NRI Samachar

News of Wednesday, 10th April, 2013

સમાજમાં અહિંસા પ્રસ્‍થાપિત કરવી હોય તો તમામ લોકોએ સહિયારા પ્રયાસો માટે બહાર આવવું પડશે : નિર્ભય બનીને હિંસા સામે લડત આપીશું તો જરૂરથી તેમાં સફળતા મેળવીશું : શ્રી શ્રી રવીશંકર : શિકાગોની આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ચૂંટાયેલ રાજકીય આગેવાનોએ આપેલી હાજરી : રાજયના ગવર્નર પેટ કવીને ર૮ મી માર્ચ સમગ્ર રાજયમાં અહિંસા દિન તરીકે જાહેર કર્યો

સમાજમાં અહિંસા પ્રસ્‍થાપિત કરવી હોય તો તમામ લોકોએ સહિયારા પ્રયાસો માટે બહાર આવવું પડશે : નિર્ભય બનીને હિંસા સામે લડત આપીશું તો જરૂરથી તેમાં સફળતા મેળવીશું : શ્રી શ્રી રવીશંકર  : શિકાગોની આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ચૂંટાયેલ રાજકીય આગેવાનોએ આપેલી હાજરી : રાજયના ગવર્નર પેટ કવીને ર૮ મી માર્ચ સમગ્ર રાજયમાં અહિંસા દિન તરીકે જાહેર કર્યો

         

         

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ  (શિકાગો) : ભારતના જાણીતા  આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર માર્ચ મહિનાની ર૮ મી તારીખના રોજ શિકાગોની મુલાકાતે આવ્‍યા હતા ત્‍યારે રોજમોન્‍ટ ટાઉનમાં આવેલ ડોનાલ્‍ડ સ્‍ટીફન કન્‍વેનસન સેન્‍ટરના મુખ્‍ય બોન્‍કવેટ હોલમાં એક ભવ્‍ય મીલન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં શિકાગોના રાજકીય આગેવાનો તથા અન્‍ય લોકોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી તેને સફળ બનાવ્‍યો હતો. સાંજે સાડા સાત વાગે શરૂ થનાર આ કાર્યક્રમનાં એક પહેલાં શિકાગોની આર્ટ ઓફ લીવીંગના સંચાલકો દ્વારા આધ્‍યાત્‍મ ગુરૂ શ્રી શ્રી રવિશંકરનો એક ઔપચારિક સમારંભ યોજયો હતો જેમાં મહાનુભાવોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

                  આ પ્રસંગે એક વીડીઓનું પ્રેઝન્‍ટેસન રજુ કરવામાં આવ્‍યું હતું જેમાં ગુરૂજીએ વિશ્વના જે જે દેશોનો પ્રવાસ કર્યો હતો અને ત્‍યાંના રહીશોને મળ્‍યા હતા તેની સંપૂર્ણ વિગતો રજુ કરવામાં આવી હતી. મહાનુભાવોએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનો દ્વારા ગુરૂજીએ કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્‍યા હતા. વીડીયોની રજુઆતનો કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ તેઓ હાજર રહેલા મહાનુભાવોને વ્‍યકિતગત રીતે મળ્‍યા હતા અને સમાજમાંથી હિંસાનું વાતાવરણ કઇ રીતે નાબુદ થાય અને અહિંસાના વાતાવરણનું સર્જન થાય તે અંગે જરૂરી ચર્ચા વિમર્શ કર્યો હતો.

                  આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર જયારે મુખ્‍ય બોન્‍કવેર હોલમાં સંચાલકો સાથે પધાર્યા તે વેળા હાજર રહેલા તમામ લોકોએ હૃદયપૂર્વક ઉભા થઇ શિસ્‍તબદ્ધ રીતે આવકાર આપ્‍યો હતો અને આ પ્રસંગે તેમની સાથે શિકાગોનો રાજકીય આગેવાનોમાં કોંગ્રેસવુમન જોનસકોસ્‍કી, કોંગ્રેસમેન ડેની ડેવીસ, કુક કાઉન્‍ટી બોર્ડ પ્રમુખ ટોની પીકવીંકલ તથા અન્‍ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.

