NRI Samachar

News of Friday, 26th April, 2013

છેલ્લા બે મહિનાના સમય દરમ્‍યાન શંકા અને કુશંકાના વાતાવરણમાં ઝોલા ખાતુ ઇમીગ્રેશન સુધારણા બીલ આખરે આઠ સેનેટરોએ સંયુકત રીતે સેનેટમાં રજૂ કર્યુ : એપ્રિલ માસની ૧૯ અને રર મી તારીખે સેનેટની જયુડીસરી કમીટીમાં ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે શરૂ થયેલી સુનાવણી : સૌ પ્રથમ કમીટીના ચેરમેન પેટ્રીક લેહીએ કમીટીના સભ્‍યો તથા હાજર રહેલા મહાનુભાવોને કરેલું સંબોધન : કૌટુંમ્‍બીક આધારીત કેટેગરીની ભાઇબહેનની ચોથી કેટેગરી નસ્‍ત નાબુદ થશે

       

       

            ( સુરેશા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાની હતી તે ઇમીગ્રેશન સુધારણા બીલ આઠ સેનેટરોના સંયુકત પ્રયાસોથી આખરે સેનેટમાં રજૂ કરવામાં આવેલ છે અને સેનેટરની જયુડીસરી કમીટીના સભ્‍યોએ એપ્રિલ માસની ૧૯ અને રર મી તારીખે તેની સુનાવણી પણ હાથ ધરી હોવાના સમાચાર જાણવા મળેલ છે અમેરિકામાં વસાવટ કરતા લગભગ તમામ લોકોએ બીનાથી માહિતગાર છે જ. કે. ઇમીગ્રેશન ખાતાના હાલના જે કાયદાઓ તે યોગ્‍ય રીતે કાર્ય કરતા નથી અને મહદ અંશે તેઓ તમામ ક્ષેત્રે નિષ્‍ફળ ગયેલા છે આથી તેમાં જરૂરી સુધારાઓ કરવાની આવશ્‍યકતા ઘણા લાંબા સમક્ષથી વર્તાતી હતી અને તે અંગે જરૂરી પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્‍યા હતા પરંતુ એક યા બીજા પ્રકારે તેમાં નિષ્‍ફળતાઓ સાંપડી હતી. ગયા નવેમ્‍બર માસમાં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમાં ડેમોક્રેક પક્ષ તરફથી હાલના પ્રમુખ બરાક ઓબામા તથા તેમની સામે રીપબ્‍લીકન પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર તરીકે મેસેચ્‍યુસેટસના ભૂતપૂર્વ ગવર્નર મીટ રોમનીએ ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીના પરીણામો પ્રગટ થતાં અમેરિકાના પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ બરાક ઓબામા પોતાનીચાર વર્ષની બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા હતા આ બંને પક્ષના ઉમેદવારોએ પોતાના ચૂંટણીના પ્રચાર દરમ્‍યાન અમેરિકન પ્રજાને જણાવ્‍યું હતું કે પોતે જો પ્રમુખ પદની ચૂંટણી વિજયી બનશે તો ઇમીગ્રેશનના હાલના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરીને તેને કાર્યવંત બનાવવા જરૂરી પ્રયાસો કરવામાં આવશે અને તે આધારે પ્રમુખ બરાક ઓબામાએ પોતાના હોદ્દાનો અખત્‍યાર સંભાળ્‍યા બાદ અમેરિકન પ્રજાને ચૂટણી પ્રચાર દરમ્‍યાન આપેલા વચનોનો અમલ શરૂ કરવાનો પ્રયાસ તેમણે હાથ ધર્યો હતો અને સૌથી પ્રથમ કાર્ય તેમણે ઇમીગ્‌ગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં જરૂરી સુધારાઓ કરવા માટેનું કાર્ય હાથ પર લીધુ અને બંને પાર્ટીના સેનેટરો તથા હાઉસના પ્રતિનિધિઓની રૂબરૂ મુલાકાત લઇ આ પ્રક્રિયામાં જરૂરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

             અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની વિનંતી અને તેની સાથે સાથે ગયા નવેમ્‍બર માસસાં યોજવામાં આવેલ પ્રમુખપદની ચૂંટણીના પરીણામોનો અભ્‍યાસ કર્યા બાદ રીપબ્‍લીકન પાટીના રાજકીય નેતાઓને એવો અહેસાસ થયો હતો કે તેમણે જનતાના વિશ્વાસ ગુમાવ્‍યો છે અને તેને જો પાછો સંપાદન કરવા હોય તો પ્રજા આપેલ આદેશને માથે ચઢાવી તે દિશમાં કાર્ય કરવું એ હિતાવહ લાગતા ઇમીગ્રેશન સુધારાણા બીલ અંગે જરૂરી સહકાર આપવા માટે રીપબ્‍લીકન પાર્ટીના ચાર અગ્રગણ્‍ય સેનેટરો બહાર આવ્‍યા અને ચાર ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોએ પણ તેમનો સહકાર પ્રાપ્‍ત કરી સતત બે મહિનાના સમય દરમ્‍યાન પડદા પાછળ કર્ાા કરી તે એક બીલ તૈયાર કર્યુ અને ચાલુ એપ્રિલ માસની ૧૭ મી તારીખને બુધવારે વહેલી સવારે તેને સેનેટમાં રજૂ કરવામાં આવ્‍યું.

            સેનેટની જયુડીસરી કમીટીના ચેરમેન પેટ્રીક લેહીને આઠ સેનેટરો દ્વારા જે ઇમીગ્રેશન સુધારણા બીલ રજૂ કરવામાં આવ્‍યું છે. તેની સુનાવણી પણ એપ્રિલ માસની ૧૯ મી તારીખથી હાથ ધરી છે અને તેમણે આ પ્રસંગે પોતાની સૌ પ્રથમ રજૂઆતમાં જણાવ્‍યું હતું કે ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સીકયોરીટીના સેક્રેટરી જેનેટ નેપોલીટનો આજે મેસેચ્‍યુસેટસમાં જે પરિસ્‍થિતિ છે ત્‍યાં તેમની હાજરીની ખાસ જરૂરત છે તેથી આજની સુનાવણીમાં તેઓ હાજર રહી શકયા નથી આથી તેમની સાથે બીજી વખત ગોઠવણ કરી હાજર રહે તેવી વ્‍યવસ્‍થા કરીશું. આજે આપણી વચ્‍ચે ઓહાયો રાજયના કલીવલેનડ શહેરના સીવીલ રાઇટસ કમીશનનાં કમીશનર તેમજ વોશીંગ્‍ટન ડીસીમાં કાર્ય કરતી અમેરિકન એકસન ફોરમનો પ્રમુખ અનુક્રમે પીટર કિર્સમો તથા ડો. ડગલાસ હોલ્‍ટસ ઇકીન છે અને તેઓ ઇમીગ્રેશન સુધારણા બીલની આર્થિક અસરથી થશે તે વિષે પોતાના મંતવ્‍યો રજૂ કરશે. હું આ બંન્ને મહાનુભાવોનો આવકારૂ છું. સેનેટના બંને પક્ષના સભ્‍યોએ સંયુકત રીતે જે બીલ રજુ કરેલ છે તેમાં અગીયાર મીલીયન જેટલા લોકો અત્રે ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે તેઓને અત્રે કાયમી રીતે રહેવાનો હક પ્રાપ્‍ત થાય તથા તેઓને અમેરિકન નાગરિકત્‍વ મળે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે. ઘણા લાંબા સમય સુધી પરિવારના સભ્‍યો એક બીજાથી ઘણા વર્ષો અલગ થઇને રહે છે તે પ્રક્રિયા ઝડપી બનાવવા તથા ખેતી વાડી વિભાગમાં પુરતા પ્રમાણમાં કામદારો મળી રહે તેવી જોગવાઇઓ પણ આ બીલમાં કરવામાં આવેલ છે આ બીલમાં અનેક પ્રકારની ભલામણોનો સમાવેશ કરવામાં આવેલ છે આ બીલ અંગે આપણે ઝડપથી પગલા ભરવાના રહેશે અને તે દ્વારા અમેરિકામાં વસવાટ કરતા તમામ લોકોને સાચો ન્‍યાય મળી રહેશે એવી મારી માન્‍યતા છે. આઠ સનેટરો કે જેમાં ચાર રીપબ્‍લીકનો અને ચાર ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યોનો સમાવેશ થાય છે. તેઓએ જે બીલ રજુ કરેલ છે તે તમામ સેનેટરોને ધન્‍યાવાદ આપું છુ અને આ બીલ અંગે આજે શુક્રવારે તથા ત્રણ દિવસ બાદ સોમવારે જયુડીસરી કમીટીમાં સુનાવણી શરૂ થશે. આ સુનાવણીઓ દ્વારા સેનેટરો તથા અમેીરકન પ્રજાને ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે સવિશેષ પ્રમાણમાં માહિતી મળી રહેશે એમ હું માનુ છું.

