NRI Samachar

News of Monday, 8th April, 2013

ભારત દેશ માટે એક અતિ મહત્‍વનો ઐતિહાસિક પ્રસંગઃ અમેરિકા ખાતેના ભારતીય એલચી નિરૂપમા રાવે મેરીલેન્‍ડ રાજ્‍યના હાઉસના પ્રતિનિધિઓને કરેલુ સંબોધન સેનેટરોની વિનંતીને માન આપી તેમને પણ સંબોધન કર્યુઃ મેરીલેન્‍ડ રાજ્‍યના બંન્‍ને હાઉસો આનંદ વિભોર બન્‍યાઃ નીરૂપમા રાવ તમામ સેનેટરોને વ્‍યકિતગત રીતે મળ્‍યા

ભારત દેશ માટે એક અતિ મહત્‍વનો ઐતિહાસિક પ્રસંગઃ અમેરિકા ખાતેના ભારતીય એલચી નિરૂપમા રાવે મેરીલેન્‍ડ રાજ્‍યના હાઉસના પ્રતિનિધિઓને  કરેલુ સંબોધન સેનેટરોની વિનંતીને માન આપી તેમને પણ સંબોધન કર્યુઃ મેરીલેન્‍ડ રાજ્‍યના બંન્‍ને હાઉસો આનંદ વિભોર બન્‍યાઃ નીરૂપમા રાવ તમામ સેનેટરોને વ્‍યકિતગત રીતે મળ્‍યા

         

         

                  ( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ શિકાગોઃ માર્ચ માસની  ૨૭મી તારીખ એ ભારત દેશના ઈતિહાસના સુવર્ણ અક્ષરે અંકિત રહેશે અને સાથે સાથે અમેરિકાના  ઈતિહાસમાં પણ એક ઐતિહાસિક દિન તરીકે યાદગાર બની રહેશે. ભારતે આઝાદી પ્રાપ્‍ત કર્યા બાદ અનેક ભારતીય રાજદૂતો આવ્‍યા અને તેમની ટર્મ પુર્ણ  થતાં વિદાય થયા પરંતુ તેઓના નસીબમાં અમેરિકાના એક પણ રાજ્‍યના હાઉસના પ્રતિનિધિઓને સંબોધન કરવાનો અવસર પ્રાપ્‍ત થયો નથી. પરંતુ સદનસીબે  હાલના ભારતીય રાજદુત નિરૂપમા રાવને  માર્ચ માસની ૨૭મી તારીખના રોજ અમેરિકાના  મેરીલેન્‍ડ રાજ્‍યના હાઉસના પ્રતિનિધિઓને સંબોધન કરવાનો એક સુઅવસર પ્રાપ્‍ત થયેલ છે તેથી  અમેરિકામાં વસવાટ કરતા  ભારતીય પરિવારના  સભ્‍યોમાં આનંદ અને ઉમંગની લાગણી પ્રસરે એ સ્‍વાભાવિક બીના છે.

                  અમારા વાંચક વર્ગને અત્રે એ ખાસ જણાવવાનુ કે મેરીલેન્‍ડના હાઉસમાં ભારતીય સમાજના ત્રણ સભ્‍યો પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે. જેમા  (૧) કુમાર  બર્વે, (૨) સામ અરોરા અને (૩) અરૂણા  મીલરનો સમાવેશ થાય છે. મેરીલેન્‍ડના હાઉસના પ્રતિનિધિઓને સંબોધન કરવા માટે ભારતીય રાજદુત નિરૂપમા રાવને આમંત્રણ આપવા પાછળ  સામ અરોરાનો મહત્‍વનો ફાળો છે અને જ્‍યારે  તેમણે  હાઉસમાં પ્રવેશ કર્યો ત્‍યારે  હાઉસના  સ્‍પીકર માયકલ  બુશ તથા હાઉસમાં ચુંટાયેલા  ભારતીય અમેરિકન હાઉસના પ્રતિનિધિ કુમાર બર્વે, સામ અરોરા તેમજ અરૂણા  મીરરે ઉષ્‍માભર્યો આવકાર આપ્‍યો હતો અને તેમને પોતાનું માનનીય પ્રવચન દ્વારા હાઉસના પ્રતિનિધિઓને  સંબોધન કરવા વિનંતિ કરી હતી.

