NRI Samachar

News of Sunday, 7th April, 2013

‘‘ગાયત્રી ચેતના સેન્‍ટર'' ન્‍યુજર્સીના ઉપક્રમે પ મે ૨૦૧૩ના રોજ ‘‘૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ''નું કરાયેલુ આયોજન : ગાયત્રી તીર્થ, હરિદ્વારના સંતો વેદોક્‍ત વિધિ મુજબ યજ્ઞ કરાવશેઃ તમામ ગાયત્રી ઉપાસકોને સામુહિક મંત્રોચ્‍ચાર તથા પ્રાર્થના સાથે યજ્ઞમાં જોડાવા આયોજકોનું આમંત્રણઃ યજ્ઞ બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા

‘‘ગાયત્રી ચેતના સેન્‍ટર\'\' ન્‍યુજર્સીના ઉપક્રમે પ મે  ૨૦૧૩ના  રોજ ‘‘૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ\'\'નું કરાયેલુ આયોજન : ગાયત્રી તીર્થ, હરિદ્વારના  સંતો  વેદોક્‍ત વિધિ  મુજબ યજ્ઞ કરાવશેઃ તમામ ગાયત્રી ઉપાસકોને સામુહિક મંત્રોચ્‍ચાર તથા પ્રાર્થના સાથે યજ્ઞમાં જોડાવા આયોજકોનું આમંત્રણઃ યજ્ઞ બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા

         દિપ્તીબેન જાની દ્વારાઃ ન્‍યુજર્સીઃ ‘‘ગાયત્રી ચેતના સેન્‍ટર''ના ઉપક્રમે ઓલ્‍ડ  બ્રિજ, ૭૦ એરિઝોન,  એવ.ન્‍યુજર્સી  મુકામે  પમે ૨૦૧૩  ના રોજ  બપોર  ૧-કલાકે  ‘‘૨૪ કુંડી યજ્ઞ'' આયોજન કરમયુ છે.

         સેન્‍ટર  ખાતે  આગામી  સમયમાં થનારી  મહાકાલેશ્વર મહાપ્રતિષ્‍ઠાની પૂર્વ તૈયારી રૂપે યોજયેલા ઉપરોક્‍ત ૨૪ કુંડી ગાયત્રી  યજ્ઞ અંતર્ગત ગાયત્રી તીર્થ, શાંતિકુજ, હરીદ્વાર  ના સંતો  વેદોકત વિધિ  મુજબ યજ્ઞ કરાવશે.

         ઉપરોકત યજ્ઞ વિધિમાં શામેલ  થઇ સામુહિક મંત્રોચ્‍ચાર તથા પ્રાર્થનામાં જોડાવા માટે તમામ ગાયત્રી  ઉપાસકોને સહકુટુંબ મિત્રમંડળ  સહિત પધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્‍યુ હોવાનું શ્રી અલ્‍પેશ પટેલની યાદીમાં જણાવાયુ છે.યજ્ઞ  સંપન્‍ન થયા બાદ મહાપ્રસાદની  વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

         વિશેષ માહિતી માટે ફોન નં. ૭૧૮-૭૫૭-૨૮૪૦ અથવા ૭૩૨-૬૪૧-૦૦૫૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

          

 (04:16 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]