NRI Samachar

News of Monday, 8th April, 2013

‘‘બ્રિટીશ સોશીયલ સર્વીસ''ના કબ્‍જામાં રહેલા ભારતીય મૂળના ૫ વર્ષના પુત્ર અચિંત્‍યને મુક્‍ત કરવા માતા શ્રુતિ તથા પિતાની કાકલુદીઃ પ્રાઇમ મિનિસ્‍ટર કેમરોન સમક્ષ પણ કરાયેલી રજુઆતઃ પરિણામ શૂન્‍યઃ દારૂની લત ધરાવતા પિતાને ખરાબ કહેનાર બાળકની સ્‍કુલના સંચાલકોએ અશ્‍લીલ તથા શારિરીક શોષણમાં ખપાવ્‍યુઃ માતા શ્રુતિ દ્વારા ચોખવટ છતા નનૈયો

         

         

                  લંડનઃ બ્રિટનમાં ૬ માર્ચ ૨૦૧૩થી  બ્રિટીશ સોશીયલ સર્વીસના કબ્‍જામાં રહેલા ભારતીય મૂળના પાંચ વર્ષીય બાળક અચિંત્‍યને છોડાવવા માટેનો માતાપિતા શ્રુતિ તથા રજતના પ્રયત્‍નો  હજુ સુધી  કામિયાબ  બન્‍યા નથી.

                  ઓકસફોર્ડની બેયડર્સ હિલ પ્રાયમરી સ્‍કુલમાં કલાસ વનમાં ભણતા ભારતીય મૂળના  વિદ્યાર્થીઓ  અચિંત્‍યએ તેના શિક્ષક સમક્ષ  પોતાના પિતા ત્રાસ ગુજારતા હોવાની  રજુઆત કરી હતી. જેના અનુસંધાને ૬ માર્ચના રોજ સંચાલકોને વિદ્યાર્થીનું શારિરીક  શોષણ થતુ હોવાનું લાગતા  તેઓએ  પોલીસ  તથા સોશીયલ  સર્વીસના અધિકારીઓ  સમક્ષ ફરિયાદ કરતા અચિંત્‍યને  સોશીયલ સર્વીસના કબ્‍જામાં લઇ લેવાયો હતો.

                  અચિંત્‍યના માતા શ્રુતિના જણાવ્‍યા અનુસાર તેના પતિ રજતને દારૂ પીવાની ટેવ હોવાથી પોતે જ બાળક ને પિતાનુ વર્તન યોગ્‍ય નથી તેવુંશીખડાવી દારૂ ખરાબ વસ્‍તુ છે તેવું સમજાવવાની કોશીષ કરી હતી પરંતુ સ્‍કુલના સંચાલકોએ ખરાબ પિતાના ખરાબ વર્તનને અશ્‍લીલ તથા શારીરિક શોષણમાં ખપાવી દીધુ હતું.

                  માતા પિતાએ સોશીયલ સર્વીસ સમક્ષ ઉપરાંત પ્રાઇમ મિનિસ્‍ટર કેમરોન સમક્ષ પણ રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી બાળકને મુક્‍ત કરાયો નથી.

         
 (12:48 am IST)
[social_media]
 
 
[all_news_right_side]