NRI Samachar

News of Tuesday, 9th April, 2013

દ્વારકાધીશ મંદિર, પાર્લીન, ન્‍યુજર્સીમાં ૧૪ એપ્રિલ ૨૦૧૩ના રોજ ડો. વર્માનો હેલ્‍થ સેમિનારઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશઃ આયુર્વેદ દ્વારા તંદુરસ્‍ત તથા આનંદપ્રદ જીવનશૈલી અપનાવી તમામ મૂંઝવણો અને તનાવમાંથી મુક્‍ત થવાનો રાજમાર્ગ બતાવાશે

         (દિપ્‍તીબેન જાની દ્વારા): ન્‍યુજર્સીઃ દ્વારકાધીશ મંદિર પાર્લીન, ન્‍યુજર્સી મુકામે ૧૪ એપ્રિલ ૨૦૧૩ રવિવારે બપોરે ૪-૩૦ થી ૭ વાગ્‍યા દરમિયાન ડો. વર્માનો હેલ્‍થ સેમિનાર યોજવામાં આવ્‍યો છે. જેમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે.

         આયુર્વેદ દ્વારા તંદુરસ્‍તી બક્ષતી જીવન પધ્‍ધતિ વિષયક જાણકારી આપતા સેમિનારમાં અબાલ વૃધ્‍ધ તમામ માટે આનંદપ્રદ જીવન કેમ જીવવું તે વિષયક માર્ગદર્શન અપાશે. જે અંતર્ગત વર્તમાન સમસ્‍યાઓ, તેમજ મૂંઝવણોમાંથી છૂટકારો મેળવવાના સચોટ ઉપાયો દર્શાવાશે.

         તંદુરસ્‍ત જીવન પ્રણાલી માટે ડો. વર્માનો ફોન નં.૮૮૮-૬૦૨-૨૯૬૩ અથવા ૬૦૭- ૫૨૭-૭૬૨૫ દ્વારા અથવા ઇમેલ dr.varmaoffice@gmail.com            અથવા વેબસાઇટ www.herbayur.com          દ્વારા સંપર્ક સાધી આજથી જ નવજીવન મેળવી શકાય છે.

 (12:00 am IST)
[social_media]
 
[all_news_right_side]