NRI Samachar

News of Sunday, 7th April, 2013

જર્મનીના બર્લિનમાં આવેલા હિંદુ મંદિરમાં ૧૧ એપ્રિલ થી ૧૯ એપ્રિલ ર૦૧૩ દરમિયાન ITA, ICCના ઉપક્રમે ‘‘શત ચંડી યજ્ઞ''નું આયોજન : પૂજા, હવન, ભજન તથા ફરાળ અને ભોજનની કરાયેલી વ્‍યવસ્‍થા : ૧ર એપ્રિલ ના રોજ સ્‍વામીશ્રી પ્રત્‍યાગ બોધાનંદજીનું વ્‍યાખ્‍યાન : ૯ દિવસીય ઉત્‍સવ દરમિાયન ઉર્જા, શાંતિ, તથા સમૃદ્ધિ મેળવવાનો અનેરો અવસર

જર્મનીના બર્લિનમાં આવેલા હિંદુ મંદિરમાં ૧૧ એપ્રિલ  થી ૧૯ એપ્રિલ ર૦૧૩ દરમિયાન ITA, ICCના ઉપક્રમે ‘‘શત ચંડી યજ્ઞ\'\'નું આયોજન : પૂજા, હવન, ભજન તથા ફરાળ અને ભોજનની કરાયેલી વ્‍યવસ્‍થા : ૧ર એપ્રિલ ના રોજ સ્‍વામીશ્રી પ્રત્‍યાગ બોધાનંદજીનું વ્‍યાખ્‍યાન : ૯ દિવસીય ઉત્‍સવ દરમિાયન ઉર્જા, શાંતિ, તથા સમૃદ્ધિ મેળવવાનો અનેરો અવસર

         બર્લિન : જર્મની :  બર્લિનમાં આવેલા હિંદુ મંદિરમાં ૧૧ એપ્રિલ ર૦૧૩ ગુરૂવાર થી ૧૯ એપ્રિલ શુક્રવાર સુધી  ITA, ICCના ઉપક્રમે ‘‘શત ચંડી યજ્ઞ''નું આયોજન કરાયું છે.

         શ્રી બીજી તથા અરૂણ માહેશ્વરી દ્વારા સ્‍પોન્‍સર કરાયેલો ઉપરોકત પ્રસંગે ITA, ICC કોમ્‍યુનિટી દ્વારા ઉજવાતા ઉત્‍સવોનો એક ભાગ છે. જે અંતર્ગત ૧૧ એપ્રિલથી ૧૯ એપ્રિલ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે.

         સવારે ૧૦ થી ૧ર-પ૦ કલાક દરયિમાન પૂજા બપોરે ૧ર-પ૦ થી ૧-પ૦ દરમિયાન ફરાળી લંચની વ્‍યવસ્‍થા કરાઇ છે.

         બપોરે ર વાગ્‍યાથી સાંજે ૬ વાગ્‍યા સુધી હવન થશે.

         સાંજે ૬ થી ૬-પ૦ સુધી ભજન.

         સાંજે ૬-પ૦ થી ૭-પ૦ દરમિયાન ડિનરનું આયોજન કરાયું છે.

         ૧ર એપ્રિલ શુક્રવાર રોજ સાંજે ૬ કલાકે સ્‍વામીશ્રી પ્રત્‍યાગ બોધાનંદજીનું ‘‘ભગવતી કૃપા'' ગ્રેસ ઓફ ગોર્ડસ વિષય ઉપર પ્રવચન થશે.

         દરેક વ્‍યકિત માટે શાંતિ તથા ઉર્જા પ્રાપ્‍ત કરવાનો તથા આરોગ્‍ય, સુખ અને સંપતિ પ્રાપ્‍ત કરવા માટે મા દુર્ગા, મા ચંડીના આશિર્વાદ મેળવવા માટે યોજાયેલા ઉપરોકત ૯ દિવસીય કાર્યક્રમમાં જોડાવા તમામ ભકતજનોને હાર્દિક આમંત્રણ પાઠવાયું હોવાનું શ્રી કે.ડી. પટેલની યાદીમાં જણાવાયું છે.

 (04:15 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]