NRI Samachar

News of Thursday, 18th April, 2013

BAPS દ્વારા વાર્ષિક મહિલા કોન્‍ફરન્‍સ યોજાઇ : ઉત્તર અમેરિકામાં ૧૦ કોન્‍ફરન્‍સ : તમામ વર્ગની પ૦૦૦ મહિલાઓએ ભાગ લીધો : ભારતીય હિન્‍દુ સંસ્‍કૃતિ-પરંપરાઓ મૂલ્‍યોના જતન વિશે આદાન-પ્રદાન

BAPS દ્વારા વાર્ષિક મહિલા કોન્‍ફરન્‍સ યોજાઇ : ઉત્તર અમેરિકામાં ૧૦ કોન્‍ફરન્‍સ : તમામ વર્ગની પ૦૦૦ મહિલાઓએ ભાગ લીધો : ભારતીય હિન્‍દુ સંસ્‍કૃતિ-પરંપરાઓ મૂલ્‍યોના જતન વિશે આદાન-પ્રદાન

      વોશિંગ્‍ટન  : વિશ્વસ્‍તરે મહિલાઓની પ્રગતિ અને વિકાસ માટે કટિબદ્ધ BAPS  સ્‍વામીનારાયણ સંસ્‍થા દ્વારા ૩૦ મી માર્ચ, ર૦૧૩ના રોજ પોતાની છઠ્ઠી વાર્ષિક વુમન્‍સ કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર ઉત્તર અમેરિકામાં આયોજીત આ ૧૦ કોન્‍ફરન્‍સમાં તમામ વર્ગની પ૦૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો.

      આ વર્ષે યોજાયેલ કોન્‍ફરન્‍સ ‘ટાઇમલેસ ટ્રેડિશન'નીસ થીમ પર કેન્‍દ્રીત હતી ટાઇમલેસ ટ્રેડિશન : સેલીબ્રેટીંગ પાસ્‍ટ, કલ્‍ટીવેટીંગ ફયુચર.. થીમ અંતર્ગત કોન્‍ફરન્‍સમાં હિન્‍દ પરંપરાઓ, તેમનું સરળતાથી પાલન અને નવી પેઢીને આ મુલ્‍યવાન સંસ્‍કૃતિ અને પરંપરાઓ અંગે શિક્ષિત કરવા પર ભાર મુકવામાં આવ્‍યો હતો. કોન્‍ફરન્‍સમાં વિવિધ વકતાઓએ વિવિધ વિષયો પર પોતાના વ્‍યકિતગત અનુભવો ઉપસ્‍થિત લોકો સાથે વ્‍હેંચ્‍યા હતા. શ્રી મિતા મહેતા, પોલિટીકલ સાયન્‍સ (બીએ) એ ફલરીંગ, ન્‍યુયોર્કમાં કોન્‍ફરન્‍સ ખાતે બોલતાં હિન્‍દુ હેરીટેજ અંગે વ્‍યકિતગત ગર્વની લાગણી વ્‍યકત કરી હતી. તેણીએ સત્‍ય અને અહિંસા અને દયા-કરૂણા અંગે વાત કરી રોજ-બરોજનાં જીવનમાં તેના મૂલ્‍યો વિશેષ વાતો કરી હતી, તેણીએ પોતે હિન્‍દુ મુળ એક તંદુરસ્‍ત-સર્વિસ હિન્‍દુ-અમેરિકા મહિલા રૂપે ઘડતર થયુ તે બાબત વર્ણવી અન્‍ય હિન્‍દુ-અમેરિકન મહિલાઓની સફળ વિકાસ ગાથા વર્ણવી હતી. જેમણે પણ આવું જ કહ્યું છે. ગણિત, વિજ્ઞાન, ખગોળ, ભૌતિક શાષા અને દવા જેવા ક્ષેત્રોમાં ભારતે વિશ્વમાં આપેલ યોગદાન અંગે તેણીએ ઉપસ્‍થિત લોકોને માહિગાર કર્યા હતા. ભારતની અમૂલ્‍ય ધરોહરો અને પરંપરાઓ વિશે શ્રી મિતા મહેતાએ જે રસપ્રદ વર્ણન કર્યુ તેનાથી ઉપસ્‍થિત લોકો અભિભૂત થઇ ઉઠયા હતા.

