NRI Samachar

News of Tuesday, 9th April, 2013

ઇટાલી સ્‍થિત ભારતીય મૂળના ૩૭ વર્ષીય કુમાર રાજ ઉપર ૫૬ વર્ષીય પૂર્વ પત્‍ની તથા ૧૯ વર્ષીય પુત્રીની હત્‍યા કરવાના આરોપસર ધરપકડઃ ૨૦૦૮ ની સાલમાં ભારતમાં લગ્ન કર્યા બાદ ઇટાલીનું નાગરિકત્‍વ મેળવ્‍યુઃ ઇટાલીમાં થયેલો નાણાંકીય ઝઘડો હત્‍યામાં પરિણમ્‍યો

         

         

         રોમઃ ઇટાલીઃ ઇટાલી સ્‍થિત ભારતીય મૂળના ૩૭ વર્ષીય કુમાર રાજઉપર તેની પૂર્વ ઇટાલીયન પત્‍ની ૫૬ વર્ષીય ફ્રાન્‍સેસ્‍કા ડી.ગ્રાઝીઆ તથા તેની ૧૯ વર્ષીય પુત્રી માર્ટીના ઇન્‍કોસીઆટીની હત્‍યા કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે.

         સેન્‍ટ્રલ ઇટાલીના ફલોરા ગામે ઉપરોક્‍ત બનાવ બનવા પામ્‍યો છે. જે અંતગર્ત કુમારે છરીથી તેની હત્‍યા કરી હતી. ત્‍યારબાદ તે છરી એપાર્ટમેન્‍ટ નજીક આવેલી કેનાલમાંથી મળી આવી હતી. કુમારે મેજીસ્‍ટ્રેટ શ્રી જીયુસિપ્‍યે મિલીઆનો સમક્ષ હત્‍યા કરી હોવાની કબુલાત કરી લીધી છે.

         કુમાર તથા ડી. ગ્રાઝીઆએ ૨૦૦૮ ની સાલમાં ભારતના હરિયાણામાં આવેલા કુરૂક્ષેત્રમાં લગ્ન કર્યા હતા. ત્‍યારબાદ કુમારને ઇટાલીની સીટીઝનશીપ મળતા તેણે ૧૫૦ યુરોના હપ્‍તેથી ગ્રાઝીઆને ૮૦૦૦ પુરો આપવાની કબુલાત કરી હતી. તેવું સ્‍થાનિક સમાચાર પત્ર દ્વારા જાણવા મળે છે.

                  બાંધકામ ક્ષેત્રના વ્‍યવસાયમાં મજુરીકામ કરતા કુમારે જણાવ્‍યા મુજબ ગ્રાઝીઆ અવારનવાર તેની પાસે નાણાંની ઉઘરાણી માટે આવ્‍યા કરતી હતી. જેથી ગયા શનિવારે નાણાંકીય ઝઘડો વધી જતા બનાવ હિંસામાં પરિણમ્‍યો હતો.    

         
 (12:01 am IST)
[social_media]
 
 
[all_news_right_side]