NRI Samachar

News of Monday, 8th April, 2013

શ્રીમયકૃષ્‍ણ ધામમાં સંકીર્તન હર્ષોલ્લાસથી વસંતોત્‍સવ હોળી-ધૂળેટી- દોલોત્‍સવની રંગારંગ ભાવસભર ઉજવણી

શ્રીમયકૃષ્‍ણ ધામમાં સંકીર્તન હર્ષોલ્લાસથી વસંતોત્‍સવ હોળી-ધૂળેટી- દોલોત્‍સવની રંગારંગ ભાવસભર ઉજવણી

         

         

                  ધૂળેટીના રંગે રંગાયેલા ગુજરાતી પરિવારો લાક્ષણિક મુદ્રામાં. ૪૩૨૪. શ્રીમયકૃષ્‍ણ ધામમાં વસંતોત્‍સવના રંગે રંગાયેલા સિલિકોન વેલીના ઉત્‍સવપ્રિય ભારતીય સમુદાય. પાヘાત્‍ય સંસ્‍કારો વચ્‍ચે તીરખતા પગલાના ધબકારે પારંપારિક ભારતીય સંસ્‍કૃતિનું જતન કરતું બે-એરિયાનું યુવાધન.  હોલી નિમિતેના સુમધુર અદ્‌ભૂત ગીતોની ધૂનમાં ઝૂમતા બે-એરિયાના ભારતીય બુધ્‍ધિજીવી યુવાધન.શ્રીમયકૃષ્‍ણ ધામ હવેલી- નંદાલયમાં ‘દોલોત્‍સવ'નિમિતેનાં સાંસ્‍કૃતિક કાર્યક્રમની ઝલક. બાળસ્‍વરૂપ શ્રીઠાકોરજીને રંગે ખેલાવતાં ભાવિક પરિવાર.‘બે-વીપી'ના આદ્યસ્‍થાપક મોભી (ડાબે) ભગવદ્રીય વિનોદીનીબહેન ઉમાકાન્‍તભાઇ પટેલ તથા રમાબહેન જીતેનભાઇ ચોકસી લાક્ષણિક મુદ્રામાં દ્રષ્‍યમાન થાય છે. તસ્‍વીરોઃ (શશિ દેસાઇઃ)

                  (પ્રવીણ દેસાઇ- સિલિકોન વેલી) આજે અમેરિકાના પヘમિ કાંઠાળ બે- એરિયામાં ભારતીય સમુદાયનો વિસ્‍તાર ઉત્‍સાહપ્રેરક છે. તેમના વિકાસમાં નવી પેઢીના સંસ્‍કાર, સંસ્‍કૃતિના સર્વ પ્રકારના સંરક્ષણના હેતુએ પ્રવૃત સદપુરૂષોના સમર્પણભાવે અનેક સ્‍વૈચ્‍છિક સામાજિક સંગઠનો, આધ્‍યાત્‍મિક કેન્‍દ્રોએ પ્રાણ પુરાયા છે.

                  કેલિફોર્નિયાના વાસંતી વાયરાઓમાં વરસાદી વાદળાઓથી ઘેરાયેલ સિલિકોન વેલીમાં ચારેકોર ભારતની પ્રાચીન રંગારંગ હોળી- ધૂળેટી પર્વોત્‍સવની ધૂમ મચી હતી. આઇ-ટી રાજધાની સાનહોઝેનાં વિવિધ હિન્‍દુ ધર્મસ્‍થાનોમાં એકત્રિત માનવ મહેરામણનો ઉમંગ અને ઉત્‍સાહ સમાતો નહતો. ભાવેશભાઇ શેઠના ઢોલના ધબકારે અને આશિષભાઇ વ્‍યાસના બોંગોના તાલે ગોકુળ, મથુરા, વૃંદાવન અને બરસાનાની ધૂળેટીના તાદ્રશ્‍ય કરતા વિવિધ રંગી સૂકા છોળો ઉડાડતા અબાલવૃધ્‍ધ, સ્‍ત્રી- પુરૂષો, બાળકો, કિશોર- કિશોરીઓએ આલ્‍હાદક વતનની મહેંકનું સર્જન કર્યુ હતું.

                  ‘બે- એરિયા યુવા વૈષ્‍ણવ પરિવાર-બે-વીપી'ના શ્રીમયકૃષ્‍ણ ધામ હવેલી- નંદાલય, ‘સનિવેલ હિન્‍દુ મંદિર'તથા ‘સનાતન હિન્‍દુ મંદિર-(ફ્રીમોન્‍ટ)ન પરિસરમા અકડેઠઠ્ઠ એકત્રિત ભારતીય સમુદાયની આસ્‍તા અને ઉત્‍સવપ્રિયતા આપોઆપ પ્રતિબિંબિત થતી હતી.

                  મંગળવાર, ૨૬મી માર્ચની સંધ્‍યાએ પુરોહિતના મંત્રોચ્‍ચારે હોળી પ્રાકટય દરમિયાન નવપરણિત દંપતિઓએ પૂજન- અર્ચન કર્યુ હતું. ગૃહિણીઓએ નારિયેળ, ખજૂર અને ધાણી સાથે નવજાત શિશુઓને લઇને હોળીને ફરતે પ્રદક્ષિણા કરી ‘હોલીકા'ના આશિર્વાદ મેળવ્‍યા હતા.

