NRI Samachar

News of Tuesday, 9th April, 2013

અમેરિકાની નોનપ્રોફીટ સેવાકીય સંસ્‍થા ‘‘હેન્‍ડ ઇન હેન્‍ડ''(HIH)USA ના ઉપક્રમે યોજાઇ ગયેલો ૧૧મો વાર્ષિક ફંડ રેઇઝીંગ ‘‘કાર્યક્રમઃ ભારતના ઓરિસ્‍સામા આવેલા બાલાશ્રમના ૪૦૦ બાળકો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોના જરૂરિયાતમંદો માટે એકત્ર થયેલુ ૧,૨૦,૦૦૦ ડોલરનું જંગી દાનઃ સ્‍કુલના બાળકોએ ખિસ્‍સાખર્ચીની રકમ દાનમાં આપી દીધીઃ વાર્ષિકોત્‍સવમાં રજુ કરાયેલા ડાન્‍સ, ગણેશ સ્‍તુતિ, ફિલ્‍મી ગીતો સહિતના સાંસ્‍કૃતિક કાર્યક્રમોથી પ્રેક્ષકો ખુશખુશાલ

અમેરિકાની નોનપ્રોફીટ સેવાકીય સંસ્‍થા ‘‘હેન્‍ડ ઇન હેન્‍ડ\'\'(HIH)USA ના ઉપક્રમે યોજાઇ ગયેલો ૧૧મો વાર્ષિક ફંડ રેઇઝીંગ ‘‘કાર્યક્રમઃ ભારતના ઓરિસ્‍સામા આવેલા બાલાશ્રમના ૪૦૦ બાળકો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોના જરૂરિયાતમંદો માટે એકત્ર થયેલુ ૧,૨૦,૦૦૦ ડોલરનું જંગી દાનઃ સ્‍કુલના બાળકોએ ખિસ્‍સાખર્ચીની રકમ દાનમાં આપી દીધીઃ વાર્ષિકોત્‍સવમાં રજુ કરાયેલા  ડાન્‍સ, ગણેશ સ્‍તુતિ, ફિલ્‍મી ગીતો સહિતના સાંસ્‍કૃતિક કાર્યક્રમોથી પ્રેક્ષકો ખુશખુશાલ

         

         

         યુ.એસ.: યુ.એસ.એ.ની નોનપ્રોફીટ સંસ્‍થા‘‘હેન્‍ડ ઇન હેન્‍ડ'' (         HIN)નો ૧૧મો ફંડ રેઇઝીંગ વાર્ષિક કાર્યક્રમ ૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ હોલીડે ઇન, ૩૪૦૫, વેસ્‍ટ આલ્‍ગોનકવીન રોડ, રોલીંગ મિડોઝ મુકામે યોજાઇ ગયો. જેમાં ૧ લાખ ૨૦ હજાર ડોલરનું જંગી દાન પ્રાપ્‍ત થયુ હતુ. કાર્યક્રમમાં સ્‍થાનિક કલાકારો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો ડાન્‍સ તથા ગીતો રજુ કરાયા હતા.

         કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ૩ પડોશી શહેરો શૌમબર્ગ, હોફમેન એસ્‍ટેટસ તથા હોનોવર પાર્કના મેયરો અનુક્રમે એલ લાર્સન, બિલ એમ્‍સીલિયોડ તથા રોડને ક્રેઇગએ હાજર કરી શોભામાં અભિવૃધ્‍ધિ કરી હતી. ઉપરાંત સુશ્રી એલિઝાબેથ મ્‍યુનિચ, પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં HIH          દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓની ડોકયુમેન્‍ટરી દર્શાવાઇ હતી.

         ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત HIH          ના પ્રેસિડન્‍ટ સુશ્રી દુર્ગા ચિન્‍દુરીએ કર્યુ હતું. વોલીન્‍ટીયર શ્રી પુનિત મંછારામાનીએ ભારતાના ઓરિસ્‍સામાં આવેલા અનાથાશ્રમની ગયા વર્ષે લીધેલી મુલાકાતનો અહેવાલ આપ્‍યો હતો. જે અંતર્ગત જણાવ્‍યુ હતું કે ૨૦૦૨ની સાલમાં શરૂ થયેલા બાલાશ્રમમાં હાલમાં ૪૦૦ જેટલા બાળકો છે. તથા દર વર્ષે ૪૦ બાળકોનો તેમાં ઉમેરો થાય છે.

         બાલાશ્રમમાં બાળકોને શિક્ષણ ઉપરાંત ડાન્‍સ, ડ્રામા, રમતગમત, રસોઇ, સહિતની ઇતર પ્રવૃતિઓ પણ શીખડાવાય છે. તથા બાલાશ્રમના બિલ્‍ડીંગમા સાયન્‍સ લેબનું પણ નિર્માણ થઇ રહ્યુ હોવાનું જણાવ્‍યુ હતું.

         કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્‍કૃતિ કૃતિઓ તરીકે નૃત્‍ય તરંગ ડાન્‍સ એકેડમી દ્વારા તથા પ્રેરણા સ્‍કુલ ઓફ પર્ફોમીંગ આર્ટસના ઉપક્રમે વિવિધ કૃતિઓ રજુ થઇ હતી. જેમાં કુચીપુડી ડાન્‍સ, તથા શ્રી મહાગણેશ પંચરત્‍નમ, સહિત વિવિધ કૃતિઓનો સમાવેશ કરાયો હતો. અંકુર વિદ્યાલયના  ૪ થી ૧૪ વર્ષની ઉમરના બાળકોએ પણ પોતાની ખિસ્‍સા ખર્ચીમાંથી કરેલ બચત દાત રૂપે અનેક દાતાઓએ ઉદાર દિલે સખાવત કરી હતી.

         સુશ્રી શર્મિષ્‍ઠા જેનાએ ગણેશ વંદના રજુ  કરી હતી. તથા મોહન થેયુન્‍નીએ રાજકપૂરના ગીતો તાલબધ્‍ધ પેશ કર્યા હતા. તેમજ સારેગમ ઓરકેસ્‍ટ્રાએ પણ વિવિધ ધૂનો રજુ કરી હતી.

                  HIH યુ.એસ.એ. દ્વારા કરાતી સેવાકીય પ્રવૃતિઓ અંતર્ગત ઓરિસ્‍સાના બાલાશ્રમને અપાતુ દાન ઉપરાંત ભારતભરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આરોગ્‍ય સેવાઓ તેમજ કુદરતી આફતો વખતે ભારત ઉપરાંત પાકિસ્‍તાનને પણ રાહત હતી. HIH          ના વોલીન્‍ટીયર્સ કોઇપણ જાતનું વળતર લીધા વિના નિસ્‍વાર્થ ભાવે સેવાઓ આપતા હોવાથી દાનમાં મળતી તમામ રકમ સેવાકીય અને પરોપકારી કાર્યો માટે વપરાય છે. (એશિયન મિડીયા ન્‍યુઝ સર્વીસ)

         
 (11:59 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]