NRI Samachar

News of Monday, 8th April, 2013

ઇમીગ્રેશન સુધારણા બીલમાં નવી કેટેગરી લો સ્‍કીલ્‍ડ ઇમીગ્રાંટના વેતન અંગે તથા ચેમ્‍બર ઓફ કોર્મસના પ્રતિનિધિઓ વચ્‍ચે પરસ્‍પર સહમતી સધાઇઃ છેલ્લા બે અઠવાડીયાથી બંધ બારણે બંને પક્ષો વચ્‍ચે ચાલતી ચર્ચાઓ અંતે ફળદાયી નિવડીઃ ચાલુ એપ્રીલ માસમાં સેનેટમાં ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે યોગ્‍ય ખરડો રજૂ થશેઃ સમગ્ર અમેરિકામાં રાહતની લાગણી

ઇમીગ્રેશન સુધારણા બીલમાં નવી કેટેગરી લો સ્‍કીલ્‍ડ ઇમીગ્રાંટના વેતન અંગે તથા ચેમ્‍બર ઓફ કોર્મસના પ્રતિનિધિઓ વચ્‍ચે પરસ્‍પર સહમતી સધાઇઃ છેલ્લા બે અઠવાડીયાથી બંધ બારણે બંને પક્ષો વચ્‍ચે ચાલતી ચર્ચાઓ અંતે ફળદાયી નિવડીઃ ચાલુ એપ્રીલ માસમાં સેનેટમાં ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે યોગ્‍ય ખરડો રજૂ થશેઃ સમગ્ર અમેરિકામાં રાહતની લાગણી

         

         

                  (સુરેશ શાહ દ્રારા) બાર્ટલેટ (શિકાગો) ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે અમો અનેક સમાચારો અમારા વાંચક વર્ગ માટે પ્રસિધ્‍ધ કરી ચૂકયા છીએ અને સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા ભારતીય સમુદાયના લોકોને તે અંગે સારો એવો પ્રતિસાદ પણ પ્રાપ્ત થયેલ છે. ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે અમોને છેલ્લામાં છેલ્લી પ્રપ્ત થયેલ માહિતી અનુસાર અમેરીકન કામદાર સંગઠનના નેતાઓ તથા અમેરીકન ચેમ્‍બર ઓફ કોર્મસના પ્રતિનિધિઓ વચ્‍ચે ગયા શુક્રવારને ૨૯મી માર્ચે બંધ બારણે લોસ્‍કીલ્‍ડ ઇમીગ્રાંટ વર્કર નામની જે નવી કેટેગરી ઉભી થનાર છે તેમાં કામ કરનાર  કર્મચારીઓના વેતન અંગે પરસ્‍પર સહમતિ સધાતા હવે ઇમીગ્રેશન સુધારણા બીલ વેગીલી ગતિએ આગળ વધશે એવાં ચિન્‍હો દ્રષ્‍ટિ ગોચર થઇ રહયા છે.

