NRI Samachar

News of Wednesday, 17th April, 2013

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ-ધાર્મિક લઘુમતીઓ ઉપર હુમલા-અત્‍યાચારની અમેરિકામાં ગૂંજ : વ્‍હાઇટ હાઉસ બહાર જંગી રેલી : ૧૦૦૦ થી વધુ લોકોએ ‘માનવ સાંકળ' રચી : અમેરિકા તથા આંતરરાષ્‍ટ્રીય સમુદાય દરમિયાનગીરી કરે તેવી માંગ : પ્રતિનિધિઓ દ્વારા ઉચ્‍ચસ્‍તરે રજુઆત

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ-ધાર્મિક લઘુમતીઓ ઉપર હુમલા-અત્‍યાચારની અમેરિકામાં ગૂંજ : વ્‍હાઇટ હાઉસ બહાર જંગી રેલી : ૧૦૦૦ થી વધુ લોકોએ ‘માનવ સાંકળ\' રચી : અમેરિકા તથા આંતરરાષ્‍ટ્રીય સમુદાય દરમિયાનગીરી કરે તેવી માંગ : પ્રતિનિધિઓ દ્વારા ઉચ્‍ચસ્‍તરે રજુઆત

      

      

       

            વોશિંગ્‍ટન : અમેરિકામાં રાષ્‍ટ્રપતિ બરાક ઓબામાના સત્તાવાર નિવાસ સ્‍થાન ‘વ્‍હાઇટ હાઉસ' બહાર તાજેતરમાં બાંગ્‍લાદેશના હજારો ધાર્મિક લઘુમતીઓ એ વિરોધ-પ્રદર્શન-રેલી યોજી હતી.

            બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ અને અન્‍ય લઘુમતીઓ ઉપર થઇ રહેલા હુમલાઓના વિરોધમાં આ રેલી યોજાઇ હતી. પ્રદર્શનકારીઓએ આ મામલે અમેરિકા દરમિયાનગીરી કરે તેવી માંગ કરી છે.

            બાંગ્‍લાદેશ હિન્‍દુ બુધિસ્‍ટ ક્રિヘન યુનાઇટી કાઉન્‍સીલ-યુએસએ, હ્યુમન રાઇટસ કોંગ્રેસ ફોર બાંગ્‍લાદેશ માઇનોરીટીસ (HRCBM), વર્લ્‍ડ હિન્‍દુ કાઉન્‍સિલ ઓફ અમેીરકા (VHPA) ઉપરાંત ઉત્તર-પૂર્વના વિવિધ સમુદાયના લોકો બહોળી સંખ્‍યામાં એકઠા થયા હતા અને વોશિંગ્‍ટન ડીસીમાં વ્‍હાઇટ હાઉસ બહાર જંગી રેલી યોજી હતી.

            બાંગ્‍લાદેશમાં હિન્‍દુ અને અન્‍ય લઘુમતી સમુદાયના લોકો ઉપર અવિરત હુમલા થઇ રહ્યા છે. ઇસ્‍લામિસ્‍ટ જમાત-એ-ઇસ્‍લામી પાર્ટી દ્વારા આ હુમલા કરાતા હોવાનો આરોપ લગાવવામાં આવ્‍યો છે.

            બાંગ્‍લાદેશમાં લઘુમતિઓ ઉપર કરાઇ રહેલા હુમલા સામે અમેરિકા અને આંતરરાષ્‍ટ્રીય સમુદાય સત્‍વરે પગલાંઓ ઉઠાવે તેવી માંગ સાથે અંદાજે ૧૦૦૦ થી વધુ પ્રદર્શનકારીઓએ વ્‍હાઇટ હાઉસ બહાર ‘માનવ સાંકળ' બનાવી હતી.

            આ વિરોધ-પ્રદર્શન-રેલી માટે પ્રદર્શનકારીઓ ન્‍યુયોર્ક, ન્‍યુજર્સી, એટલાન્‍ટા અને પેન્‍સેલવેનીયા વગેરે જેવા રાજયોમાંથી ઉમટી પડયા હતી મેરી લેન્‍ડ, વર્જીનિયા અને વોશિંગ્‍ટન ડીસી થી પણ લોકો જોડાયા હતા. ૧૦ જેટલી બસો ભરી પ્રદર્શનકારીઓ પહોંચ્‍યા હતા.

            પ્રદર્શનકારીઓએ પોતાના પ્રતિનિધિઓને પણ કોંગ્રેશ્‍નલ સ્‍ટાફર્સ અને ફોરેન અફેર્સની ટોમ લેન્‍ટોસ હ્યુમન રાઇટસ કમિશન હાઉસ કમિટીના સભ્‍યોને મળવા માટે મોકલ્‍યા હતા.

            બાંગ્‍લાદેશ એ વૈશ્વિકસ્‍તરે જાતીય આધાર પર સમરૂપ દેશ ગણાય છે. દેશની કુલ વસ્‍તીના ૯૮ ટકા લોકો બેંગાલી ઇથનો -લિન્‍જીસ્‍ટીક ગ્રુપના છે.