      હિન્‍દુતત્‍વએ માત્ર એક ધર્મ નથી પરંતુ જીવન જીવવાનો એક માર્ગ પણ છે. એડિશન ન્‍યુજર્સી ખાતે શ્રી જાગૃતી વ્‍યાસે આવી વાત કહી તેણીએ પોતાના પ્રવચનમાં ગર્વથી જીવન જીવવા, તેમાં સાનુકુળતા અને વિશ્વાસનું મિશ્રણ હોવું જોઇએ તેમ જણાવ્‍યું હતું. કોઇ ધર્મ, પરંપરાઓ અને તેના મૂલ્‍યો વિશે લોકોમાં જ્ઞાન અને સમજણ હોવા પર તેણીએ ભાર મુકયો હતો. આવું કરવાની વ્‍યકિત હિન્‍દુત્‍વ અને જીવનના હિન્‍દુ માર્ગનો ખરો પ્રચારક બની શકે છે જેના દ્વારા તે સવાલોના જવાબો આપી શકે છે ખોટી ધારણાંઓ દૂર કરી શકે છે.

      વોશિંગ્‍ટન ડીસી ખાતે કોન્‍ફરન્‍સમાં બોલતાં શ્રી અલક પરમારે જણાવ્‍યું કે મૂલ્‍યો, પરંપરાઓ સંસ્‍કૃતિની જાળવણી તેનું વાસ્‍તવિક ચિત્રણ રજૂ કરી તેના અનુકરણની પધ્‍ધતિઓ અને ભાવિ પેઢી માટે તેને સંભાળીને રાખવા વિશે વાત કરી હતી તેણીએ વ્‍યકિગત  બનાવો અને વાસ્‍તવિક ઉદાહરણો રજૂ કરી રોજબરોજના જીવનમાં ભાષા, સંગીત અને અન્‍ય બાબતો દ્વારા પરંપરાઓ, કલ્‍ચરની જાળવણી કરવા પર ભાર મુકયો હતો. તેણીએ જણાવ્‍યું કે વ્‍યકિત હિન્‍દુ હોલી-ડે-તહેવારોની ખાસ રીતે ઉજવણી કરી શકે છે. તેનાં દ્વારા પરીવારોને માત્ર આનંદ  જ નથી મળતો પરંતુ ઇતિહાસ વિશે માહિતી મળવા ઉપરાંત તેની પાછળ નો ઉદ્દેશ પણ જાણવા મળે છે પરીવાર સાથે સમય ગાળે તે સૌથી મહત્‍વની બાબત છે. હિન્‍દુ પરીવારો આ રીતે ઐતિહાસિક સંસ્‍કૃતિ અને પરંપરાઓની જાળવણી કરે છે. BAPS આયોજીત આ કોન્‍ફરન્‍સમાં તમામ જનારેશનની મહિલાઓએ ભાગ લીધો હતો.

      ફાર્માસીસ્‍ટ અને એક બાળકના માતા શ્રી પ્રિતી પટેલે જણાવ્‍યું કે રોજબરોજના જીવનમાં માતાઓને જે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે તથા ભાવી પેઢીઓ વચ્‍ચે જે અંતર હોય છે તે દૂર કરવામાં આવી કોન્‍ફરન્‍સ ખૂબ ઉપયોગી નીવડે છે તે ખાતરી આપે છે કે મારી દિકરીને પણ આપણાં કલ્‍ચર વિશે એ જ બાબતો જાણવા મળશે જે મારામાં છે.

      કવીન્‍સ કોલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થીની શ્રી ભૂમિ પટેલે પોતાના વિચારો વ્‍યકત કરતાં જણાવ્‍યું કે મને લાગે છે કે અમારી ઉંમરમાં એ બાબત ભુલવી સરળ હોય છે કે અમે કયાંથી આવીએ છીએ, મારૂ હિન્‍દુ બેકગ્રાઉન્‍ડ અને પરંપરાઓ વગેરે...

      આ કોન્‍ફરન્‍સે મારી આંખો ઉઘાડી દીધી છે મને ખાતરી છે કે બાકીની ઓડિયન્‍સની પણ મહિલા કોન્‍ફરન્‍સનું સમાપન પારંપરિક હિન્‍દુ પ્રાર્થનાથી કરવામાં આવ્‍યું હતું.

      

      ફોટો

      પ્રાર્થના સાથે પ્રારંભ, મહિલા કોન્‍ફરન્‍સને હોસ્‍ટ દ્વારા સંબોધન, શ્રી રાખી પટેલ દ્વારા સંબોધન, ડો. સરસ્‍વતી સુકુમાર દ્વારા સંબોધન,  શ્રી અલ્‍કા પરમાર દ્વારા સંબોધન, શ્રી દિવ્‍યા પટેલ દ્વારા સંબોધન, પરંપરાગત ભારતીય નૃત્‍યની પ્રસ્‍તુતી, પેનલ ડિસ્‍કશન, એડિશન-ન્‍યુજર્સી ખાતે જમાવડો, ભારતીય નૃત્‍ય, ભારતીય નૃત્‍ય,  જે તસ્‍વીરમાં દર્શાવે છે.

 (12:10 am IST)
[social_media]
 
 
[all_news_right_side]