NRI Samachar

News of Friday, 19th April, 2013

આઠ સેનેટરોએ રજુ કરેલુ ઈમીગ્રેશન સુધારણા બીલ

       

      ભાઇઓ તથા બહેનો,

                   ચાર  રીપબ્‍લીકન અને ચાર ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોએ  આજે ઈમીગ્રેશન સુધારણા બીલ રજુ કર્યુ છે. જેની વિગતો ટુંકમાં નીચે મુજબની છે આ માહિતી પ્રાથમીક હેવાલ તરીકે ગણવા નમ્ર વીનંતી છે. વધુ માહિતી મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તે સૌની જાણ ખાતર....

      અમેરીકામાં અગીયાર મીલીયન લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને તેઓને કાયદેસરનો હક પ્રાપ્ત થાય તે માટે આઠ સેનેટરોએ એક સુધારણા બીલ રજુ કરેલ છે જેમાં નીચેની જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

      (૧) ડીસેમ્‍બર  ૩૧,૨૦૧૧ પહેલાં અમેરીકામાં આવેલો હોવો જોઇએ અને કાયમ માટે રહેતો હોવો જરૂરી છે. આવી વ્‍યકિતઓ કામચલાઉ ધોરણે સાથે રહેવા અરજી કરી શકશે. અમેરીકાના પ્રમુખ સુધારણા બીલ પર સહી કરે ત્‍યારે પછી તે છ મહિના કામ ચલાઉ સમય બાદ તેવી અરજી કરી શકશે.

      આ બીલ અંગે સેનેટની જ્‍યુડીસરી કમીટીમાં તેને પસાર કર્યા બાદ સેનેટના ફલોર પર રજુ કરવામાં આવશે. ત્‍યાં સુધારા - વધારા રજુ થયા બાદ સહમતી મળ્‍યા બાદ હાઉસમાં પણ તેની ચર્ચા સાથે સાથે હાથ ધરાશે. આ વખતે હાઉસમાં આ અંગે ઉગ્ર વિરોધ છે છતાં તે વખતની  પરિસ્‍થિતી કેવી હશે તે કહી શકાય તેમ નથી. અને જો બધુ યોગ્‍ય રીતે  પસાર થઇ જાય તો બીલ પ્રમુખની સહી માટે મોકલવામાં આવશે.

      (૨) આ બીલમાં ઉચ્‍ચ તથા નિમ્‍ન કક્ષાના કળા કૌશલ્‍ય ધરાવતા લોકો માટે વધારાના વીઝાની જોગવાઇ કરવામાં આવેલ છે પરંતુ આ અંગેની માહિતી અત્રે ઉપલબ્‍ધ થઇ શકે તેમ નથી.

      જો લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે તેમને કામચલાઉ સ્‍ટેટસ મળ્‍યા બાદ દસ વર્ષનો સમય ગ્રીન કાર્ડ મેળવવા  માટે પસાર કરવાનો રહેશે. અને ત્રણ વર્ષ બાદ તે સીટીઝનશીપ માટે અરજી કરી શકશે. અરજદારોએ એ ક અંદાજ અનુસાર બે હજાર ડોલર દંડ પેટે ભરવાના રહેશે. એવી એક ભલામણ કરવામાં  આવેલ છે.

      હાઉસના પ્રતિનિધિઓ પણ એક અલગ ઈમીગ્રેશન સુધારણા બીલ તૈયાર કરી રહ્યા છે અને તેની રજુઆત બાદ આગળની માહિતી પ્રાપ્ત થશે.

      આ માહિતી સેનેટના બીલની છે.અને તે ભલામણ માટેની છે. આ બીલ પર ચર્ચા હાથ ધરાશે અને અંતિમ નિર્ણય લેવાતા ઘણો સમય નીકળી જશે.

      વધુ માહિતી મળશે તો સર્વેને જણાવીશુ.

       

 (12:35 am IST)
[social_media]
 
 
[all_news_right_side]