NRI Samachar

News of Tuesday, 9th April, 2013

ભારતથી હજારો જોજન દૂર અમેરિકા સ્‍થિત ‘‘એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશન''ના ઉપક્રમે ભારતના છેવાડાના તથા ગ્રામ્‍ય વિસ્‍તારોના જરૂરીયાતમંદ બાળકો માટે એકત્ર કરાયેલુ ૧૮૨૦૦ ડોલરનું દાનઃ નોનપ્રોફીટ એન.જી.ઓ. સંસ્‍થા ‘‘એકલ''દ્વારા ઉજવાઇ ગયેલો ‘‘સ્‍વર સંજીવની ૨૦૧૩''કાર્યક્રમઃ ભારતના દરેક રાજ્‍યોની મળીને ૪૬૯૬૬ જેટલી સ્‍કુલોના સંચાલન દ્વારા ૧૩,૩૫,૦૭૮ જેટલા બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડતી સંસ્‍થા ‘‘એકલ''ની ઉજવાઇ ગયેલી રજત જયંતિઃ ૨૦૧૫ સુધીમાં એક લાખ સ્‍કુલોને આવરી લેવાનો લક્ષ્યાંક

ભારતથી હજારો જોજન દૂર અમેરિકા સ્‍થિત ‘‘એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશન\'\'ના ઉપક્રમે ભારતના છેવાડાના  તથા ગ્રામ્‍ય વિસ્‍તારોના જરૂરીયાતમંદ બાળકો માટે એકત્ર કરાયેલુ ૧૮૨૦૦ ડોલરનું દાનઃ નોનપ્રોફીટ એન.જી.ઓ. સંસ્‍થા ‘‘એકલ\'\'દ્વારા ઉજવાઇ ગયેલો ‘‘સ્‍વર સંજીવની ૨૦૧૩\'\'કાર્યક્રમઃ ભારતના દરેક રાજ્‍યોની મળીને ૪૬૯૬૬ જેટલી સ્‍કુલોના સંચાલન દ્વારા ૧૩,૩૫,૦૭૮ જેટલા બાળકોને શૈક્ષણિક સહાય પૂરી  પાડતી સંસ્‍થા ‘‘એકલ\'\'ની ઉજવાઇ ગયેલી રજત જયંતિઃ ૨૦૧૫ સુધીમાં એક લાખ સ્‍કુલોને આવરી લેવાનો લક્ષ્યાંક

         

         

         યુ.એસ.: ભારતથી હજારો જોજન દૂર અમેરિકામાં વસતા એકલ વિદ્યાલયના બાળકોએ  છેવાડાના  તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે  ૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ  ‘‘સ્‍વર સંજીવની ૨૦૧૩''કાર્યક્રમનું આયોજન કરી ૧૮૨૦૦ ડોલરનું દાન એકત્ર કરી બતાવી  દેશપ્રેમ વ્‍યકત કર્યો છે.

         ગ્‍લેનબાર્ડ નોર્થ હાઈસ્‍કુલ ૯૯૦ કુહન રોડ કારોલ સ્‍ટ્રીમ ઈલિનોઇસ મુકામે  યોજાયેલા ધન એકત્રિકરણ કાર્યક્રમમાં આ વર્ષે ૨૦૧૩ સ્‍વામી વિવેકાનંદની  ૧૫૦ મી જન્‍મજયંતિ તરીકે  ઉજવવા માટે ‘‘એકલ  નેશનલ કોન્‍ફરન્‍સ સપ્‍ટે ૨૦૧૩'' દરમિયાન સ્‍પોન્‍સર કરવાની ઘાોષણા કરાઇ હતી.

         એકલ વિદ્યાલયના ઉપક્રમે ભારતના ૪૬૯૬૬ જેટલા  ગ્રામ્‍ય વિસ્‍તારોના ૧૩,૩૫,૦૭૮ જેટલા બાળકોના ઉત્‍કર્ષ માટેકોઇપણ જાતની  સરકારી સહાય લીધા વિના સેવાકિય ધોરણે  એકલ નોનપ્રોફિટ એન.જી.ઓ. સંચાલન દ્વારા ભંડોળ એકત્રીત કરી સહાય પૂરી  પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત ૨૦૧૫ સુધીમાં ભારતના એક લાખ જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારો આવરી લેવાનો લક્ષ્યાંક છે.

         એકલ યુ.એસ.એ દ્વારા દર વર્ષે ૪૦ લાખ  ડોલર જેટલી સખાવત એકત્રિત થાય છે.  જે તેની  સેવાકિય કામગીરીની પ્રતિષ્‍ઠાને  કારણે છે. તેથી  જ તેને છેલ્લા થોડા વર્ષોથી બેસ્‍ટ એન.જી.ઓ. સહિતના એવોર્ડ ઉપરાંત ગ્રાન્‍ટ મળે છે. જે અંતર્ગત  ૧૦ ટકા રકમ  વહીવટી ખર્ચમાં તથા બાકીની ૯૦ ટકા રકમ સેવાકિય કાર્યોમાં વપરાય છે.

         એકલન ઉપક્રમે ભારતના લગભગ દરેક રાજયોની મળીને ૪૭૦૦૦ જેટલી સ્‍કુલો ચાલે છે. જે અંતર્ગત ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે.

         કાર્યક્રમની શરૂઆત ‘દીપ પ્રાગટય'થી થઇ હતી. જે.માટે ડો. આસુતોષ ગુપ્‍તા, ડો. મહેન્‍દ્ર પટેલ, તથા હંશા પટેલ, તેમજ ડો. હસમુખ શાહ, અને જયોત્‍સના શાહએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકયો હતો. શ્રી હરીશ દોશીએ સ્‍વાગત તથા પરિચય કરાવ્‍યા હતા.

         કાર્યક્રમમાં ઉપસ્‍થિત વકતાઓએ ‘‘વિદ્યા દાન સર્વશ્રેષ્‍ઠ દાન''ગણાવી સ્‍વામી વિવેકાનંદના વકતવ્‍યને ટાંકયુ હતું.

         આ વર્ષ એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશનની સ્‍થાપનાનું ૨૫મુ વર્ષ છે. જે સિલ્‍વર જયુબલી વર્ષ તરીકે ઉજવાયુ હતું. જે અંતર્ગત યોજાયેલા સાંસ્‍કૃતિ કાર્યક્રમમાં સારેગમપ મેલોડી કવીન સંજીવની ભેલાન્‍ડે, ચિરાગ પંચાલ, મોહિત, અમીત,રૂપેશ ઉપરાંત બોલીવુડના લોકપ્રિય કલાકારોએ વિવિધ કૃતિઓ રજુ કરી પ્રેક્ષકોના મન હરી લીધા હતા.

         શ્રી કમલેશ શાહએ ઉપસ્‍થિત તમામ દાતાઓ તેમજ આમંત્રિતોના સહકાર બદલ તમામનો આભાર માન્‍યો હતો.

                  ‘એકલ'ને સાથ આપવા માટે ૪૦૦૦ જેટલા નિસ્‍વાર્થ વોલન્‍ટીયર્સની ફોજ છે. એકલ વિષયક વિશેષ માહિતિ          WWW.EKAL.ORG           દ્વારા મેળવી શકાય છે. (એશિયન મિડીયા ન્‍યુઝ સર્વીસ)

 (12:00 am IST)
[social_media]
 
 
[all_news_right_side]