NRI Samachar

News of Thursday, 11th April, 2013

ગુજરાતના તીર્થધામ બેચરાજી મુકામે વિ.ન.પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્‍ટના ઉપક્રમે યોજાઇ ગયેલુ આંગણવાડી કાર્યકર બહેનોનું સંમેલનઃ અધ્‍યક્ષ સ્‍થાને OFBJPના પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી સુરેશભાઇ જાનીઃ ઉદઘાટન NRI શ્રી રસિકભાઇ પટેલના વરદ હસ્‍તેઃ સંસ્‍થાની ‘‘માનવસેવા દ્વારા સમાજસેવા''ની પ્રવૃતિને બિરદાવતા ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઇ વ્‍યાસઃ સંચાલન તથા માહિતી શ્રી નરેશભાઇ દવે દ્વારાઃ મહેસાણાના જીલ્લાના અગ્રણી આગેવાનો સહિત વિશાળ સંખ્‍યામાં આંગણવાડી કાર્યકર બહેનોની ઉપસ્‍થિતિઃ યશોદા એવોર્ડ વિતરણ, કિટસ વિતરણ તથા કર્મચારીઓના બહુમાન સાથે સફળતાપૂર્વક સંમેલન સંપન્ન

ગુજરાતના તીર્થધામ બેચરાજી મુકામે વિ.ન.પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્‍ટના ઉપક્રમે યોજાઇ ગયેલુ આંગણવાડી કાર્યકર બહેનોનું સંમેલનઃ અધ્‍યક્ષ સ્‍થાને OFBJPના પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી સુરેશભાઇ જાનીઃ ઉદઘાટન NRI શ્રી રસિકભાઇ પટેલના વરદ હસ્‍તેઃ સંસ્‍થાની ‘‘માનવસેવા દ્વારા સમાજસેવા\'\'ની પ્રવૃતિને  બિરદાવતા  ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઇ વ્‍યાસઃ સંચાલન તથા માહિતી  શ્રી  નરેશભાઇ  દવે દ્વારાઃ મહેસાણાના જીલ્લાના અગ્રણી આગેવાનો સહિત વિશાળ સંખ્‍યામાં આંગણવાડી કાર્યકર બહેનોની ઉપસ્‍થિતિઃ યશોદા એવોર્ડ વિતરણ, કિટસ વિતરણ તથા કર્મચારીઓના બહુમાન સાથે સફળતાપૂર્વક  સંમેલન સંપન્ન

         

         

                  અમદાવાદઃ મહેસાણા જિલ્લાના તીર્થધામ બેચરાજી ખાતે તા.૭,એપ્રિલ,૨૦૧૩ ને રવિવારના રોજ ઉમિયા પથિકાશ્રમમાં વિ.ન.પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્‍ટ-મહેસાણા સંચાલિત સંકલિત બાળ વિકાસ યોજના ઘટક બેચરાજીના ઉપક્રમે તાલુકાની આંગણીવાડી કાર્યકર બહેનોનું સમેલન, અતિકુપોષિત બાળકો માટેની કિટ્‍સ વિતરણ, સંસ્‍થાના બદલી થયેલ કર્મચારીઓનું બહુમાન તેમજ માતા યશોદા એવોર્ડથી સન્‍માનિત આંગણવાડી કાર્યકરનો અભિવાદન સમારોહ ઓવરસીઝ ફ્રેન્‍ડઝ ઓફ બીજેપીના પૂર્વ પ્રેસીડેન્‍ટ સુરેશભાઇ જાનીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો.

                  કાર્યક્રમના ઉદઘાટન અને ઓવરસીઝ ફ્રેન્‍ડઝ ઓફ બીજેપીના સભ્‍ય એનઆરઆઇ શ્રી  રસિકભાઇ પટેલે આંગણવાડી કાર્યકર બહેનોને યશોદા માતા સાથે સરખાવતાં જણાવ્‍યું કે, આ બહેનો માનવસેવાનું ઇશ્વરીય કાર્ય કરી રહી છે. જે અભિનંદનને પાત્ર છે. ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઇ વ્‍યાસ (જહોન એનર્જીલી.)એ સંસ્‍થાની માનવસેવા દ્વારા સમજાસેવાની પ્રવૃતિઓને બિરદાવી હતી. સંસ્‍થાના સંચાલક નરેશભાઇ  દવેએ તંદુરસ્‍ત સમાજની  કલ્‍પના આંગણવાડીના કાર્યકર બહેનો  જ સાકાર કરી શકે તેમ જણાવી  ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્‍યને લાગેલુ કુપોષણ  મ્‍હેણું ભાગવા આંગણવાડી કાર્યકરોને  સંકલ્‍પ લેવા આહવાન કર્યુ હતું. તેમણે આંગણવાડી કાર્યકરને બદલીપાત્ર કર્મચારી તરીકે ગણવા, વિધવા બહેનોને  બીપીએલ લાભાર્થી તરીકે  ગણી  લાભ આપવા વિદાય તરીકે  નોંધણીની  સત્તા તલાટીને  આપવા સહિતના પ્રશ્‍નો  રાજ્‍ય સરકાર સમક્ષ રજૂ કર્યો હોવાનો  ઉલ્લેખ પણ કર્યો હતો.

                  મહેસાણાના  જિ.પં. બાંધકામ  સમિતિના ચેરમેન ભગાજી ઠાકોરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યુ હતુ કે આપણા પછાત વિસ્‍તારના લોકો બાળક પશુની વધારે  ચિંતા કરતા હોય છે. ત્‍યારે  આંગણવાડી બહેનો  તેમની માતા તરીકેની  ભૂમિકા ભજવી  સમાજસેવા  કરી રહી છે. આ પ્રસંગે બદલી થયેલ પ્રકાશભાઇ પંચાલ, દીનેશભાઇ પરમાર અને હર્ષદભાઇ પટેલ તેમજ નવનિયુકિત અમિત રાઠોડ, દીલીપભાઇ પટેલ અને જીગર દવે તેમ યશોદા એવોર્ડ વિજેતા  સવિતાબેન ઝાલા અને દક્ષાબેન દરજીનું બહુમાન કરાયુ હતું. આ પ્રસંગે  બેચરાજી તા.પં.પ્રમુખ ગોવુભા ઝાલા તથા  ડેલિગેટ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યો હતા. તેવું શ્રી કે.સી. પટેલની . યાદીમાં જણાવાયુ હતું.

         
 (12:37 am IST)
[social_media]
 
 
[all_news_right_side]