                  કાર્યક્રમની શરૂઆતમાં સંસ્‍થાના શુભેચ્‍છકોએ સુંદર પ્રાસંગિક ભજનો રજૂ કર્યા હતા. ત્‍યારબાદ શિકાગોમાં હાઉસના પ્રતિનિધિ જોન સકાસ્‍કીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે આજે સમગ્ર દેશમાં એક યા બીજા પ્રકારે હિંસાના અનેક બનાવો બને છે. અને તેથી આપણા સૌની એ ફરજ બને છે કે આ સમગ્ર પ્રક્રિયાનો અંત આવે તે દિક્ષામાં જરૂરી પ્રયાસો હાથ ધરવાના રહે છે. તેમજે પોતાના પ્રવચનમાં આગળ જણાવ્‍યું હતું કે હાઉસમાં પોતાના અન્‍ય સાથીઓના સહકારથી આ અંગે જરૂરી બીલો રજૂ કરેલ છે અને તે અંગેની ચર્ચા હાથ ધરાયા બાદ તેને કાયદાનું સ્‍વરૂપ આપવામાં આવશે તેમણે વધારામા જણાવ્‍યું હતું કે સમગ્ર વિશ્વમાંથી હિંસાના વાતાવરણનો અંત આવે તે માટે એક આંતરરાષ્ટ્રિય  સ્‍તરનું બીલ ત્રણેક અઠવાડીયામાં હાઉસમાં રજૂ કરશે અને તમામ મારા સાથીઓનો તેમાં સહયોગ મળી રહેશે એવું તેમણે વધારામાં જણાવ્‍યું હતું. આ કરેલી જાહેરાતને સર્વત્ર લોકોએ આવકારી હતી. ત્‍યાર બાદ કોંગ્રેસમેન ડેની ડેવીસ તથા કુક કાઉન્‍ટી બોર્ડના પ્રેસીડન્‍ટ ટોની પીકવીંકલે પણ પ્રાસંગિક પ્રવચન કરી સમાજના તમામ સ્‍તરેથી હિંસાના વાતાવરણનો અંત આવે અને અહિંસા ભર્યા સમાજનું સર્જન થાય તે દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ બંને રાજકીય આગેવાનોએ આધ્‍યાત્‍મિક ગુરૂશ્રી શ્રી શ્રી રવીશંકરે જે પ્રવૃત્તિ ઉપાડેલ છે તેને આવકારી પોતાનો સહયોગ આપવા ખાત્રી આપી હતી.

                   આધ્‍યાત્‍મિક ગુરૂજી શ્રી શ્રી રવીશંકર પોતાના પ્રસંગીક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે આજે સમગ્ર વિશ્વના માનવીઓ ભય અને હિંસાના વાતાવરણમાંથી પસાર થઇ રહ્યા છે. સમગ્ર જગ્‍યાએ આપણે અસલામતી ભરી પરિસ્‍થિતિમાં આગળ વધી રહ્યા છે એવું લાગે છે પરંતુ આપણે આવી પરિસ્‍થિતિનો અંત લાવી શકાય તે માટે સમાજના તમામ ભાઇઓ તથા બહેનોએ નિર્ભય બનવા પ્રયાસ કરવાનો રહે છે. આપણે જો સૌ પોતે આંતરિક રીતે નિર્ભય બનીશું તો પછી કોઇપણ શકિતનો આપણને ડર રહેશે નહીં આપણા સૌ મા આંતરિક નિર્ભયતા લાવવા માટે આપણે સજાગ બનવું પડશે અને જે ભયના વાતાવરણનો આપણે અનુભવ કરતા હોઇએ તેને મક્કમતાથી દૂર કરવાનો પ્રયાસ કરવાનો રહેશે.

