NRI Samachar

News of Saturday, 6th April, 2013

અમદાવાદના પોલીયો ફાઉન્‍ડેશનની મુલાકાત અંતરિક્ષ પરી સુનિતા વિલીયમ્‍સઃ વિકલાંગ બાળકો ઉપર હેત અને કરૂણા વરસાવ્‍યાઃ આર.ઓ.પી. પ્રોજેક્‍ટ નિહાળ્‍યોઃ મસ્‍કયુર ડિસ્‍ટ્રાફી, હિમોફિલીયા તથા મંદબુધ્‍ધીગ્રસ્‍ત બાળકો સાથે સમય ગાળ્‍યોઃ એક જ છત નીચે મળી રહેલી આંતરરાષ્‍ટ્રિય કક્ષાની તમામ થેરાપી સવલતથી પ્રભાવિતઃ ઓટોગ્રાફ સાથે ચેક આપી સંસ્‍થાનો ઉત્‍સાહ વધારતા ગુજરાતી પિતાના અમેરિકન પુત્રી સુનિતા વિલીયમ્‍સ

અમદાવાદના પોલીયો ફાઉન્‍ડેશનની મુલાકાત અંતરિક્ષ પરી સુનિતા વિલીયમ્‍સઃ વિકલાંગ બાળકો ઉપર હેત અને કરૂણા વરસાવ્‍યાઃ આર.ઓ.પી. પ્રોજેક્‍ટ નિહાળ્‍યોઃ મસ્‍કયુર ડિસ્‍ટ્રાફી, હિમોફિલીયા તથા મંદબુધ્‍ધીગ્રસ્‍ત બાળકો સાથે સમય ગાળ્‍યોઃ એક જ છત નીચે  મળી રહેલી આંતરરાષ્‍ટ્રિય કક્ષાની  તમામ થેરાપી સવલતથી પ્રભાવિતઃ ઓટોગ્રાફ સાથે ચેક આપી સંસ્‍થાનો ઉત્‍સાહ વધારતા ગુજરાતી પિતાના અમેરિકન પુત્રી સુનિતા વિલીયમ્‍સ

         

         

         અમદાવાદઃ પોતાની ગુજરાતની મુલાકાતમાં અંતરીક્ષપરી સુનિતા  વિલીયમ્‍સે આજે સવારે નવ વાગ્‍યે અમદાવાદમાં આવેલા પોલીયો ફાઉન્‍ડેશનની  મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં સુનિતાએ સ્‍પેશ્‍યલ (વિકલાંગ) બાળકો પર પોતાના  હેત અને કરૂણા વરસાવતા  અડધો કલાક  ગાળ્‍યો  હતો. જીવરાજપાર્ક ખાતે  આવેલી પોલીયો  ફાઉન્‍ડેશન હોસ્‍પિટલ ખાતે  તેમનું સ્‍વાગત સંસ્‍થાના  સેરેબ્રલ પાલ્‍સી  બાળકોએ ફુલ આપીને કર્યુ અને ત્‍યાર બાદ  તે પヘમિ ભારતમાં ચાલતો સૌ પ્રથમ ટેલી મેડિશન પ્રોજેકટ  આર.ઓ.પી.-રેટીનો પથી ઓફ પ્રીમેચ્‍યોરીટી ને નિહાળ્‍યો અને પ્રોજેક્‍ટની સંપૂર્ણ માહિતી બારીકાઇથી જાણી અને તેમના કહેવા પ્રમાણે આ પ્રોજેક્‍ટ થી ઘણા જરૂરીયાતમંદ  બાળકોની  દ્રષ્‍ટિ ને બચાવી શકાશે. અને દરેક  પ્રીમીચ્‍યોર બાળકનું સ્‍ક્રીનીંગ  ફરજીયાત થવી તે આપણા બધાની જવાબદારી છે. હાલમાં સંસ્‍થા દ્વારા અમેરિકાના સ્‍પાઇન સર્જન ના સહયોગથી  કરવામાં આવેલ ખુંધના સફળ ઓપરેટીવ બાળકોને તેઓ પરસ્‍પર મળ્‍યા અને બાળકોના સારા ભવિષ્‍ય માટે કામના કરી.

