NRI Samachar

News of Thursday, 11th April, 2013

પૂના ગુજરાતી બંધુ સમાજના ઉપક્રમે યોજાઇ ગયેલો ‘‘શતાબ્‍દી વર્ષ ઉજવણી મહોત્‍સવ '' : મુખ્‍ય મહેમાન ગુજરાત રાજયના મહેસુલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલનું ‘‘ગુજરાત ગૌરવ એવોર્ડ''થી કરાયેલું બહુમાન : અમદાવાદનાં શ્રી પ્રફુલભાઇ નાયક તથા શ્રી સાંઇરામ દવેનું શ્રીમતિ આનંદીબેનના હસ્‍તે સન્‍માન : ર૦૦૦ ઉપરાંત પૂના સ્‍થિત ગુજરાતીઓની ઉપસ્‍થિતિ : ગુજરાતના વિકાસ તથાસ્ત્રીલક્ષી કાર્યક્રમો વિષે માહિતી આપતા શ્રીમતિ આનંદીબેન પટેલ

પૂના ગુજરાતી બંધુ સમાજના ઉપક્રમે યોજાઇ ગયેલો ‘‘શતાબ્‍દી વર્ષ ઉજવણી મહોત્‍સવ \'\' : મુખ્‍ય  મહેમાન ગુજરાત રાજયના મહેસુલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલનું ‘‘ગુજરાત ગૌરવ એવોર્ડ\'\'થી કરાયેલું બહુમાન  : અમદાવાદનાં શ્રી પ્રફુલભાઇ નાયક તથા શ્રી સાંઇરામ દવેનું શ્રીમતિ આનંદીબેનના હસ્‍તે સન્‍માન : ર૦૦૦ ઉપરાંત પૂના સ્‍થિત ગુજરાતીઓની ઉપસ્‍થિતિ : ગુજરાતના વિકાસ તથાસ્ત્રીલક્ષી કાર્યક્રમો વિષે માહિતી આપતા શ્રીમતિ આનંદીબેન પટેલ

         

         

          

                  અમદાવાદ :  શ્રી પુના ગુજરાતી બંધુ સમાજનો શતાબ્‍દી વર્ષ સમાપન સમારંભ ૩૧ મી માર્ચે ગણેશ કલા ક્રીડા મેચ સભાગૃહમાં યોજાયો હતો. આ સમારંભમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત ગુજરાતના મહેસુલ ખાતાનાં પ્રધાન આનંદી બહેન પટેલે દીપ પ્રજવલન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સમાજના પ્રમુખ નીતિનભાઇ દેસાઇ અને ડેપ્‍યુટી મેનેજિંગ ટ્રસ્‍ટી હરિભાઇ શાહે તેમનો પરિચય આપ્‍યા બાદ સમાજ તરફથી ‘ગુજરાત ગૌરવ એવોર્ડ' આપી તેમનું સન્‍માન કર્યુ હતું.

                  આનંદી બહેન પટેલે સભાગૃહમાં ઉપસ્‍થિત બે હજારથી વધુ શ્રોતાજનોને ગુજરાતમાં થયેલું પરિવર્તન, વિશેષ કરીને નારી ગૌરવ અનેસ્ત્રીલક્ષી કાર્યક્રમો તથા મહિલાઓમાં આવેલી જાગૃતિ વિશેષ માહિતી આપી હતી. આ પ્રસંગે પૂના ગુજરાતી બંધુ સમાજનો મહિલા વિભાગ શરૂ કરવાનો પ્રસ્‍તાવ મુકાયો હતો. તેમાં નીલાબહેન, માધુરી બહેન, હેમાબહેન, મધુબહેન અને કૃતિબહેનોનો સમાવેશ કરાયો હતો. આ પ્રસંગે યોજાયેલ ગોંડલના હાસ્‍યકવિ સાંઇરામ દવેના કાર્યક્રમને શ્રોતાઓએ મનમૂકીને માણ્‍યો હતો. આનંદીબહેને સાંઇરામ દવે અને અમદાવાદનાં ઉદ્યોગપતિ તથા ભાજપનાં અગ્રણી શ્રી પ્રફુલભાઇ નાયકનું સન્‍માન કર્યુ હતું. સમારંભનું સુત્ર સંચાલન ખુશાલ ધરોડ અને આભારવિધિ ધીરેન નંદુએ કરી હતી. તેવું શ્રી પ્રફુલભાઇ નાયકની યાદી જણાવે છે.

         
 (12:35 am IST)
[social_media]
 
 
[all_news_right_side]