            બાંગ્‍લાદેશમાં વસ્‍તીના ચાર્ટમાં તુલનાત્‍મક રીતે જોઇએ તો બાંગ્‍લાદેશી લઘુમતીઓની સંખ્‍યા ર૯.૩ મિલિયન છે પરંતુ ખરેખર આ સંખ્‍યા ઘટી ૧પ.૮ મિલિયન છે. તાજેતર ના ઇતિહાસને ધ્‍યાને લઇએ તો બાંગ્‍લાદેશમાં લઘુમતીઓ અને બહુમતીઓ વચ્‍ચેનું અંતર વધ્‍યુ છે. વિશ્વએ આ જોખમી બાબતની ગંભીર નોંધ લઇ ઘટતુ કરવું જોઇએ.

            ટોમ લેન્‍ટોસ હ્યુમનરાઇટસ કમિશન જે ફોરેન અફેર્સની હાઉસ કમિટી છે તેને સંબોધતાં હિન્‍દુ બુધિસ્‍ટ ક્રિヘન યુનાઇટી કાઉન્‍સિલના સિતાંશુ ગુહાએ જણાવ્‍યું કે આ બધુ રાતોરાત થયુ નથી એક પછી એક સરકારોના વર્ષોના અત્‍યાચાર અને લઘુમતિઓ ઉપર સુનિયોજીત હુમલા આ બધુ ઇસ્‍લામિસ્‍ટ (બીએનપી અને જમર્ન-એ-ઇસ્‍લામી) દ્વારા કરાયેલું કૃત્‍ય છે જેણે સભ્‍ય સમાજને અંધારામાં ધકેલી દીધો છે. બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓની જમીનો તેમની સંપતિ ઉપર કબ્‍જો જમાવવા અને તેમને દેશમાંથી હાંકી કાઢવા માટે ઇસ્‍લામિસ્‍ટ દ્વારા હુમલા કરાય છે. ૧૯૭૧ થી દરેક ચૂંટણી વખતે આવું કરાયું છે.

            વ્‍હાઇટ હાઉસ રેલીમાં જોડાયેલા ઘણાં પ્રદર્શનકારીઓ માને છે કે બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ અને અન્‍ય ધાર્મિક લઘુમતીઓને એક આંતરરાષ્‍ટ્રીય ટાસ્‍ક ફોર્સની જરૂર છે. બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ સુરક્ષિત રહે તેવો પ્રયાસ થવો જોઇએ. બાંગ્‍લાદેશની સરકાર સમક્ષ એવી પણ માંગ ઉઠી છે કે વર્ષો દરમિયાન ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્‍યા છે. જેનું ફરી નિર્માણ થવું જોઇએ ઉપરાંત ધાર્મિક લઘુમતીઓમાંથી માઇનોરીટી વેલફેર મીનીસ્‍ટ્રી સ્‍થાપી ખાસ પોલીસ ફોર્સ તૈયાર કરવી જોઇએ.

            વડોદરાનાં નંદેસરી ચોકડી પાસે બે ટ્રક વચ્‍ચે છોટા હાથી ટેમ્‍પો ફસાઇ જતા દોડધામ

            વડોદરા : શહેરનાં નંદેસરી ચોકડી પાસે બે ટ્રક વચ્‍ચે છોટા હાથી ટેમ્‍પો ફસાઇ જતા ટેમ્‍પાનાં ચાલક અને કલીનરને ગંભીર ઇજા થવા પામી હતી.

            પ્રાપ્તવિગતો મુજબ શહેર નજીક હાઈવે પર નંદેસરી ચોકડી પાસેથી આજે બપોરે લાકડાનો જથ્‍થો ભરીને જઈ રહેલી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રકની પાછળ જઈ રહેલો છોટા હાથી ટેમ્‍પોના ચાલકે તેનો ટેમ્‍પો ધડાકાભેર ટ્રકની પાછળ અથાડ્‍યો હતો. આ દરમિયાન ટેમ્‍પોની પાછળ જ પુરપાટ ઝડપે જતી અન્‍ય એક ટ્રકના ચાલકે પણ કાબુ ગુમાવતા તે ટેમ્‍પોની પાછળ ભટકાઈ હતી. બે ટ્રકની વચ્‍ચે છોટા હાથી ટેમ્‍પો કચડાઈ જતાં ટેમ્‍પોચાલક અને કલીનર ટેમ્‍પોમાં ઈજાગ્રસ્‍ત હાલતમાં ફસાયા હતા.

            આ બનાવની શહેર ફાયર બ્રિગેડ મથકે જાણ કરાતાં લાશ્‍કરો ઘટનાસ્‍થળે દોડી ગયા હતા. બીજી તરફ આ અકસ્‍માતના પગલે ભેગા થયેલા ટોળાએ તુરંત અકસ્‍માતમાં કારણભૂત આગળની ટ્રકને ખસેડીને ટેમ્‍પોમાં ફસાયેલી બંને વ્‍યકિતઓને બહાર કાઢી હોસ્‍પિટલમાં મોકલી આપી હતી. ઘટનાસ્‍થળે પહોંચેલા લાશ્‍કરોએ તમામ વાહનો રોડ પરથી સાઈડમાં ખસેડીને વાહનવ્‍યવહાર શરુ કરાવ્‍યો હતો.

      
 (12:18 am IST)
[social_media]
 
 
[all_news_right_side]