                   જયુડીસરી કમીટીના ચેરમેન પેટ્રિક લેહીની રજુઆત બાદ ડો. ડગલાસ હોલ્‍ટ ઇરીન તથા પીટર કિર્સનોએ નવા ઇમીગ્રેશન સુધારણા બીલ દ્વારા આર્થિક ક્ષેત્રે જે અસરો ઉત્‍પન્ન થનાર છે તેની વિસ્‍તૃત માહિતીઓ આપી હતી. જેનાથી કમીટીના તમામ સભ્‍યો પ્રભાવિત થયા હતા. શુક્રવારે પ્રથમ સુનાવણી પરિપૂર્ણ થયા બાદ બે દિવસના વિરામ બાદ સોમવારે રર મી એપ્રિલે પણ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને આ હેવાલ તૈયાર થઇ રહ્યો છે ત્‍યા સુધીમાં તેની વિગતો પ્રાપ્‍ત થઇ નથી પરંતુ એકનોટીસ દ્વારા જાણવા મળેલ છે તે મુજબ (૧) અર્ટુરો રોડ્રીગેઝ (ર) ચાર્લ્‍સ કોનેર (૩) એલીસન ઇસ્‍ટમેન (૪) મેગન સ્‍મીથ (પ) જીમ કોલ્‍બી ભૂતપૂર્વ હાઉસના પ્રતિનિધિ (૬) ટમર જેકોબી (૭) રીક જુડ સન (૮) બ્રેડ સ્‍મીથ (૯) પ્રોફેસર રોન હીરા (૧૦) નિરજ ગુપ્‍તા નેવર્ક કેલીફોર્નિયા, (૧૧) ફ્રેડ બેન્‍જામીન (૧ર) ગેબી પરોકો (૧૩) જેનેટ મુર્ગીયા (૧૪) ડો. ડેવીડ ફલેમીંગ (૧પ) માર્ક ક્રીકોરીયન (૧૬) લૌરા લીચર (૧૭) ક્રીસ કોબચ (૧૮) માર્ક શુર્તીફ (૧૯) બીલ વીડાલા (ર૦) જેનીસ કેફારી (ર૧) ક્રિસ ક્રેઇન (રર) ડો. સ્‍ટીવન કમરોટા (ર૩) ગ્રોવર નોર્કવેસ્‍ટ પોતાની રજુઆતો આ કમીટી સમક્ષ કરી ચુકયા હતા. એક હેવાલ અનુસાર આઠ સેનેટરોએ બે મહિનાના સમય ગાળા દરમ્‍યાન ર૪ બેઠકો યોજીને સંયુકત રીતે ઇમીગ્રેશન સુધારણા બીલ તૈયાર કરીને સેનેટરમાં રજુ કરવામાં આવેલ છે ઇમીગ્રેશન સુધારણા અંગે અનેક પ્રકારનાં સુધારાઓ રાજકીય આગેવાનો દ્વારા સેનેર્ટમાં રજૂ થશે અને તેના પર ચર્ચા કર્યા બાદ આગળની કાર્યવાહીઓ આગળ કરવામાં આવશે અને તે અંગેની જેમ જે માહિતી અમોને પ્રાપ્‍ત થશે તેમ તેમ તે અંગેની તમામ માહિતીઓ અમો અમારા વાંચક વર્ગ માટે અવરનવર પ્રગટ કરતા રહીશુ તેની સૌ વાંચક વર્ગ નોંધ લે એવી આશા.

       

 (12:47 am IST)
[social_media]
 
 
[all_news_right_side]