NRI Samachar

News of Thursday, 11th April, 2013

‘સંકરા આઇ ફાઉન્‍ડેશન'નાં લાભાર્થે ‘ક્રેઝી-ર' સુનિધિ ચૌહાણ-અલી ઝફરનો મ્‍યુઝિકલ કોન્‍સર્ટ

‘સંકરા આઇ ફાઉન્‍ડેશન\'નાં લાભાર્થે ‘ક્રેઝી-ર\' સુનિધિ ચૌહાણ-અલી ઝફરનો મ્‍યુઝિકલ કોન્‍સર્ટ

         

         

                  (પ્રવીણ દેસાઇ-સિલિકોન વેલી) રવિવાર,૭ એપ્રિલ, ૨૦૧૩ની સમી સાંજે સિલિકોન વેલીની સુવિખ્‍યાત ‘સાનહોઝે સ્‍ટેટ યુનિવર્સિટી ઇવેન્‍ટ સેન્‍ટરમાં' પરંપરાગત ‘સંકરા આઇ ફાઉન્‍ડેશન-યુએસએ-એસઆઇએફ'ના લાભાર્થે વાર્ષિક ભંડોળ એકત્રિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે બોલિવૂડની પ્રખ્‍યાત પાર્શ્વગાયિકા સુનિધિ ચૌહાણ અને મૂળ પાકિસ્‍તાનનાં ગાયક અને બાલિવૂડમાં ઉગતા નવોદિત અભિનેતા અલી ઝફર તથા ગાયક રાકેશ મેની ‘સંકરા'નો હિસ્‍સો બન્‍યાં હતા.

                  આઇ-ટી રાજધાનીની ચારેય દિશાઓથી ભારત-પાકિસ્‍તાનનો વિશાળ સમુદાય ભારતના વિવિધ રાજ્‍યોના ગ્રામિણ વિસ્‍તારોમાં અંધત્‍વ નિવારણ અભિયાનમાં કાર્યરત ‘સંકરા' મારફતે સેવાભાવે જોડાયા હતા. સંસ્‍થાના ચેરમેન મુરલી કૃષ્‍ણમૂર્તિની આગેવાનીએ નિષ્‍ઠાવાન સેવાભાવી સ્‍વયંસેવક દળની લોજિસ્‍ટક વ્‍યુહરચનાએ મૂળભૂત સફળતાનો આધાર રહ્યો હતો.

                  આંતરરાષ્ટ્રીય સમભાવનાને તાદ્દશ્‍ય કરતાં ભારત-પાકિસ્‍તાનના કલાકારોની હાજરીએ પ્રેક્ષકોના મન-હૃદયને આનંદીત અને ગદ્દગદીત કર્યા હતા. બન્નેએ બોલિવૂડના જૂના-નવા લોકપ્રિય પોપ ગીતોની કૃતિઓને ધમાકેદાર આધુનિક સૂર-તાલમાં ડોલાવ્‍યાં હતા. બોલિવૂડની ‘લંડન-‘પેરીસ-ન્‍યુ યોર્ક' તથા તાજેતરની ‘ચશ્‍મે બદુર'ફિલ્‍મના અભિનેતા અલી ઝફરે તો સિક્‍યોરિટીની પરવા કર્યા વગર વિશાળ માનવ મહેરામણ વચ્‍ચે ગીતોની રસલ્‍હાણ કરાવતા,વ્‍યકિતગત હાથ મિલાવતા આબાલ વૃધ્‍ધા, કિશોર, કિશોરોઓના મન-હૃદયનું ચીર હરણ કર્યુ હતું.

                  અમેરિકામાં વસતા મૂળ ભારતવંશી આધુનિક સમાજના દરેક લોકો પોતાની આત્‍મિય સંવેદનશીલતાએ દિલથી પોતાનાથી બનતી આર્થિક મદદ કરે છે. તેમના સદાકાળ ઉષ્‍માભર્યા પ્રતિસાદને બિરદાવતા          SEF-USA          નાં વડા મુરલી કૃષ્‍ણમુર્તિએ માનવ સર્જિત અંધાપાના આક્રમણમાં ભીંસાતા લોકો સુધી પહોંચવા જોડાયેલ લોકોનો હાર્દિક આભાર વ્‍યક્‍ત કરતાં જ્‍યોત સે જ્‍યોત જલાકે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો ગીતની સાર્થકતાએ નેત્રદાનને શ્રેષ્‍ઠદાન ગણાવ્‍યું હતું.

