NRI Samachar

News of Wednesday, 10th April, 2013

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો દ્રારા ૨૪મા તીર્થકર મહાવીર સ્‍વામી ભગવાનના જન્‍મકલ્‍યાણ મહોત્‍સવની થનારી શાનદાર ઉજવણીઃ ચૈત્ર માસ દરમિયાન નવ દિવસ માટે આયંબીલની ઓળીની ભવ્‍ય આરાધના થશેઃ નવ દિવલો અરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક પ્રવચનોનું કરાયેલું આયોજનઃ જૈન સમાજના સભ્‍યોમાં પ્રસરી રહેલી આનંદની લાગણીઓ

           ( સુરેશ શાહ દ્રારા) બાર્ટલેટ (શિકાગો):  ચાલુ વર્ષે જૈનસોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો દ્રારા એપ્રિલ માસની ૧૭મી તારીખને બુધવારથી એપ્રીલ માસની ૨૫મી તારીખ દરમિયાન સુધીના નવ દિવસોમાં બે દિવસ દરમિયાન જૈન સમાજના ૨૪માં તીર્થકર ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણ મહોત્‍સવની શાનદાર ઉજવણી કરવામાં આવશે અને તેની સાથે સાથે ચૈત્ર દરમિયાન પવિત્ર આયંબીલની ઓળીનછ પણ નવ દિવસો દરમિયાન આરાધના કરવામાં આવશે. આ અંગે વિવિધ પ્રકારની સમિતિઓનું પણ આયોજન કરવામાં આવેલ છે અને તેમણે પોતાની કાર્યવાહીઓ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

         આ જન્‍મ કલ્‍યાણ મહોત્‍સવની ઉજવણીમાં જાણવા મળે છે તેમ મુંબઇના જાણીતા આરાધક તેમજ વિધિકાર શ્રેણીકભાઇ શાહ આ દિવસો દરમિયાન મુંબઇથી ખાસ શિકાગો પધારનાર છે અને તેમના સાંનિધ્‍યમાં તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને તપર્ヘયાઓ કરવામાં આવશે.

         જૈન સમાજના જે ભાઇઓ તથા બહેનો તેમજ નવયુવાનો અને યુવતિઓ આ આયંબીલ ઓળીના તપની આરાધનામાં ભાગ લેવા ઇચ્‍છતા હોય તો તેમણે સંસ્‍થાની ઓનલાઇન દ્રારા અથવા ઓફિસમાં પોતાના નામો નોંધાવવાના રહેશે.

         એપ્રીલ માસની ૧૭મી તારીખને બુધવારથી ૧૯મી તારીખ શુક્રવાર એમ ત્રણ દિવસો દરમિયાન દરરોજ બપોરે ૧૧:૩૦થી ૧:૩૦ વાગ્‍યાના સમય દરમિયાન આયંબીલની આરાધના કરવામાં આવશે અને સાંજના સમયે પ્રતિક્રમણ તથા શ્રેણીકભાઇ શાહના પ્રવચનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ૨૦મી એપિરલને શનિવારે સવારે સ્‍નાત્રપુજા તથા પ્રવચન અને સ્‍વામી વાત્‍સલ્‍ય બાદ બપોરે પંચપરમેષ્‍ટી મહાપુજન ભણાવવામાં આવશે. ત્‍યારબાદ સાંજે સ્‍વામી વાત્‍સલ્‍ય અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. બીજા દિવસે ૨૧મી એપ્રિલન રવિવારે સવારે સ્‍નાત્રપુજા, શ્રેણીકભાઇનું પ્રવચન તથા સ્‍વામી વાત્‍સલ્‍ય અને બપોરે પછી પ્રતિ વર્ષે યોજવામાં આવતી વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ત્રણ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેમાં પણ વિજેતાઓને યોગ્‍ય ઇનામો સંસ્‍થા તરફથી આપવામાં આવશે. ત્‍યારબાદ એપ્રીલ માસની ૨૨થી ૨૫ તારીખ સુધીના ચાર દિવસો દરમિયાન આયંબીલ તપની આરાધના કરવામાં આવશે અને દરરોજ પ્રવચનો યોજવામાં આવશે . આ ઉજવણીના કાર્યક્રમમાં જૈન સમાજના તમામ સભ્‍યોનો સારો એવો સહકાર પ્રપ્ત થયેલો જોવા મળે છે.

          

         ૨૦૧૨ના વર્ષ દરમિયાન ૪૨૯૨૮ ભારતીયોએ અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત કર્યુ

         (સુરેશ શાહ દ્રારા) બાર્ટલેટ (શિકાગો):  ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સીકયોરિટીના જણાવ્‍યા અનુસાર સને ૨૦૧૨ના વર્ષ દરમિયાન અમેરિકામાં વસવાટ ભારતીય પરિવારના ૪૨૯૨૮ જેટલા સભ્‍યોએ અમેરીકન નાગરિકત્‍વ સ્‍વીકાર્યું હોવાનું જણાવ્‍યું છે. જયારે અગાઉના વર્ષમાં એટલે કે ૨૦૧૧ના વર્ષ દરમિયાન ૪૫૯૮૫ જેટલા ભારતીય સમાજના રહીશોએ અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત કર્યું હતું આ અંગે વધારેમાં વધારે ભારતીય સમાજના ૬૦૦૪૨ જેટલા રહીશોએ અમેરીકન નાગરિકત્‍વ સ્‍વીકારેલ છે.

         આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ ગયા વર્ષે કેલીફોર્નિયા, ફલોરીડા તથા ન્‍યુયોર્ક શહેરમાં સોૈથી વધુ લોકોએ અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત કરેલ છે. અમેરીકામાં ગયા વર્ષે અત્રે કાયમી વસવાટ કરવા માટે ૬૬૪૩૪ જેટલા લોકો ભારતથી અત્રે આવ્‍યા હતા જયારે ૨૦૧૧ના વર્ષ દરમિયાન ૬૯૦૧૩ તથા ૨૦૧૦ સાલ દરમ્‍યિાન ૬૯૧૬૨ ભારતીયો અત્રે કાયમી વસવાટ એટલે કે ગ્રીનકાર્ડ હોલ્‍ડર તરીકે આવ્‍યા હતા.

          

          

         

          

         
 (10:49 am IST)
[social_media]
 
 
[all_news_right_side]