આ ઉપરાંત વલ્લભધામનો વિશાળ હોલ લગ્ન, સેમીનાર અને કોઇપણ સારા પ્રસંગે નજીવી ન્‍યોછાવર લઇ ઉપલબ્‍ધ છે. વધુ માહિતી માટે વેબ સાઇટ www.vallabhdham.org. , www.vpofet.org. , અથાવા ફોન નં. 860-417-0007 દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેમ શ્રી અતુલ નાયક તથા શ્રી રાજીવ દેસાઇની યાદી જણાવે છે.

          

 (12:48 am IST)
[social_media]
 
 
[all_news_right_side]