NRI Samachar

News of Wednesday, 10th April, 2013

આગામી ૧૪ મેના રોજ યોજનાર જર્સી સીટી મેયરની ચૂંટણીમાં વર્તમાન મેયર શ્રી જેરામીઆહ ટી. હેલીને એશીઅન મર્ચન્‍ટ એશોશીએશનનું સમર્થનઃ ભારતીયોની સલામતિ તથા વહીવટીતંત્રમાં પ્રતિનિધિત્‍વ ઉપરાંત સ્‍ટેટ એસેમ્‍બલીના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના શ્રી રાજ મુખરજીને ટેકો આપનાર શ્રી હેલીને ચૂંટી કાઢવા એશોશીએશન પ્રેસિડન્‍ટ શ્રીરાજુ પટેલનો અનુરોધ

         

         

                  દિપ્તીબેન જાની દ્વારાઃન્‍યુજર્સીઃ તાજેતરમાં જર્સી સીટી એશીઅન મર્ચન્‍ટસ એશોશીએશનના પ્રેસિડન્‍ટ શ્રી રાજુ પટેલએ  આગામી ૧૪ મેના રોજ વર્તમાન જર્સી સીટી મેયર શ્રી જેરામીઆહ ટી. હેલી માટે મતદાન કરી તેમને સમર્થન આપવા ઈન્‍ડો અમેરિકન સમૂહને અનુરોધ કર્યો છે.

                  ઉપરોક્‍ત મતદારોને શ્રી જેરામીઆહને સમર્થન આપવાના હેતુ વિષે ચોખવટ કરતા તેમણે જણાવ્‍યુ હતુ કે યુ.એસ.ના જર્સી સીટી મેયર શ્રી જેરામીઆહ હેલીએ વહીવટીતંત્રમાં ભારતીયોનું પ્રતિનિધિત્‍વ વધારી  ભારતીય તેમજ સંસ્‍કૃતિનું ગૌરવ વધારવાનું કામ કરી બતાવ્‍યુ છે. જેની પ્રતિતિ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય મૂળના બે અગ્નિ શામક કાર્યકરોની લીધેલી સેવાઓ તેમજ તરવરિયા યુવાન શ્રી રાજ મુખરજીને ડેપ્‍યુટીમેયર તરીકે અપાયેલા સ્‍થાનથી થાય છે.ઉપરાંત ભારતીયો જુદા જુદા બોર્ડ તથા વિવિધ એજન્‍સીઓમાં પણ પ્રતિનિધિત્‍વ કરવા આગળ આવે તેવું તેઓ ઈચ્‍છે છે.

                  શ્રી પટેલએ સહર્ષ જણાવ્‍યુ હતુ કે મેયર શ્રી હેલીએ ભારતીય મૂળના શ્રી રાજ મુખરજીને નવે.૨૦૧૩માં યોજાનારી સ્‍ટેટ એસેમ્‍બલી ચૂંટણીના ઉમેદવાર તરીકે માન્‍યતા આપી તેમના નામની ભલામણ કરી છે.

                  ઉપરાંત જર્સી સીટી એશીયન મર્ચન્‍ટ એશોશિએશનના પ્રેસિડન્‍ટના નાતે વર્તમાન મેયરના કાર્યકાળ દરમિયાન વહીવટીતંત્રમાં થયેલા સુખદ અનુભવોને અત્‍યાર સુધીના શ્રેષ્‍ઠ અનુભવો તરીકે શ્રી પટેલએ ગણાવ્‍યા હતા.

                  તેમણે ઉમેર્યુ હતુ કે છેલ્લા ૮ વર્ષના શાસનકાળ દરમિયાન જર્સીસીટીનો ઘણો વિકાસ થવા પામ્‍યો છે. ગન બાયબેક પ્રોગ્રામમથી સીટીની  શેરી ગલીઓ સલામત બની  શકી છે.  મુશ્‍કેલી  કે કુદરતી આપતિના સમયમાં પણ મેયરશ્રી હેલીએ  વહીવટી તંત્રના દ્વાર ખુલ્લા રાખી મદદરૂપ થવા સતર્કતા દાખવી હતી. જે બાબતે ડીપાર્ટમેન્‍ટ ઓફ કલ્‍ચરલ અફેર્સ તથા ઈકોનોમીક  ડેવલોપમેન્‍ટ કાઉન્‍સીલ દ્વારા  ભારતીયો માટેની  સેવા ઉદાહરણરૂપ ગણી શકાય તેમ છે.

                  મેયર હેલીએ ભારતીય મતદારોના સહકાર તથા સમર્થનની  અપેક્ષા રાખી છે. જે ઉપરોક્‍ત દર્શાવ્‍યા સહિતના  તથા અન્‍ય કારણોને ધ્‍યાને  લઇ તેઓને આગામી  ૪ વર્ષ માટે ચૂંટી કાઢવા શ્રી પટેલએ  તમામ ભારતીયોને અનુરોધ કરી ભારતીય સંસ્‍કૃતિને જર્સી સીટીમાં ધબકતી રાખવામાં યોગદાન આપનાર મેયર શ્રી હેલીને ચૂંટી કાઢવા વિનંતિ કરી છે. તેમણે ભારતીય ઉત્‍સવ નવરાત્રી સહિત તમામ તહેવારોમાં શ્રી હેલીની હાજરી તથા પ્રોત્‍સાહનની પણ નોંધ લેવા  ભારતીયોને  અપીલ કરી છે. તેવુ શ્રી જકામા પટેલની યાદી જણાવે છે.    

          

         
 (12:17 am IST)
[social_media]
 
 
[all_news_right_side]