                  છેલ્લા બે અઠવાડિયા એટલે કે ૨૩મી માર્ચથી ૭મી એપ્રિલ સુધીના સમય દરમિયાન હાઉસ તથા સેનેટનાં પ્રતિનિધિઓ ઇસ્‍ટર વેકેશન ભોગવવા પોત પોતાના મત વિસ્‍તારમાં ગયા હોવાથી બંને ગૃહોની કાર્યવાહી સ્‍થગીત રહેવા પામી હતી અને તેથી સ્‍વાભાવીક રીતે અમેરીકામાં વસવાટ કરતા તમામ રહીશોમાં એક એવી લાગણી પ્રસરી જવા પામી હતી કે ચાલુ એપ્રીલ માસ દરમિયાન ઇમીગ્રેશન સુધારણા બીલ સેનેટમાં રજૂ થશે કે કેમ ? વધારામાં એવા પણ સમાચાર બહાર આવ્‍યા હતા કે ઇમીગ્રેશન સુધારણા બીલમાં જે એક નવી કેટેગરી ઉભી કરાનાર છે તેને લો સ્‍કીલ્‍ડ ઇમીગ્રાંટ વર્કર એવું નામ આપવાની જે વિચારણા ચાલે છે જેમાં લેન્‍ડસ્‍કેપીંગ, મીટપેકીંગ, હાઉસ કીપીંગ તેમજ અન્‍ય વિભાગોનો સમાવેશ કરવામાં આવનાર છે તેમાં કાર્ય કરનારા કામદારોને સો પગાર આપવો તે અંગે અનેક પ્રકારની મડાગાંઠો ઉભી થવા પામી હતી. અને બંને પક્ષો વચ્‍ચે લાંબુ અંતર પડી જતાં ઇમીગ્રેશન સુધારણા બીલ અંગેની તમામ કાર્યવાહીઓ ખારંભે પડી જશે એવો સતત ભય સતાવતો હતો પરંતુ બંને પક્ષો બંધ બારણે વેકેશન હોવા છતાં ચર્ચાનો દોર ચાલુ રાખતાં માર્ચ માસની ૨૯મી તારીખને શુક્રવારે સમીસાંજે તેઓની વચ્‍ચે નવા વેતનના દરો અંગે એકમતિ સાધવા પામી હતી અને આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી હતી. આથી ઇમીગ્રેશન સુધારણા બીલ અંગેની સમગ્ર કાર્યવાહી ખોરંભે પડશે એવો જે સતત ભય સતાવતો હતો તેમાંથી સોૈ લોકોએ રાહતનો દમ ખેંચ્‍યો હતો.

                   એપ્રીલ માસની ૮ તારીખને સોમવારથી બંને ગૃહો કાર્ય કરતા થઇ જશે તેથી ઇમીગ્રેશન સુધારણા બીલ ચાલુ એપ્રીલ માસમાં જ રજૂ કરવામાં આવશે અને વિશ્વાસપાત્ર સાધનો દ્રારા જાણવા મળેલ છે તે મુજબ તેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલુ રહેલ છે. કામદાર સંગઠનના પ્રમુખ રીચાર્ડ ટ્રુમકા તથા અમેરીકન ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રતિનિધિ અને સીઇઓ થોમસ ડોનોહયુએ ગયા શુક્રવારે પારસ્‍પરિક સહમતી સધાયા બાદ ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે મહત્‍વનો ફાળો આપી રહેલો ન્‍યુયોર્કના ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર ચાર્લ્‍સ શ્‍યુમરને ફોન દ્રારા આ બીનાની જાણ કરવામાં આવી હતી. બંને પક્ષે એમ પણ વધારામાં જણાવ્‍યું હતું કે આ સમગ્ર પ્રશ્ન અંગે હજુ પણ થોડી કાર્યવાહી કરવાની બાકી રહે છે. પરંતુ અમોને આશા છે કે તે અમો સંયુકત પ્રયાસો અને ચર્ચાઓ દ્રારા પૂર્ણ કરીશું.

                  વિશેષમાં જાણવા મળે છે તેમ સેનેટની ઉચ્‍ચ કક્ષાની જયુડીસરી કમીટીના સભ્‍ય જેફ સેસીઅને જણાવ્‍યું હતું કે જે લોકો અમેરીકામાં કામદાર તરીકે કાર્ય કરતા હોય અને તેઓ યુનીયનના સભ્‍ય હોય કે ન હોય પરંતુ તમામ કામદારોને આ ગેસ્‍ટ વર્કર પ્રોગ્રામના લાભો મળે તે અંગે સતત કાર્ય કરતો રહીશ. આનાથી એવું પણ બનાવાની શકયતાઓ રહેલી છે કે આ નવા પ્‍લાનથી અમેરીકનોના વેતનોનાં દરમાં કદાચ ઘટાડો પણ થઇ શકે અને નોકરીની તકો પણ ઓછી થાય.