                  શનિવાર, ૩૦ મી માર્ચના સવારના અગિયાર વાગ્‍યાંથી બપોરના ચાર વાગ્‍યા સુધી સિલિકોન વેલીના દૂરસુદૂરના વિસ્‍તારોના ભારતીય પરિવારો સાથે વિદેશીઓ શ્રીમયકૃષ્‍ણ ધામના વિશાળ પાર્કિગ લોટમાં ધૂળેટીના ઉત્‍સાહના રંગે રંગાયા હતા. હોળી મહિમાના સુપ્રસિધ્‍ધ સુમધુર અદ્‌ભૂત હિન્‍દી ફિલ્‍મી ગીતો, ગુજરાતી રાસ- ગરબાના સંગ્રાહક શશિભાઇ દેસાઇએ ડી.જે. દ્વારા પારંપારિક સાંસ્‍કૃતિક વારસાને ઉજાગર કર્યુ હતું. આ નિમિતે દર વર્ષની પરંપરાએ જયોતિનભાઇ- (અકુભાઇ) શાહના સ્‍વહસ્‍તે ઘૂંટાયેલ નિર્દોષ‘ઠંડાઇ'સાથે વેંચાતી વિવિધ મેકિસકન, ભારતીય વિશિષ્ઠ વાનગીઓની લિજ્જત સૌએ માણી હતી.

                  રવિવાર, ૩૧મી માર્ચે શ્રીમયકૃષ્‍ણ ધામ હવેલી- નંદાલના ગર્ભગૃહમાં ઉપસ્‍થિત વિશાળ ભાવિકોની હાજરીમાં ‘દોલોત્‍સવ'ની ઉજવણી પ્રસંગે વડોદરા નિવાસી શ્રીકલ્‍યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધિશ્વર વલ્લભકુલભૂષણ પૂ. પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના વિડિયો દ્વારા પાઠવેલ આશિર્વચનનો સંદેશો દર્શાવવામાં આવ્‍યો હતો.

                  ‘બે-વીપી'ના ભક્‍તિ-કીર્તન મંડળ સૂર-તાલમાં શ્રીમય વિદ્યા મંદિરનાં બાળકો, કિશોરીઓએ મનમોહક પારંપારિક કૃષ્‍ણલીલાના રાસ-ગરબા, રસિયાની રમઝટ બોલાવી હતી. શ્રીમતી રૂચીતાબહેન શાહે પર્વોત્‍સવ મહિમા વર્ણવી સુમાહિતગાર કર્યા હતા.

                  આ અવસરે પાヘાત્‍ય સંસ્‍કારો વચ્‍ચે પાંગરતી યુવા પેઢીના ગુજરાતી પરિવારોમાં પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયના સિધાંતોની જાળવણીના સંક્‍લપ સમર્પિત જીતેન્‍દ્રભાઇ ચોકસીની દસમી પુણ્‍યતિથિએ ભાવસભર શ્રધ્‍ધાંજલિ આપવામાં આવી હતી. ‘બે-વીપી'ના પાયાના પથ્‍થર વિનોદીનબહેન ઉમાકાન્‍તભાઇ પટેલે જીતુભાઇ ચોકસીના અનેક સત્‍કાર્યોની પવિત્ર સ્‍મૃતિઓ તાજી કરી હતી. બે દાયકા પહેલાં સદ્‌પુરૂષની પ્રેરણાએ આરંભાયેલ ‘શ્રી વલ્લભપ્રીતિ સત્‍સંગ મંડળ'આજે ‘બે-એરિયા યુવા વૈષ્‍ણવ પરિવાર-બે-વીપી'સ્‍વરૂપે ગૌરવાંકિત વિરાટવૃક્ષ બની ઊભું છે. તેની છાયામાં સૌ પ્રથમ પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ હવેલી- નંદાનય શ્રીમયકૃષ્‍ન ધામનું નિર્માણ થયું છે. જીતુભાઇ ચોકસીના ધર્મપત્‍ની રમાબહેન ચોકસી, પુત્રો લાંબા ગાળાના મિત્રો, સ્‍વજન પરિવારોની હાજરીમાં પુત્રી મિતાબહેન વોરાએ પિતાના વિરાટ વૈચારિકતાના પ્રત્‍યેક પાસામાં સમાયેલ સેવાભાવને સમર્પિત રહેવાનો પરિવારનો દ્રઢ સંક્‍લપ વ્‍યક્‍ત કર્યો હતો.

                  ‘બે-વીપી'ના માનદ પ્રમુખ નીતિનભાઇ પારેખના નિર્દેશનમાં ઉપ-પ્રમુખ સૌમિલભાઇ બંસીલાલ શાહે સમગ્ર હોળી, ધૂળેટી, દોલોત્‍સવની ઉજવણીનું સફળ સંચાલન કર્યુ હતું. સંસ્‍કાર, સંસ્‍કૃતિ અને ભક્‍તિભાવ ભર્યા અવસરને સમસ્‍ત સેવાભવી સ્‍વયંસેવકોની કાર્યકુશળતામાં સમગ્રતાએ બે- એરિયાના ભારતીય સમુદાય, ગુજરાતી શ્રેષ્ઠીઓ, શુભેચ્‍છક પરિવારોની વિશાળ સસદયતા રંગારંગ કાર્યક્રમનું પ્રેરકબળ રહ્યું હતું.

         
 (12:45 am IST)
[social_media]
 
 
[all_news_right_side]