         સંસ્‍થામાં આવેલ ડે-કેર સેન્‍ટર જ્‍યાં સેરેબ્રેલ  પાલ્‍સી બાળકો સાથે તેમણે ખુબ જ પ્રેમ પૂર્વક ચર્ચા કરી અને પોલીયો ફાઉન્‍ડેશન તરફથી અપાતી  તમામ થેરાપીની સવલતો આંતરરાષ્‍ટ્રિય સ્‍તરની  ગણાવી. એક છત્ર નીચે મળતી મળતી સેવાઓ જોઇને   તેમણે સંસ્‍થાના કાર્યશૈલીની  ભાવવિભોર  પ્રશંસા કરી. આ સાથે તેઓ શ્રીએ મસ્‍કયુર ડિસ્‍ટ્રાફી  હિમોફીલીયા  તથા  મંદબુધ્‍ધીગ્રસ્‍ત  બાળકો સાથે  સમય વિતાવી તેમના પ્રશ્નોનો જવાબ આપી તેમને ઉજ્‍વળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છા પાઠવી.

         સુનિતાએ આ બાળકોને પોલીયો ફાઉન્‍ડેશને બનાવેલા ખાસ મગ પણ આપ્‍યા હતા. આ વિશે પોલીયો ફાઉન્‍ડેશનના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. મેહૂલ શાહે જણાવ્‍યુ હતુ કે, સુનિતાએ બાળકો પર ખુબ જ હેત વરસાવ્‍યુ હતું. તે  દરેક બાળકોને પર્સનલી મળી હતી. એટલુ જ નહીં પેરેન્‍ટસને સાથે પણ આ સ્‍પેશ્‍યલ  કિડશના  ઉછેર વિશેની ચર્ચા કરી હતી. આંતરરાષ્‍ટ્રિય  કક્ષાએ ખ્‍યાતનામ  એવા સુનિતાએ પોલીયો  ફાઉન્‍ડેશનની  મુલાકાત લીધે તે અમારા માટે મોરાલબુસ્‍ટીંગ જ ગણાશે.  તેની મુલાકાતથી  આ સંસ્‍થામાં સેવા આપતા કર્મચારીઓ સેવાભાવીઓ ડોકટરો દાનવીરો તેમજ પેરેન્‍ટસનો મોરાલ બુસ્‍ટ થયો છે. સ્‍પેશ્‍યલ કિડસની કેર લેવી  એ ખરેખર પડકાર હોય છે તેવા સંજોગોમાં આ પ્રકારના  વશીષ્‍ઠ  લોકોની  મુલાકાત અમારો ઉત્‍સાહ વધારવામાં હંમેશા મદદરૂપ થતો હોય છે.

         ડો. મેહુલ શાહે ઉમેર્યુ હતુ કે, પોલીયો  ફાઉન્‍ડેશનની  પોતાની  મુલાકાતમાં સુનિતાએ સ્‍પેશ્‍યલ કિડસને ઓટોગ્રાફ આપીને  ઉત્‍સાહ વધાર્યો હતો. સંસ્‍થાને મદદ માટે સુનિતા વિલીયમ્‍સે એક ચેક પણ આપ્‍યો હતો. સુનિતાએ૫૦ સ્‍પેશ્‍યલ કિડસને  મળ્‍યા પછી તેમણે  સંસ્‍થામાં આયોજીત એક ફંકશનમાં સંબોધન પણ કર્યુ હતું. અને પોતાના અંતરીક્ષ ના અનુભવોથી લોકોને પરીચીત કર્યા હતા.

         સુનિતા  વિલીયમ્‍સની મુલાકાત સંસ્‍થા માટે ગર્વ સમાન છે. અને સંસ્‍થાના  સેવાની સુવાસના ઉદ્‌ેશને વધુ વેગવંતુ બનાવવામાં મદદરૂપ રહેશ. તેવુ પોલીયો  ફાઉડેશનના મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી ડો.મેહુલ શાહની યાદી જણાવે છે.

         
 (12:56 am IST)
[social_media]
 
 
[all_news_right_side]