NRI Samachar

News of Friday, 12th April, 2013

લેસ્‍ટરમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલ એન્‍ડ કોમ્‍યુનીટી સેન્‍ટર ખાતે આવતીકાલે ૧૩ એપ્રિલથી શરૂ થઇ રહેલી ‘‘દેવી ભાગવત કથા'': વ્‍યાસાસને શાષાીશ્રી દિલીપભાઇ જોશીઃ મુખ્‍ય યજમાન શ્રી દિલીપભાઇ કલાભાઇ ગઢવી પરિવાર : કથા સામગ્રી યજમાન શ્રી ભરતભાઇ મોઢવાડિયા પરિવારઃ શ્રી કૃષ્‍ણ જન્‍મ ૧૭ એપ્રિલ બુધવારેઃ માતાજીના ગરબા ૧૯ એપ્રિલના રોજ તથા લોકડાયરો અને જાગરણ ૨૦ એપ્રિલ શનિવારે ઉજવાશેઃ પૂર્ણાહૂતિ યજ્ઞ ૨૧ એપ્રિલના રોજઃ તમામ ભક્‍તજનોને તમામ ઉત્‍સવોનો લાભ લેવા સેન્‍ટર દ્વારા પાઠવાયેલુ ભાવભર્યુ આમંત્રણ

લેસ્‍ટરમાં  આવેલા હિન્‍દુ ટેમ્‍પલ એન્‍ડ કોમ્‍યુનીટી સેન્‍ટર ખાતે  આવતીકાલે ૧૩ એપ્રિલથી શરૂ થઇ રહેલી  ‘‘દેવી ભાગવત કથા\'\': વ્‍યાસાસને શાષાીશ્રી દિલીપભાઇ  જોશીઃ મુખ્‍ય યજમાન શ્રી દિલીપભાઇ  કલાભાઇ ગઢવી પરિવાર : કથા સામગ્રી યજમાન શ્રી ભરતભાઇ મોઢવાડિયા પરિવારઃ શ્રી કૃષ્‍ણ જન્‍મ ૧૭ એપ્રિલ બુધવારેઃ માતાજીના ગરબા ૧૯ એપ્રિલના રોજ તથા લોકડાયરો  અને જાગરણ ૨૦ એપ્રિલ શનિવારે ઉજવાશેઃ પૂર્ણાહૂતિ યજ્ઞ ૨૧ એપ્રિલના રોજઃ  તમામ ભક્‍તજનોને  તમામ ઉત્‍સવોનો લાભ લેવા સેન્‍ટર દ્વારા પાઠવાયેલુ ભાવભર્યુ આમંત્રણ

      લેસ્‍ટર, યુ.કે.: શ્રી હિન્‍દુ  ટેમ્‍પલ એન્‍ડ કોમ્‍યુનિટી સેન્‍ટર  ૩૪ સ્‍ટ્રીટ બર્નાબાસ  રોડ  , લેસ્‍ટર યુ.કે  મુકામે  સૌપ્રથમવાર  દેવી  ભાગવત કથાનું આયોજન કરાયુ છે.

      આવતીકાલ  ૧૩ એપ્રિલ ૨૦૧૩ શનિવારથી  શરૂ થનારી દેવી ભાગવત કથાના મુખ્‍ય યજમાન તરીકે  શ્રી દીલીપભાઇ કલાભાઇ ગઢવી  પરીવાર તથા કથા સામગ્રી યજમાન તરીકે શ્રિ ભરતભાઇ મોઢવાડીયા પરિવાર છે.

      વ્‍યાસપીઠ ઉપર આચાર્ય શાષાી શ્રી દિલીપ જોશી બિરાજમાન થઇ કથામૃતનું રસપાન કરાવશે.

      કથા દરમિયાન આવતા પ્રસંગોની યાદી નીચે મુજબ છે.

      પોથી યાત્રાઃ ૧૩ એપ્રિલ શનિવારે બપોરે ૨ કલાકે 

      શુકદેવજી પ્રાગટયઃ ૧૪ એપ્રિલ રવિવાર સાંજે  ૫ કલાકે 

      લક્ષ્મીનારાયણ વિવાહઃ ૧૬ એપ્રિલ મંગળવાર સાંજે  ૬ કલાકે

      શ્રી કૃષ્‍ણ જન્‍મઃ ૧૭ એપ્રિલ બુધવાર સાંજે  ૬ કલાકે

      અષ્‍ટભુજા પ્રાગટય : ૧૯ એપ્રિલ શુક્રવાર સાંજે  ૬ કલાકે 

      દેવી અનુષ્‍ઠાન કથાઃ ૨૦ એપ્રિલ શનિવાર બપોરે ૨ કલાકે 

      હૂંડી કથાઃ ૨૧ એપ્રિલ રવિવારે  બપોરે  ૨ થી ૪ દરમિયાન

      પૂર્ણાહૂતિ યજ્ઞ : ૨૧ એપ્રિલ રવિવાર સાંજે  પ થી ૬-૩૦ કલાક દરમિયાન થશે.

      કથા વાંચનનો સમય દરરોજ બપોરે  ૨-થી સાંજે ૬ વાગ્‍યા સુધીનો રહેશે.

      મહાપ્રસાદીનો  સમય સાંજે ૭ કલાકે 

      દરરોજ સવારે પુજામાં બેસવા માટે ૧૧ ડોલર તથા યજ્ઞમાં બેસવા માટે ૫૧ ડોલર ન્‍યોછાવર રકમ રાખેલ છે.

      કથાપ્રસંગ દરમ્‍યાન ૧૯ એપ્રિલ ૨૦૧૩ શુક્રવારે સાંજે  ૭-૩૦ કલાકે  માતાજીના ગરબાનો કાર્યક્રમ રાખેલ છે.

      ૨૦ એપ્રિલ ૨૦૧૩ શનિવારે રાત્રે ૮ કલાકે લોકડાયરો તથા જાગરણનો કાર્યક્રમ છે.

      તમામ ભક્‍તજનોને  ઉપરોક્‍ત દેવી ભાગવત કથા માતાજીના ગરબા, તથા લોકડાયરો , જાગરણ સહિતના તમામ ઉત્‍સવોનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયુ હોવાનુંસેન્‍ટરના મેનેજર શ્રી મયુરભાઇ સિસોદિયા તથા શ્રી ખેમરાજભાઇ  ગોહેલની યાદી જણાવે છે.

      વિશેષ માહિતી માટે સેન્‍ટરના ફોન નં: ૦૧૧૬-૨૪૬-૪૫૯૦ દ્વારા અથવા    info@shreehindutempal.net અથવા www,shreehindutempal.netદ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

       

 (11:55 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]