NRI Samachar

News of Sunday, 7th April, 2013

મહિલાઓના ઉત્‍કર્ષ માટે કટિબધ્‍ધ BAPS સ્‍વામિનારાયણ સંસ્‍થાના ઉપક્રમે બાર્ટલેટ ઈલિનોઇસમાં યોજાઇ ગયેલી ૬ ઠ્ઠી વાર્ષિક મહિલા કોન્‍ફરન્‍સઃ તમામ ઉમરની ૪૫૦ જેટલી મહિલાઓની ઉપસ્‍થિતીઃ ‘‘ટાઇમલેસ ટ્રેડિશન્‍સ''ના સુત્ર સાર્થ ભારતીય સંસ્‍કૃતિના અમૂલ્‍ય વારસાથી ભાવિ પેઢીનું ઘડતર કરવાનો હેતુઃ દીપ પ્રાગટય, પ્રાર્થના, ડાન્‍સ તથા ઉદબોધનો દ્વારા ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરી બતાવતો કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્‍ન

મહિલાઓના ઉત્‍કર્ષ માટે કટિબધ્‍ધ  BAPS સ્‍વામિનારાયણ સંસ્‍થાના ઉપક્રમે બાર્ટલેટ ઈલિનોઇસમાં યોજાઇ ગયેલી ૬ ઠ્ઠી વાર્ષિક મહિલા કોન્‍ફરન્‍સઃ તમામ ઉમરની ૪૫૦ જેટલી મહિલાઓની ઉપસ્‍થિતીઃ ‘‘ટાઇમલેસ ટ્રેડિશન્‍સ\'\'ના સુત્ર સાર્થ ભારતીય સંસ્‍કૃતિના અમૂલ્‍ય વારસાથી ભાવિ પેઢીનું ઘડતર કરવાનો હેતુઃ દીપ પ્રાગટય, પ્રાર્થના, ડાન્‍સ તથા ઉદબોધનો દ્વારા ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરી બતાવતો કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્‍ન

         યુ.એસ.:  મહિલાઓના ઉત્‍કર્ષ માટે કટિબધ્‍ધ BAPS સ્‍વામિનારાયણ સંસ્‍થાના ઉપક્રમે ૩૦ માર્ચ ૨૦૧૩ના રોજ બાર્ટલેટ, ઈલિનોઇસ મુકામે  ૬ઠ્ઠી વાર્ષિક મિડવેસ્‍ટ મહિલા કોન્‍ફરન્‍સ યોજાઇ ગઇ જેમા  તમામ ઉંમરની ૪૫૦ જેટલી મહિલાઓ હાજર રહી હતી.

         આ વર્ષની કોન્‍ફરન્‍સનું સુત્ર ‘‘ટાઇમલેસ ટ્રેડિશન્‍શ''હતું. જે અંતર્ગત ભવ્‍ય ભૂતકાળની  સ્‍મૃતિઓ સાથે ભાવિનું નિર્માણ કરવાનો હેતુ છે. જે મુજબ પેઢીને હિંદુ સાંસ્‍કૃતિક તથા પરંપરાના અમૂલ્‍ય વારસાથી પરિચિત કરાવવાનો પ્રયત્‍ન થાય છે.

         કોન્‍ફરન્‍સ દરમિયાન યોજાયેલા કાર્યક્રમોની શરૂઆત દીપ પ્રાગટય તથા પ્રાર્થનાથી થઇ ત્‍યારબાદ કલાપદમ ડાન્‍સ એકેડમી ગૃપ દ્વારા ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરી બતાવતો ડાન્‍સ રજુ કરાયો.

         કાર્યક્રમમાં ઉપસ્‍થિત સાઇકિયાટ્રીસ્‍ટ ડો.અદિત શેઠએ ભાવી પેઢીના ઘડતરમાં બાળપણથી જ માતા દ્વારા કરાતા સંસ્‍કાર સિંચન મહત્‍વ સમજાવતુ ઉદ્‌્‌બોધન કર્યુ હતું.

         મુખ્‍ય મહેમાન સુશ્રી અનિતા પિલ્લાઇએ બાળપણમાં માતા દ્વારા બાળકને હિંદુ સંસ્‍કૃતિ વિષયક આપેલા સંસ્‍કાર જીવનભરનું સંભારણું બની રહેતા હોવાનું જણાવ્‍યું હતું.

         અન્‍ય વકતાઓએ પણ મનનીય ઉદ્‌્‌બોધનો કર્યા હતા. જેમાં શ્રીમતિ ભાવના જુઠાણીએ બાળકોના ઘડતરમાં સત્‍ય અને અહિંસાના મહત્‍વ ઉપર ભાર મુકયો  હતો. તથા ૧૮૯૩ની સાલમાં શિકાગો ખાતે સ્‍વામી વિવેકાનંદજીએ કરેલા ઉદ્‌્‌બોધનની યાદ અપાવી હતી. શ્રીમતિ વાસંતી દવેએ હિંદુ અસ્‍મિતા વારસાગત જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. ડો. પિલ્લાઇએ પરિવાર માટે ફાળવાતો સમય અમુલ્‍ય યોગદાન સમાન ગણાવ્‍યો હતો.

         સુશ્રી નિતા પંચાલએ ઉપરોકત મહિલા અધિવેશન પ્રેરણાદાયી બની રહ્યું હોવાનું જણાવ્‍યું હતું તથા સુશ્રી દિના પટેલએ હિંદુ સંસ્‍કૃતિના ભવ્‍ય સંસ્‍કારો વિષયક જાણકારી મેળવી ધન્‍યતા વ્‍યકત કરી હતી.

         BAPS દ્વારા યોજાઇ ગયેલ ઉપરોકત કોન્‍ફરન્‍સ અંતર્ગત મહિલાઓને લગતા જુદા જુદા વિષયો ઉપર ઉદ્‌્‌બોધનો તથા ચર્ચાઓ થઇ હતી.

          

 (04:17 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]