                  ભારતીય રાજદુત નિરૂપમા રાવે હાઉસના પ્રતિનિધિઓને સંબોધન કરતાં પોતાના પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે તમો બધા  આ પવિત્ર  લોકશાહીના મંદીરમાં ઉપસ્‍થિત છો અને તેથી હું આનંદ અને ઉમંગની લાગણી અનુભવુ છુ તેમજ સાથોસાથે તમો પણ તેવી લાગણીઓ અનુભવતા હશો. આ લોકશાહીના મંદીર હાઉસની  દિવાલો  પર નજર કરતાં મને મારા ભારત દેશની  યાદ આવે છે. અને આપણા બન્‍ને દેશો વચ્‍ચેની એકરાગીતાની લાગણી જોવા મળે છે. અમેરિકા દેશમાં ભારતીય અમેરિકનો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અને  તેમણે  મેરીલેન્‍ડ રાજ્‍યમાં અનેક ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ કરેલ છે. અને તેના  વિકાસમાં અતિ મહત્‍વનો  ફાળો આપેલ છે. તેમણે  કૌટુમ્‍બીક ભાવના  કેળવાયેલી રહે તેમજ સામાજીક બંધનો  જળવાયેલા રહે તથા શૈક્ષણીક  ક્ષેત્ર  અને સંશોધન  ક્ષેત્રે જે કાર્ય કરેલ છે. તે ખરેખર આવકારને પાત્ર છે. આ અંગેનો જો જીવતો જાગતો પુરાવો હોય તો તે હાઉસના પ્રતિનિધિઓ  કુમાર બર્વે, સામ અરોરા અને  અરૂણા  મીરર છે. આ ત્રણે મહાનુભવોએ  ભારત અને અમેરિકા એમ બંન્‍ને દેશો વધુ નજીક આવે તેવા પ્રયાસો હાથ ધરેલા છે. અને તેઓ આ બંન્‍ને દેશો વચ્‍ચે મૈત્રીભર્યા સંબંધો વધુ વિકસે તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. વિશેષમાં તેમણે  જણાવ્‍યુ હતુ કે મેરિલેન્‍ડ રાજ્‍યના ડેમોક્રેટીક પાર્ટીના ગવર્નર માર્ટીન ઓમેલીના વહીવટીતંત્રમાં નટરાજન કે જેઓ ઈન્‍ડિયન અમેરિકન છે. તે અતિ મહત્‍વનુ પદ શોભાવી રહ્યા છે. મેરીલેન્‍ડ રાજ્‍યના દરિયાકિનારાની ચારે બાજુએથી લોકો અત્રે વસાહતીઓ તરીકે  આવીને  વસેલા છે. અને તે સર્વરીતે  આ રાજ્‍યને  પોતાની માતૃભુમીને દરજ્‍જો આપેલ છે.

                   ભારતીય રાજદુત નિરૂપમા  રાવે લોકશાહી  અંગે  પોતાના પ્રવચનમાં આછેરો ઉલ્લેખ કરતાં જણાવ્‍યુ હતુ કે આ પ્રવાહ દ્વારા બંન્‍ને દેશો એટલે  કે ભારત અને  અમેરિકાના  સંબંધો  વધુ વિકસેલા છે અને આ દેશો  એક બીજાની નજીક વધુ પ્રમાણમાં આવેલા છે. આ સંબંધો  અત્‍યંત પુરાણાઓ અને તે કાયમ  માટે જળવાયેલ  રહે એવી લાગણી  વ્‍યકત કરી હતી. ભારત અને અમેરિકા  દેશો વચ્‍ચેના સંબંધો  વધુ વિકાસના માર્ગે આગળ વધે તેવા પ્રયાસો આપણે કરવાના રહેશે કે જેથી બંન્‍ને  દેશોના રાજ્‍યકર્તાઓ  એકબીજાની સમીપ વધુને વધુ આવે અને તેથી  બંન્‍ને દેશોની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય. આપણુ એ સદભાગ્‍ય છે કે મેરીલેન્‍ડ રાજ્‍ય વચ્‍ચે વિકાસની ઉત્તમ તકો પડેલી છે.

                  નિરૂપમા  રાવે રાજ્‍યના ગવર્નર માર્ટીન ઓમેલી નવેમ્‍બર ૨૦૧૧ના વર્ષ દરમ્‍યાન છ દિવસ માટે પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ભારતના પ્રવાસે ગયા હતા અને  મને કહેતા આનંદ થાય છે કે મેરીલેન્‍ડ રાજ્‍યની  કંપનીઓને ૬૦ મીલીયન ડોલરના ઓર્ડરો પ્રાપ્ત થયા હતા અને તેથી બીજી  અન્‍ય કંપનીઓને પણ એમ થાય કે મેરીલેન્‍ડ રાજ્‍ય સાથે વ્‍યાપારી  સંબંધો  વિકસાવવા  એ તેમના  હિતની  બીના છે. ભારતમાં આવેલા અન્‍ય   રાજ્‍યો સાથે  પણ મેરીલેન્‍ડ રાજ્‍ય વ્‍યાપારી  વ્‍યવહારોથી  બંન્‍ને  દેશોના સંબંધો  વિકસાવવાના  માર્ગે આગળ વધશે એવું તેમણે  પોતાના પ્રવચનમાં અંતમાં જણાવ્‍યુ હતુ હતું.

         ભારતીય રાજદુત નિરૂપમા રાવે મેરીલેન્‍ડ હાઉસના પ્રતિનિધિઓને સંબોધન  કર્યા બાદ  રાજ્‍યના સેનેટરોને પણ સંબોધન કર્યુ હતું. અને તેમાં તેમણે બંન્‍ને દેશો વચ્‍ચે વધુને વધુ વિકાસની તકો  ઉત્‍પન્‍ન થાય તે દિશામાં જરૂરી પ્રયાસો હાથ ધરવા પર ભાર મુકયો હતો. ભારતીય એલચી નિરૂપમા  રાવ તમામ હાજર રહેલા સેનેટરોને રૂબરૂ મળ્‍યા હતા અને એક  બીજાને  અરસપરસ અભિનંદન અર્પતા હતા.

 (12:44 am IST)
[social_media]
 
 
[all_news_right_side]