NRI Samachar

News of Wednesday, 24th April, 2013

હાવર્ડમાં ક્રાઉડ મેનેજમેન્‍ટ ભણાવશે મુખ્‍યમંત્રી અખિલેશ : હાવર્ડ વિધાઉટ બોર્ડર મેપિંગ ધ કુંભમેલા વિષય ઉપર વક્‍તવ્‍ય આપશે

      લખનૌ, તા.ર૪, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી અખિલેશ યાદવ બે દિવસ પછી હાવર્ડ યુનિર્વસિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓને ક્રાઉડ મેનેજમેન્‍ટના પાઠ ભણાવશે.

      દુનિયાની સૌથી મોટી અને ર્ધામિક બાબતો સાથે જોડાયેલી કરોડોની ભીડને નિયંત્રણમાં રાખવા બાબતે અખિલશ તાજેતરમાં યોજાયેલા મહાકુંભની સાથે જોડાયેલી તસ્‍વીરો સાથે દોઢ કલાકનું લેકચર આપશે. અને ત્‍યારપછી સવાલોના જવાબો પણ આપશે. સાથે સાથે અખિલેશ હાવર્ડ યુનિર્વસિટીમાં તેની સરકારનું બ્રાન્‍ડિંગ પણ કરશે.

      મહાકુંભ દરમિયાન સરકારે કરેલી સુચારુ વ્‍યવસ્‍થા અને યુપી સરકાર ભવિષ્‍યની વિકાસની બાબતોના પ્‍લાનીંગ બાબતે પણ તેમના લેકચર દરમિયાન ચર્ચા કરશે. મુખ્‍યમંત્રી અખિલેશ પછી શહેરી વિકાસ મંત્રી આઝમ ખાન પણ મહાકુંભ માટે તેમની સરકારે કરેલી તૈયારીઓ અને આયોજન બાબતે સમજાવશે.

      ર૬ એપ્રિલે અમેરિકાના સમય અનુસાર દોઢ વાગે હાવર્ડ વિધાઉટ બોર્ડર મેપિંગ ધ કુંભમેલા વિષય ઉપર અખિલેશ વક્‍તવ્‍ય આપશે. તેના એક દિવસ પહેલા દક્ષિણ એશિયા સંસ્‍થામાં યુરોપ શા માટે સમુદ્ધ બન્‍યું અને એશિયા શા માટે નહીં તે વિષય પર પણ તે વ્‍યાખ્‍યાન આપશે. તેની આ યાત્રા દરમિયાન તેમના કાર્યભારનો ચાર્જ કોઈને પણ આપવામાં આવ્‍યો નથી.

       

 (01:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]