NRI Samachar

News of Thursday, 11th April, 2013

અમેરિકામાં ભારતના શાષાીય સંગીતની બોલબાલાઃ નોર્થ કેરેલીના યુનિવર્સિટીમાં યોજાઇ ગયેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્‍યામાં સંગીત રસિકોની ઉપસ્‍થિતિઃ રાજકોટના સુપ્રસિધ્‍ધ સરોદ વાદક પંડિત લક્ષ્મીકાંત દોશીના પુત્ર અને શિષ્‍ય શ્રી ગૌરાંગ દોશીએ પેશ કરેલા સરોદ વાદનથી પ્રેક્ષકો આફરિનઃ રાજકોટનું નામ રોશનઃ રાગ યમન, રાગ મિશ્ર શિવરંજની, આલાપ, મધ્‍યલય તથા ત્રિતાલની ધૂનથી પ્રેક્ષકો મંત્રમુગ્‍ધઃ તબલા ઉપર સાથ આપતા શ્રી રોબિન સુખડિયા

અમેરિકામાં ભારતના  શાષાીય સંગીતની બોલબાલાઃ નોર્થ કેરેલીના યુનિવર્સિટીમાં યોજાઇ ગયેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્‍યામાં સંગીત  રસિકોની ઉપસ્‍થિતિઃ રાજકોટના સુપ્રસિધ્‍ધ સરોદ  વાદક પંડિત લક્ષ્મીકાંત દોશીના પુત્ર અને શિષ્‍ય શ્રી ગૌરાંગ દોશીએ પેશ કરેલા સરોદ વાદનથી પ્રેક્ષકો આફરિનઃ રાજકોટનું નામ રોશનઃ રાગ યમન, રાગ મિશ્ર શિવરંજની, આલાપ, મધ્‍યલય તથા ત્રિતાલની  ધૂનથી પ્રેક્ષકો મંત્રમુગ્‍ધઃ તબલા ઉપર સાથ આપતા શ્રી રોબિન સુખડિયા

         

         

                  (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સીઃ રાજકોટના  સુપ્રસિધ્‍ધ સરોદ વાદક પંડિત લક્ષ્મીકાંત દોશીના પુત્ર અને શિષ્‍ય શ્રી ગૌરાં દોશીએ  અમેરિકામાં સરોદ વાદન પેશ કરી ગુરૂ કરતા સવાયા શિષ્‍ય અને પિતા કરતા સવાયા પુત્ર તરીકે  નામના મેળવી પ્રેક્ષકોને  મંત્રમુગ્‍ધ કરી  દઇ રાજકોટનું નામ રોશન કરી બતાવ્‍યુ છે.

                  યુ.એસ.એ.ના ગ્રીન્‍સબોરો મુકામે આવેલી નોર્થ કેરોલીના યુનિવર્સિટીમાં તાજેતરમાં ૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ શ્રી ગૌરાંગ દોશીના સરોદ વાદનનો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં વિશાળ સંખ્‍યામાં  શાષાીય સંગીત ચાહકો હાજર રહ્યા હતા.

                  ગૌરાંગને તબલા ઉપર સાથ આપવા માટે પંડિત સ્‍વપન ચૌધરીના શિષ્‍ય શ્રીે રોબિન સુખડિયા ખાસ કેલિફોર્નિયાથી ગ્રીન્‍સબોરો આવ્‍યા હતા.

                  કાર્યક્રમની શરૂઆત શ્રી ગૌરાંગ દોશીના શિષ્‍યોએ પેશ કરેલા રાગ યમનથી થઇ હતી. જેને તબલામાં ત્રિતાલ સાથે રાજેન સુખડિયાએ સાથ આપ્‍યો હતો.

                  ત્‍યારબાદ શ્રી ગૌરાંગ સતત અડધો કલાક સુધી મંચ ઉપર છવાઇ ગયા. તેમણે આલાપ, જોડ, રૂપકમાં મધ્‍યલય, તેમજ ત્રિતાલમાં દુત, રજુ કર્યા હતા. જેને ઝાલા  અનુસરતા હતા. જેનાથી પ્રક્ષકો  મંત્રમુગ્‍ધ થઇ કલાકારોને  બિરદાવી રહ્યા હતા.

                  આગળના કાર્યક્રમમાં ગૌરાંગ સાથે તેમના પુત્રી અનુશા સિતાર વાદન સાથે જોડાયા હતા. જેઓને  તબલામાં પિતા પુત્રની જોડી રાજેન અને રોબિન સુખડિયાએ  સાથ આપ્‍યો હતો. જે અંતર્ગત રાગ મિશ્ર અને શિવરંજનીની  ધૂન વાતાવરણમાં છવાઇ ગઇ હતી.

                  અંતમાં ગૌરાંગે રાગ ચારૂકેશી અને કિરવાની રજૂ કર્યા હતા. જેણે  સંગીત રસિકોને ડોલાવી દીધા હતા. રાજકોટમાં પંડિત લક્ષ્મીકાંત દોશીએ  દોશીએ રજુ કરેલા રાગ કિરવાની હજુ પણ તત્‍કાલીન પ્રેક્ષકોને  યાદ હશે. બિલકુલ તેના ઉપર આધારિત કમ્‍પોઝીશન પેશ કરાયુ હતું.

                  કાર્યક્રમના આગલા દિવસ         UNGC   પ્રેક્ષકોને  શ્રી ગૌરાંગ દોશીના શાષાય સંગીત તથા શ્રી રોબીન સુખડિયાના તબલા વાદનથી  સુપેરે માહિતગાર કરી દીધા હોવાથી સંગીત રસિકો ભારતીય સંગીતનો રસાસ્‍વાદ માણવા કાર્યક્રમના દિવસે વહેલાસર  આવીને બેસી ગયા હતા. જેમણે રસભેર કાર્યક્રમ માણ્‍યો હતો. તથા ભારતીય સંગીત અને તેના કલાકારો ઉપર આફરિન થઇ ગયા હતા.

         
 (12:39 am IST)
[social_media]
 
 
[all_news_right_side]