NRI Samachar

News of Thursday, 25th April, 2013

ઈન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાની ઉપસ્‍થિતીમાં કેપીટલ હિલ ખાતે મળી ગયેલુ AAPIનું એક દિવસીય અધિવેશનઃ અમેરિકામાં ડોકટરોની તંગીને ધ્‍યાને લઇ ‘‘જે ૧ વીઝા વેઇવર પ્રોગ્રામ'' વહેલી તકે અમલી બનાવવા રજુઆતઃ ઈન્‍ડિયન અમેરિકન ડોકટરોને ગ્રામ્‍ય વિસ્‍તારમાં તબીબી સેવાનો વ્‍યાપ વધારવાની તક અપાશેઃ તેજસ્‍વી તથા સક્ષમ ડોક્‍ટરોને આવકારવા અમેરિકા સદાય તત્‍પર હોવાનું­ જણાવતાં કોંગ્રેસમેન જો ક્રાઉલી

ઈન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાની ઉપસ્‍થિતીમાં કેપીટલ હિલ ખાતે મળી ગયેલુ AAPIનું એક દિવસીય અધિવેશનઃ અમેરિકામાં ડોકટરોની તંગીને ધ્‍યાને લઇ ‘‘જે ૧ વીઝા વેઇવર પ્રોગ્રામ\'\' વહેલી તકે અમલી  બનાવવા રજુઆતઃ ઈન્‍ડિયન અમેરિકન ડોકટરોને ગ્રામ્‍ય વિસ્‍તારમાં તબીબી સેવાનો વ્‍યાપ વધારવાની તક અપાશેઃ તેજસ્‍વી તથા સક્ષમ ડોક્‍ટરોને આવકારવા અમેરિકા સદાય તત્‍પર હોવાનું­ જણાવતાં કોંગ્રેસમેન જો ક્રાઉલી

      યુ.એસ.: યુ.એસ.માં હજારો ઈન્‍ડિયન અમેરિકન ડોકટરોનું પ્રતિનિધિત્‍વધરાવતા ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍સ ઓફ ઈન્‍ડિયન ઓરીજીન ''(AAPI)ના  ઉપક્રમેકેપીટલ હીલ ખાતે ૧૧ એપ્રિલના રોજ કોંગ્રેસમેન  એમી બેરાની ઉપસ્‍થિતિમાં એક દિવસીય અધિવેશનમાં મળી ગયુ. જેમાં AAPIના હોદ્દેદારોએ કોંગ્રેસમેન સમક્ષ યુ.એસ.માં ડોક્‍ટરોની તંગીને ધ્‍યાને લઇ તેમના માટેની વીઝાકીય વ્‍યવસ્‍થામાં સુધારો કરાવવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.

      AAPIના હોદ્દેદારોએ રજુઆત કર્યા મુજબ અમેરિકામાં ૨૦૧૫ની સાલ સુધીમાં નવા ૯૦૦૦૦ જેટલા ફીઝીશીન્‍સની જરૂર પડશે તથા ૨૦૨૫ ની સાલ સુધીમાં ઉપરોક્‍ત જરૂરિયાત ૧,૩૦,૦૦૦ જેટલી  થઇ જશે. જેને ધ્‍યાનમાં રાખી જે ૧ વીઝા વેઇવર પ્રોગ્રામ વહેલી તકે અમલી બનાવવો જોઇએ. જેનાથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તબીબી સારવાર માટે ઈન્‍ડિયન અમેરિકન ડોક્‍ટરોને આવવાની તક મળશે.

      અધિવેશનમાં ક્રાઉલી ઉપરાંત અન્‍ય કોંગ્રેસમેન  ફીલ જીંગરે જીમ એમ્‍સીડેમર્ાોટ, ફ્રાંક પેલોન, ફીલ રો તથા કોંગ્રેસવુમન  ઝો લોફગ્રેન હાજર રહ્યા હતા. જે પૈકી કોંગ્રેસમેન જો ક્રાઉલીએ તેજસ્‍વી, ઉત્તમ તથા સક્ષમ ડોક્‍ટરોને આકર્ષવા અમેરિકા સતત આતુર હોવાનું જણાવ્‍યુ હતું. તેમજ વર્તમાન વીઝાકીય નિયમોમાં સુધારો કરાવવાનો પ્રયત્‍ન થશે તેમ જણાવ્‍યુ હતું.

 (11:06 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]