NRI Samachar

News of Wednesday, 10th April, 2013

અમેરિકામાં યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે ૨૦ એપ્રિલ ૨૦૧૩ના રોજ ભગવાન શ્રી રામ તથા શ્રી સ્‍વામિનારાયણ ભગવાન પ્રાગટય મહોત્‍સવ ઉજવાશેઃ તમામ હરિભક્‍તો તથા સ્‍નેહિજનોને સપરિવાર મહોત્‍સવનો લાભ લેવા અપાયેલુ આમંત્રણ

અમેરિકામાં યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે ૨૦ એપ્રિલ ૨૦૧૩ના રોજ ભગવાન શ્રી રામ તથા શ્રી સ્‍વામિનારાયણ ભગવાન પ્રાગટય મહોત્‍સવ ઉજવાશેઃ તમામ હરિભક્‍તો તથા સ્‍નેહિજનોને સપરિવાર મહોત્‍સવનો લાભ લેવા અપાયેલુ આમંત્રણ

         

         

                  (દિપ્તીબેન જાની દ્વારા): ન્‍યુજર્સીઃ યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે ૨૦ એપ્રિલ  ૨૦૧૩ શનિવારના  રોજ રામનવમી  શુભ મંગલકારી દીને  ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્‍વામિનારાયણના  પ્રાગટય મહોત્‍સવનું આયોજન ગુરૂહરિ શ્રી હરિપ્રસાદ  સ્‍વામીજીના આશિર્વાદ સાથે કરાયુ છે.

                  પાર્સીપન્‍ની હાઇસ્‍કુલ, ૨૦ રીટા ડ્રાઇવ, પાર્સીપન્‍ની   ન્‍યુજર્સી મુકામે ઉજવનારા પ્રાગટય મહોત્‍સવ દરમિયાન સાંજે પ થી ૬.૩૦ દરમિયાન મહપ્રસાદ બાદ સાંજે ૬.૩૦ કલાકથી  સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ડ્રામાનું આયોજન કરાયુ છે.

                  તમામ  હરિભક્‍તો, સ્‍નેહિઓ  મિત્રો તથા આપ્તજનોને સપરિવાર ઉત્‍સવનો આનંદ માણવા વધારાનું આમંત્રણ પાઠવાયુ છે. તેવું શ્રી જય પટેલની યાદી જણાવે છે.

                  વિશેષ માહિતી માટે યોગી ડિવાઇન સોસાયટી, ૧૪૦, લિન્‍કલોન ફાઇવન્‍યુ, હીઆવાથા લેક ન્‍યુજર્સી ફોન નં. ૯૭૩-૩૩૪-૭૨૧૧ દ્વારા અથવા www.haridhamnj.org  દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.     

          

         
 (12:12 am IST)
[social_media]
 
 
[all_news_right_side]