                  ઇમીગ્રેશન ખાતાના હાલમાં જે રીતે કાર્ય કરતા નથી આથી તેમાં ક્રાંતિકારી સુધારાઓ કરવા માટેના જરૂરી પગલાંઓ છેલ્લા અઢી માસથી લેવાઇ રહયા છે અને તેમાં આઠ સેનેટરો બંધ બારણે અથાગ પરિશ્રમ કરી રહેલ છે.અને છેલ્લા સમાચાર અનુસાર કામદાર સંગઠનના નેતાઓ તથા અમેરીકન ચેમ્‍બર ઓફ કોર્મસના પ્રતિનિધિઓ વચ્‍ચેના નવા વેતનના દરો અંગે એકમતિ કેળવાતાં ઇમીગ્રેશન સુધારણા બીલમાં અનેક પ્રકારના અવનવા ફેરફારો જોવા મળશે અને તેમાં મુખ્‍યત્‍વે નવી વીઝાની કેટેગરીઓ કે જે દ્રારા અમેરીકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં રહીશોને કાયમનો હક્ક પ્રાપ્ત થાય અને ત્‍યારબાદ તે અમેરીકન નાગરિકત્‍વ પણ પ્રાપ્ત કરી શકે. એક અંદાજ અનુસાર હાલમાં અમેરીકામાં ૧૧ મીલીયન એટલે કે એકલો દસ લાખ લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે.

         કામદારો નેતાઓ તથા અમેરીકન ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ વચ્‍ચે ગયા અઠવાડીયે અનેક ગરમાગરમી ભરી ચર્ચા વિચારણા અને રજૂઆત થઇ હતી અને તેમાં ચેમ્‍બરના પ્રતિનિધિઓએ સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું કે જો કામદારોને વેતનના દરો ઉચા રાખવાનો આગ્રહ રાખવામાં આવશે તે પછી મોટા ભાગના બીઝનેસમેનો આ નવા પ્રોગ્રામનો અમલ કરશે નહી અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કામદારોને પોતાના વ્‍યવસાયમાં નોકરીએ રાખી તે મુજબની કાર્યવાહી ચાલુ રાખશે ત્‍યારબાદ જરૂરી ચર્ચા વિચારણાના અંતે અમેરીકનોને હાલમાં આ કાર્ય અંગે જે વેતન આપવામાં આવશે અથવા હાલમાં જે વેતન જે તે કામદારને આપવામાં આવે છે તેજ વેતન નવા કામદારને આપવામાં આવે તે જ વેતન આ નવા કામદારને આપવામાં આવહે એવું નક્કી કરવામાં આવ્‍યું હતું.

         છેલ્લા અઢી માસથી ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે જે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમાં અનેક પ્રકારની અડચણો ઉભી થવા પામી હતી પરંતુ સમજુ નેતાઓની રજૂઆતને ધ્‍યાનમાં લઇ સમગ્ર બાજુએ થોડી બાંધછોડ કરી જે એકાગ્રતા જળવાઇ રહી છે. તેનાથી અમેરીકામાં વસવાટ કરતા તમામ લોકોમાં રાહતની લાગણી પ્રસરેલી જોવા મળે છે. સેનેટમાં ઇમીગ્રેશન સુધારણા બીલ રજૂ થયા બાદ તેની સંપૂણ વિગતોથી અમો અમારા વાંચક વર્ગને માહિતગાર કરીશું તેની સોૈ નોંધ લે આગામી ૨૦૧૪ના વર્ષથી એફોર્ડેબલ- હેલ્‍થકેર એકટનો અમલ શરૂ થનાર છે અને તેથી તેમાં પણ ઇમીગ્રેશન ખાતાના જેવા અનેક પ્રકારના ક્રાંતિકારી ફેરફરો આવનારા છે. અમો તે અંગે પણ અમેરીકામાં વસવાટ કરતા ભારતીય સમાજના લોકોને સરળ ભાષામાં તેની સમજ પડે તથા માહિતી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો હાથ  ધરેલ છે અને ટૂક સમયમાં મેડીકેર, મેડીકેડ તથા સોસીયલ સીકયોરીટીમાં જે અવનવા ફેરફારો આવી રહયા છે તેની વિગતો અમો અત્રે રજૂ કરીશું તેની વાંચક વર્ગ ખાસ નોંધ લે એવી આશા.

         
 (01:14 am IST)
[social_media]
 
 
[all_news_right_side]