NRI Samachar

News of Monday, 8th April, 2013

એપ્રિલ ર૦૧૩ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી : ચાલુ માસ દરમ્‍યાન કૌટુંમ્‍બીક આધારીત તમામ કેટેગરીઓ એકથી પાંચ અઠવાડીયા આગળ વધી : રોજગાર આધારીત ઇ-૩ અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ બે અઠવાડીયા આગળ વધી : ઇ-ર કેટેગરી એકપણ અઠવાડીયું આગળ વધેલ નથી : અન્‍ય તમામ કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ છે

         

         

                  ( સુરેશ શાહ દ્વારા) બાર્ટ લેટ (શિકાગો) : એપ્રિલ  ૨૦૧૩ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોએ અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિધ્‍ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે કૌટુમ્‍બીક આધારીત ૧લી અને ૨ એ કેટેગરી ત્રણ-ત્રણ અઠવાડીયા ચાલુ માસ દરમ્‍યાન આગળ વધેલ છે. આ વિભાગની ૨બી અને ત્રીજી કેટેગરી ચાલુ માસ દરમ્‍યાન અનુક્રમે પાંચ અને એક અઠવાડીયું આગળ વધેલ છે. ચોથી કેટેગરી કે જેમાં અમેરીકન નાગરિકતા ધરાવનાગર વ્‍યકિતના પુખ્‍ત વયના ભાઇઓ તથા બહેનોને સમાવેશ થાયછે તે ચાલુ માસ દરમ્‍યાન ફકત એક અઠવાડીયું, આગળ વધેલ છે. ચાલુ માસ દરમ્‍યાન આ વિભાગની તમામ કેટેગરીઓ અમુક અઠવાડીયા આગળ વધવા પામેલ હોવાથી જે અરજ દારોએ પોતાના કુટુમ્‍બના સભ્‍યો માટે પીટીશન ફાઇલ કરેલ છે તેઓના રાહતની લાગણી ફેલાયેલી જોવા મળે છે.

                  ચાલુ માસ દરમ્‍યાન રોજગાર આધારીત ઇ-૨ કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી. ગયા માસ દરમ્‍યાન આ કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ ન હતી ચાલુ માસ દરમ્‍યાન ઇ-૩ તથા અન્‍ય કામદારોની કેટેગરી બે અઠવાડીયા આગળ વધેલ છે જયારે આ વિભાગની બાકીની તમામ કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇ પણ ઉમેદવાર અમેરીકા આવવા ઇચ્‍છતો હોય અને તે વીઝા માટે અરજી કરે તો તેને સહેલાઇથી વીઝા મળવાની શકયતાઓ રહેલ છે પરંતુ અરજદારે ઇમીગ્રેશન ખાતાના હાલના જે કાયદાઓ છે તેનું ચુસ્‍તપર્ણે પાલન કરવાનું રહેશે અને તેમને કરનારને કદાચ વીઝા ન પણ મળી શકે. આ અંગે ઇમીગ્રેશન ખાતાના કાયદાના નિષ્‍ણાંતોની સલાહ લેવી યોગ્‍ય થઇ પડશે.

                  આ અંગે વિશેષમાં જાણવા મળે છે તેમ એપ્રિલ ર૦૧૩ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારીત તમામ કેટેગરીઓ એકથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ હોવાથી પોતાના પરિવારના સંતાનો તથા અન્‍ય લાભાર્થીઓ માટે તેમના વડીલો તથા સબંધીતોએ અમેરીકા બોલાવવા માટે જરૂરી પીટીશનો ફાઇલ કરેલી છે. તેઓમાં સામાન્‍ય રીતે રાહતની લાગણી ફેલાયેલી જોવા મળે છે. આ વિભાગની ચોથી કેટેગરી કે જેમાં અમેરિકન નાગરિકત્‍વ ધરાવનારા વ્‍યકિતના પુખ્‍ત વયના ભાઇઓ તથા બહેનો માટે બોલાવવા માટે પીટીશન ફાઇલ કરેલ છે તે કેટેગરી ફકત એક જ અઠવાડીયું આગળ વધેલ છે. આવી પસ્રસ્‍થિતિ ચાલુ વર્ષમાં છેલ્લા ચાર વર્ષથી ચાલુઅ ાવતી હોવાથી અરજદારોમાં નિરાશાની લાગણી પ્રસરેલી જોવા મળે છે. હવે આગામી માસ દરમ્‍યાન આ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધે તે તરફ સૌ આશા માંડીને બેઠા છે.

                  વિશેષમાં ગયા ત્રણ માસ દરમ્‍યાન એક અને ર-એ કેટેગરી ત્રણ અને ચાર અઠવાડીયા આગળ વધવા પામેલ હતી પરંતુ ચાલુ માસ દરમ્‍યાન બંને કેટેગરીઓ ત્રણ ત્રણ અઠવાડીયા આગળ વધેલ છે.

                  રોજગાર આધારિત ઇ-૨ કેટેગરી ચાલુ  માસ એક પણ અઠવાડીયું આગળ વધવા પામેલ નથી. ગયા ત્રણ માસ દરમ્‍યાન પણ આ કેટેગરી એકપણ અઠવાડીયું આગળ વધેલ ન હતી અને આવી પરિસ્‍થિતિનું સર્જન થતાં અરજદારોમાં ઘોર નિરાશની લાગણી પ્રસરેલી જોવા મળે છે. ચાલુ માસ દરમ્‍યાન ઇ-૩ અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ બે અઠવાડીયા આગળ વધેલ છે. જયારે અગાઉના મહિનાઓમાં આ કેટેગરી એક અથવા બે અઠવાડીયા આગળ વધેલ હતી. આથી અરજદારોમાં રાહતની લાગણી પ્રસરેલી જોવા મળે છે.

