NRI Samachar

News of Thursday, 11th April, 2013

મસ્‍કત ગુજરાતી સમાજનું નવું સોપાનઃ લગ્ન સંબંધીત પરિચય મેળાનું આયોજન કર્યુઃ ૮૦ ઉપરાંત યુવક યુવતિઓ વડિલો સાથે હાજર રહ્યાઃ કમિટી મેમ્‍બર્સ તથા વોલન્‍ટીયર્સને બિરદાવતા શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી અને શ્રી અરવિંદ ટોપરાણીઃ શ્રી કલાવેદ, પારૂલ નેહગાંધી તથા સ્‍નેહલ જાનીની જહેમતથી પરિચય મેળો સફળતાપૂર્વક સંપન્‍ન

         

         

                  મસ્‍કતઃ નિત્‍ય નવમ નવમમાં માનનારો મસ્‍કત ગુજરાતી સમાજ, જ્‍માનાની માંગ  અને સમય પ્રમાણે ચાલનારા માનનારા મસ્‍કત ગુજરાતી સમાજ દ્વારા  માં સૌપ્રથમ  વખત  પરિચય  સંમેલન - લગ્ન સંબંધિત પરિચય મેળો. યોજાયેલો હતો.  જેમાં ૮૦ થી વધારે છોકરા  છોકરીએ  પોતાના વડિલો સાથે ભાગ લિધો હતો. બધાનો  સમાજને સુંદર પ્રતિસાદ સંપડેલ હતો. આ કાર્યક્રમ પાછળ  કલાવેદ પારૂલ  નેહગાંધી  સ્‍નેહલ જાનીએ  સારી જહેમત ઉઠાવી હતી.  

                  સમાજના પ્રમુખ શ્રી અરવિંદ ટોપરાણી, સર્વ શ્રી ચદ્રકાંતવલ્લભદાસ ચોથાણી એ  બહોળા પ્રતિભાવથી  સમાજના  અને તમામ કમિટી મેમ્‍બર્સ નો ઉત્‍સાહ વધારી  આવા નોબેલ અને સામાજીક કાર્ય સમાજ હર હંમેશ કરતો રહે તેમની શીખ આપી હતી. સમાજને  આગળ આવવા અહવાન કરેલુ હતું. જે સમાજ છેલ્લા ૩૮ વર્ષોથી  એકધારી  સામાજીક  સામાજીક સંસ્‍કૃતિક કાર્યક્રમોનો પાયો નાખેલ છે. તે સમાજના માધ્‍યમ દ્વારા  વૈશ્વિક ગુજરાતી સમાજમાં સંપ , સહકાર અને સમર્પણની  ભાવનાથી  બિરદાવેલ હતો. જેમને  સર્વ વડિલો એ ખોબે ખોબે વધાવેલ હતો.

                  સમાજના આદ્ય  સંસ્‍થાપક અને મહમંત્રી  તથા ઉપપ્રમુખ શ્રી એ કમિટી મેમ્‍બર્સ,  વોલન્‍ટીયર્સનો ઉત્‍સાહ વધાર્યો હતો. સૌને ખોબે ખોબે વધાવેલ હતા.  સમાજ જે સંપ, સહકાર અને સમર્પણની  ભાવના ને વરેલો છે. જેમનો યશ પણ તેમણે  સર્વને  આપેલો હતો. જે સમાજ  અનેકતામાં એકતાના દર્શન કરાવે છે. તેવું શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ  ચોથાણીની યાદીમાં જણાવાયુ છે.

         
 (12:38 am IST)
[social_media]
 
 
[all_news_right_side]