NRI Samachar

News of Wednesday, 10th April, 2013

USમાં માન્‍ચેસટર ટાઉનશીપના નિવાસસ્‍થાનમાંથી ૨ એપ્રિલ ૨૦૧૩ના રોજ મળી આવેલા ર મૃતદેહ ભારતીય દંપતિના હતાઃ પેન્‍સીલ્‍વેનીઆના અધિકારીઓ દ્વારા કરાયેલી અધિકૃત જાહેરાતઃ ૪૩ વર્ષીય પરાગ પટેલે ૪૧ વર્ષીય નેહા પટેલની હત્‍યા કર્યા બાદ આત્‍મહત્‍યા કરી હોવાનું અનુમાનઃ રહસ્‍યમય ઘટના અંગે વિશેષ જાણકારી મેળવવા પરિચિતોનો સહકારી માંગતુ રીજીયોનલ પોલીસ ડિપાર્ટમેન્‍ટ

                  પેન્‍સીલ્‍વેનીઆઃ યુ.એસઃ યુ.એસ.ના માન્‍ચેસ્‍ટર ટાઉનશીપમાં આવેલા  મકાનમાંથી ૨ એપ્રિલના રોજ મળી આવેલ મૃતક દંપતિની ઓળખ સેન્‍ટ્રલ પેન્‍સીલ્‍વેનીઆના સત્તાવાળાઓએ  જાહેર કરી દીધો છે. જે મુજબ  મૃતક દંપતિ ભારતીય પરાગ પટેલ તથા ૪૧ વર્ષીય નેહા પટેલ હતા.

                  ઉપરોક્‍ત હત્‍યા તથા આત્‍મહત્‍યા કેસ તરીકે ઓળખાયેલા બનાવ અંતર્ગત પરાગ પટેલએ પત્‍ની નેહાને ગોળી મારી દઇ હત્‍યા કર્યા બાદ પોતે પણ આત્‍મ હત્‍યા કરી લીધી હતી તેવું અનુમાન છે.

                  જો કે ઘરમાં હાજર રહેલાઓને  ગોળીબારનો  અવાજ સંભળાયો નહોતો તેમજ પડોશીઓ પણ દંપતિના સારા સ્‍વભાવથી પ્રભાવિત હતા તેવુ જાણવા મળે છે.

                  દંપતિના બંને સંતાનો ઉપરોક્‍ત ઘટના સમયે ઘરમાં હાજર નહોતા 

                  બનાવનું કારણ રહસ્‍યમય જણાતુ હોવાથી  કોઇને કંઇ જાણકારી હોય તો રીજીયોનલ પોલીસ ડીપાર્ટમેન્‍ટને ફોન નં. ૭૧૭-૨૯૨-૩૬૪૭દ્વારા જાણ કરવા અનુરોધ કરાયો છે.

 (12:13 am IST)
[social_media]
 
[all_news_right_side]