         એપ્રિલ-૨૦૧૩ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી

         કૌટુમ્‍બીક    આધારીત વિભાગો.                                          ભારત કટ ઓફ તારીખ

                  ૧.         અમેરીકન નાગરિકત્‍વ 

                             ધરાવનાર વ્‍યકિતના ૨૧ વર્ષથી

                    વધુ વયના અપરણીત પુત્રો તથા પુત્રીઓ (F-1)                   ૮મી માર્ચ ૨૦૦૬

                  ૨એ.      કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્‍નિ

                    તથા અપરણીત બાળકો(F-         2A)                                                         ૧પમી ઓકટોબર ૨૦૧૦

                  ૨બી.      કાયમી વસવાટ કરનારઓના ૨૧ વર્ષથી                          

                     વધુ વયના અપરણીત પુત્રો તથા પુત્રીઓ-(F-2B)                    ૮મી એપ્રિલ ૨૦૦૫

                  ૩.         અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના

                             પરણીત પુત્રો તથા પુત્રીઓ                                          રર મીજુલાઇ ૨૦૦૨

                  ૪.         અમેરીકન નાગરિકત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિના

                   પુખ્‍ત વયના ભાઇઓ તથા બહેનો (F-4)    ૧ લી મે ૨૦૦૧

         રોજગાર આધારિત વિભાગો

         ૧.         ચઢિયાતા કામદારો (E-1) -                                           વર્તમાન-

         ૨.         ધંધાકીય ડીગ્રી ધારણ કરનાર વ્‍યક્‍તિઓ (E-2)                     ૧ લી સપ્‍ટેમ્‍બર ૨૦૦૪

         ૩.         કુશળ કારીગરો (E-3)                                                 ૮ મી ડીસેમ્‍બર ૨૦૦૨

                    અન્‍ય કામદારો (E-W)                                                ૮ મી ડીસેમ્‍બર ૨૦૦૨

         ૪.         ચોક્કસ અમૂક વસાહતીઓ (E-4)                                    વર્તમાન

                             ધાર્મિક વ્‍યક્‍તિઓ                                                     વર્તમાન

                  ૫.         નોકરી માટેની તકો                                                   વર્તમાન

                  ૫.         નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્‍પન કરનાર                     વર્તમાન

         ૫.       પાયલોટ પ્રોગ્રામ          વર્તમાન

         કટઓફ તારીખ

         માર્ચ૨૦૧૩ માસ દરમ્‍યાન વીઝા અંગેની જે માહિતી ઓ હતી અને એપ્રિલ-૨૦૧૩ ચાલુ માસ દરમ્‍યાન ઉપરોક્‍ત મુજબની વીઝા અંગેની જે માહિતીઓ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે તેનાથી કઇ કેટેગરીઓ કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

                  કૌટુમ્‍બીક                            ગયા મહિનાની                        ચાલુ માસની                         કેટલા અઠવાડીયા

                  આધારીત                           કટ ઓફ તારીખ                       કટ ઓફ તારીખ                      આગળ વધી

         કેટેગરી

                  ૧.                                   ૧પ મી ફેબ્રુઆરી ૨૦૦૬              ૮ મી માર્ચ ર૦૦૬                   ત્રણ અઠવાડીયા

                  ૨એ.                                 ૨૨મી નવેમ્‍બર ૨૦૧૦               ૧પ મી ડીસેમ્‍બર ૨૦૧૦            ત્રણ અઠવાડીયા

                  ૨બી.                                ૧ લી માર્ચ ૨૦૦પ                    ૮ મી એપ્રિલ ૨૦૦૫                 પાંચ અઠવાડીયા

                  ૩.                                   ૧પ મી જુલાઇ ૨૦૦૨                 રર મી જુલાઇ ૨૦૦૨                એક અઠવાડીયા

         ૪.       રર મી એપ્રીલ ૨૦૦૧     ૧ લી મે ર૦૦૧            એક અઠવાડીયુ

         રોજગાર આધારીત વિભાગો

                  ઇ-૧                                 વર્તમાન-                                     વર્તમાન-                          -

                  ઇ-૨                                 ૧ લી સપ્‍ટેમ્‍બર ૨૦૦૪               ૧ લી સપ્‍ટેમ્‍બર ૨૦૦૪             -કઇનહી-

                  ઇ-૩                                 ૨૨ મી નવેમ્‍બર  ૨૦૦૨             ૮ મી ડીસેમ્‍બર-૨૦૦૨              એક અઠવાડીયું

                  બીજા અન્‍ય

                  કામદારો                            રર મી નવેમ્‍બર ૨૦૦૨              ૮ મી ડીસેમ્‍બર-૨૦૦૨              એક અઠવાડીયું

                  ચોક્કસ અમુક

                  વસાહતીઓ                         વર્તમાન                               -વર્તમાન -                            -

                  ધાર્મિક

                  વ્‍યકિતઓ-                          વર્તમાન-                               -વર્તમાન-                            -

                  નોકરી

                  માટેની તકો                         વર્તમાન-                               -વર્તમાન-                            -

                  નક્કી કરેલા

                  વિભાગમાં                           -વર્તમાન-                               -વર્તમાન-                            -

                  રોજગાર ઉત્‍પન્‍ન કરનાર 

                  પાયલોટ પ્રોગ્રામ                                       -વર્તમાન-                  -વર્તમાન-                  -         

         
 (01:11 am IST)
[social_media]
 
 
[all_news_right_side]