                  તેમણે આ અંગે પોતાના પ્રવચનમાં ઇરાક દેશનો દાખલો આપતા જણાવ્‍યું હતું કે મારે ઇરાકની મુલાકાતે જવાનું થયું ત્‍યારે ત્‍યાંના સત્તાવાળાઓએ મારી રક્ષા માટે ભારે બંદોબસ્‍ત કર્યો તો. મે તેઓને કહ્યું કે આવા બંદોબસ્‍તની માટે જરૂરત નથી પરંતુ તેઓ માન્‍યા નહીં અને મારી સલામતી માટે આવી વ્‍યવસ્‍થાની જરૂરત છે એવું જણાવ્‍યું આ વખતે ઇરાક દેશને ત્રણ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્‍યો હતો જેમાં રેડ, ગ્રીન અને યલોઝોન, આ ત્રણે ઝોનમાંથી મને મુકત અને રેડઝોનની મુલાકાત લેવા જવા દેવા સત્તાવાળાઓને વિનંતી કરી તો તેમણે આ ઝોન અત્‍યંત જોખમી હોવાથી ત્‍યાં જવા પરવાનગી ન આપી પરંતુ નમ્ર વિનંતી કરતાં ત્‍યાં જવા પરવાનગી મળતાં નિર્ભય પણે ત્‍યાં હું ગયો. આ ઝોનના લોકો મને જોઇને આヘર્યમાં પડી ગયા અને જણાવ્‍યું કે  તમો આ ઝોનાં કેવી રીતે આવ્‍યા ? આ સ્‍થળે કોઇ આવી ન શકે અને તમો કેમ આવ્‍યા. મેં તેઓની સાથે નિર્ભયતાથી શાંતિથી વાતો કરી અને તેમણી વાણી તથા વર્તનમાં સામાન્‍ય પરિવર્તનનો ઇશારો મે જોયો લાંબા સમયથી તેઓ પ્રેમ અને સ્‍નેહની હુંફ મળવી જોઇએ તે મળી નહતી અને હિંસાના સામ્રાજયમાં તેઓ પોતાનું જીવન વિતાવતા હતા આથી આવી રીતે જો તેમને મદદ રૂપ થઇ શકાય તો જરૂરી પરિવર્તન આવી શકે. દરેક લોકોએ મારા સંપર્ક દ્વારા તેમના જીવનમાં પરિવર્તન લાવવા નિર્ણય જાહેર કર્યો અને તે પ્રસંગને યાદ કરતા આજે હું આનંદથી લાગણી અનુભવું છું.

                   દરેક વ્‍યકિતઓને નિર્ભય બનવું હોય તો આપણે આંતરિક રીતે ચેતના જગાવવી પડશે અને તેમન કરીશું તો સમાજના અન્‍ય લોકો પણ આપણને અનુસરશે અને ધીમે ધીમે તે દ્વારા સમાજમાંથી હિંસાના વાતાવરણનો અંત આવશે અને અહિંસાના વાતાવરણનું સર્જન થશે. દરેક વ્‍યકિતએ મક્કમ મનોબળ કેળવી આંતરિક આધ્‍યાત્‍મિક શકિતનું સિંચન કરી તે માગે આપણે આગળ વધીશું તો સમાજમાંથી જે દુષણોશે તેનો સહેલાઇથી અંત લાવી શકીશું અને તેની સાથે સાથે એક નવીન સમાજનું પણ ઘડતર કરી શકીશું.

                  તેમણે પોતાના પ્રવચનનામ અંતમાં શારીરિક શકિત જળવાઇ રહે અને મને પ્રફુલ્લીત રહે તે માટે યોગની સાધના કરવા સુચન કર્યુ હતું આ પ્રસંગે તેમણે મેડીટેશન પણ કરાવ્‍યું હતું અને હાજર રહેલા તમામ પ્રેક્ષકો તેમાં જોડાયા હતા.

                  ગુરૂજીનું પ્રવચન સાંભળવા માટે શિકાગો અને તેના પરાં વિસ્‍તારમાં કાર્ય કરતા સીનીયર એસોસીએશનના સભ્‍યો પણ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા અને અઢી કલાક માટે યોજાયેલ આ કાર્યક્રમમાં આનંદ અને ઉલ્લસાથી લાભ લીધો હતો.

         
 (12:07 am IST)
[social_media]
 
 
[all_news_right_side]