NRI Samachar

News of Monday, 8th April, 2013

સાઉદી અરેબિયામાં તાત્‍કાલિક અસરથી અમલી બનાવાયેલ કાનૂન ‘‘નિતાકત''ની મુદ્દત ૨ મહિના સુધી લંબાવાઇ હોવાનું જણાવતા કેન્‍દ્રીય મંત્રી શ્રી એ.એહમદઃ જુન ૨૦૧૩ સુધીમાં મંત્રણા કરી રસ્‍તો કઢાશેઃ ‘‘નિતાકત'' ના અમલથી ભારતીય મૂળના ૩ લાખ જેટલા કામદારો બેકાર બની જવાની ભીતી

         

         

                  કેરાલાઃ  સાઉદીઃ અરેબિયામાં સ્‍થાનિક કામદારો માટે  ખાનગી કંપનીઓમાં પણ ૧૦ ટકા અનામત રાખવાની જોગવાઇ ધરાવતો  નવો કાનુન ‘‘નિતાકત''તાત્‍કાલિક અમલી બનવાનો હતો તે હવે ૨ મહિના સુધી અમલમાં નહીં મુકાય તેવું કેન્‍દ્રિય મિનિસ્‍ટર એ. એહમદએ જણાવ્‍યુ છે.

                  સાઉદી અરેબિયા શ્રમ મંત્રાલય સાથે આ અંગે જુન ૨૦૧૩ સુધીમાં મંત્રણા કરી રસ્‍તો કઢાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

                  અત્રે ઉલ્લેખનીય છે કે ‘‘નિતાકત''કાનૂન જો અમલી બને તો સાઉદી  અરબિયા સ્‍થિત ૩ લાખ જેટલા કામદારો બેકાર બની જાય તેમ છે.  જેમોના મોટા ભાગના કેરળના હોવાથી  કેરળના  મુખ્‍યમંત્રીશ્રી ઓમાન ચેંડીઓ ઉપરોક્‍ત બાબતે ઘટતુ કરવા  વડાપ્રધાન શ્રી  મનમોહન સિંઘ ઉપરોક્‍ત કેન્‍દ્રીય પ્રધાનો સમક્ષ રજુઆત કરી હતી.

         
 (12:48 am IST)
[social_media]
 
 
[all_news_right_side]