NRI Samachar

News of Friday, 19th April, 2013

બે- એરિયાના આંગણેથી શ્રીશ્રી રવિ શંકર દ્વારા ‘‘તણાવમુકત - હીંસા મુકત સમાજ'' આંદોલનનો પ્રારંભ

બે- એરિયાના આંગણેથી શ્રીશ્રી રવિ શંકર દ્વારા ‘‘તણાવમુકત - હીંસા મુકત સમાજ\'\' આંદોલનનો પ્રારંભ

      (પ્રવિણ દેસાઇ) સિલિકોન વેલી : સમસ્‍ત ભારત સમાજ જેનો ઋણી છે એવા વીરલ સતપુરૂષ મહર્ષિ મહેશયોગીના શિષ્‍ય શ્રી શ્રી રવિ શંકરએ પ્રાણાયામ, યોગવિદ્યાની પધ્‍ધતિસરની તાલીમ આપવા ૧૯૮૨ની સાલમાં ભારતમાં  ‘‘આર્ટ ઓફ લિવીંગ ફાઉન્‍ડેશન''ની સ્‍થાપના કરી હતી. સનાતન હિન્‍દુ ધર્મના સાંસ્‍કૃતિક પાયાના ચૈત્તન્‍ય પરંપરાએ યોગગુરૂની પ્રેરણાએ  આજે દેશ અને દુનિયાના ૧૫૨ ઉપરાંત કેન્‍દ્રો છે.ભારતની પ્રાચિન ઘનિષ્‍ઠ પરંપરાએ આફ્રિકા આરબ દેશો દક્ષીણ અમેરિકા એશિયાઇ દેશો સહિત અમેરિકાની બૌધ્‍ધિકશકિતનો ભારત સાથેનો નાતો વધુ સુદ્રઢ બન્‍યો છે.

      આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિ શંકર તણાવ મુકત - હિંસા મુકત સમાજ રચનાના શુભ સંદેશ સાથે અમેરિકાના પヘમિ કાંઠાળ બે - એરિયાના  આંગણે પધાર્યા હતા. સિલિકોન વેલીની આઇ-ટી રાજધાની સનહોઝના સુવિખ્‍યાત મેકનરી કન્‍વેશન સેન્‍ટરમાં ઉપસ્‍થિત ૮૦૦૦ની જંગી માનવ મહેરામણ વચ્‍ચે મંચ પર ઉપસ્‍થિત ઉચ્‍ચ સરકારી અધિકારીઓ  વિવિધ નગરપાલિકાઓના વરિષ્‍ઠો કાઉન્‍સીલ સદસ્‍યોની  હાજરી ધ્‍યાનાર્ષક હતી. આ અવસરે  રાષ્‍ટ્રપતિ બરાક ઓબામા તેમના પત્‍નિ મિશેલ ઓબામાના આમંત્રણે વ્‍હાઇટ હાઉસના પટાંગણમાં યોગવિદ્યા શીખવનાર એમ.સી.યોગીએ ધમાકેદાર પાヘાત્‍ય સંગીતની  ધૂનમાં એલિફન્‍ટ પાવર અને પિલિગ્રીમેજ આલ્‍બમના ગીતો વહાવ્‍યા હતા.

      ભારતીય સ્‍વભાવગત શાંતિપ્રિય અને હૃદયસ્‍થ પ્રાચિન પારિવારીક સંસ્‍કાર સંસ્‍કૃતિનું ગૌરવ વધારતા સતપુરૂષની હૃદય ઋજુતાએ વર્તમાન સમયમાં વ્‍યાપ્‍ત માનવસર્જીત વૈશ્વિક સમસ્‍યાઓનું સમાધાનના ઉપાયે માનવીયમાં ઉપસ્‍થિત જન્‍મજાત નિષ્‍ઠાની સંવેદનાની જાગૃતિની આવશ્‍યકતાએ તણાવ મુકત - હિંસા મુકત સમાજ રચનાના આંદોલનનો શુભ આરંભ કર્યો છે.

       

 (11:51 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]