                  માનવીય જીવનમાં દુનિયાની બારી સમાન નેત્રો છે. પ્રભુના વરદાન સમી આંખોના કારણે જીવનની સફળતાનો આધાર રહેલો છે. આજે વૈશ્વિક સ્‍તરે અંધત્‍વને લગતી બીમારીથી કરોડો લોકો પીડાય છે. ભારતમાં અંદાજે સવા કરોડ લોકો અંધશ્રધ્‍ધા, અજ્ઞાનતા અને ગરીબીને કારણે મહામૂલી આંખોની સારવારથી વંચિત છે. એક અંદાજ મુજબ દર એક મિનિટે એક બાળક, પુખ્‍તવયની વ્‍યક્‍તિ દ્વષ્ટિ ગુમાવે છે. આધુનિક ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્રની અદ્‌ભૂત હરણફાળ પ્રગતિ હોવાં છતાં અનુદાનના અભાવે અંધત્‍વથી પિડીત લોકો સુધી પહોંચી શકાતું નથી.

                  ૧૯૯૮માં દક્ષિણ ભારતના કોઇમ્‍બતુરથી સુવિખ્‍યાત આંખના સર્જન ડો.આર.વી.રમણીના માર્ગદર્શનમાં સૌ પ્રથમ ‘સંકરા આઇ ફાઉન્‍ડેશન'ની શરૂઆત થઇ હતી. અંધત્‍વ નિવારણ આંદોલનની યાત્રા દરમિયાન આજ સુધી દસ લાખ ગરીબ આંખના દર્દીઓને વિનામુલ્‍યે ઓપરેશન દ્વારા દ્રષ્ટિનું નવજીવન આપવાનું નિમિત બન્‍યું છે.

                  ભારતના ગ્રામિણ વિસ્‍તારોના છેવાડાના અસંખ્‍ય લોકોને મોતિયો, ઝામર, ડાયાબિટિક રેટીનોપેથી જેવાં અસાધ્‍ય રોગોમાંથી ઉદ્દભવતા અંધાપાથી મુકત કરવાની કામગીરી ‘સંકરા' કરે છે. તેમના ૮૦ટકા દર્દીઓને નિઃશુલ્‍ક સારવાર અપાય છે. બાકીના ૨૦ ટકા આર્થિક સક્ષમ દર્દીઓનો સહયોગ રહ્યો છે. દેશના અનેક રાજ્‍યોમાં વિસ્‍તરીત ‘સંકરા'ની સેવાકીય પ્રવૃતિમાં સ્‍થાનિક કુશળ આંખના ડોકટરો, સર્જનો. ઓપરેશન તથા આઇ બેન્‍કની સુવિધાઓ સહિતના અનેક વિસ્‍તૃત ફલકના વિકાસ માટે મોટા પાયે આર્થિક અનુદાતાઓની અનિવાર્યતા રહેલી છે.

                  ‘સંકરા'ના વિસ્‍તૃત રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આજે કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત સહિત કુલ દસ સ્‍થળોએ ‘સ્‍ટેટ ઓફ ધ આર્ટ' કક્ષાની સેવાકીય પ્રવૃતિનો વિકાસ સધાયો છે. કાનપુરમાં ‘સંકરા'નેત્ર ચિકિત્‍સાલયનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. તેને માટે એક ગુપ્‍તદાતાએ ૧૫ લાખ એ.ડો.અને ૨૦૧૪ની સાલમાં રાજસ્‍થાન, જોધપુરમાં કાર્યાન્‍વિત થનાર ભાવિ હોસ્‍પિટલ માટે ૧૦ લાખ અ.ડો.ની જંગી સખાવત કરી છે. સમયાંતરે ૨૦૨૦ની સાલ સુધીમાં ભારતભરમાં ૨૦/૨૦ સ્‍વસ્‍થ દ્રિષ્ટિનું લક્ષ્યાંક પાર પાડવા ‘સંકરા'ની કટિબધ્‍ધતા વ્‍યક્‍ત કરાઇ હતી. ે

         
 (12:36 am IST)
[social_media]
 
 
[all_news_right_side]