NRI Samachar

News of Friday, 26th April, 2013

ડભોઇ સમાજ ઓફ અમેરિકા, લાડ વણિક સમાજ ઓફ નોર્થ અમેરિકા, તથા શ્રી દ્વારકાધીશ મંદીરના સંયુક્‍ત ઉપક્રમે ૨૮ એપ્રિલ ૨૦૧૩ના રોજ હેલ્‍થ સેમીનારનું આયોજનઃ ‘‘ષાીઓ અને તેમના હૃદયની કાળજી''વિષયક ડો. શીતલબેન બી.શાહનું ઉદબોધનઃ અધ્‍યક્ષ સ્‍થાને ડો. બંકીમભાઇ ડી.શાહઃ તમામને સપરિવાર મિત્રમંડળ સહિત હાજર રહેવા આયોજકોનું આમંત્રણ

ડભોઇ  સમાજ  ઓફ અમેરિકા, લાડ વણિક  સમાજ ઓફ નોર્થ અમેરિકા, તથા શ્રી દ્વારકાધીશ મંદીરના સંયુક્‍ત ઉપક્રમે ૨૮ એપ્રિલ ૨૦૧૩ના રોજ હેલ્‍થ સેમીનારનું આયોજનઃ ‘‘ષાીઓ અને તેમના હૃદયની કાળજી\'\'વિષયક ડો. શીતલબેન બી.શાહનું ઉદબોધનઃ  અધ્‍યક્ષ સ્‍થાને  ડો. બંકીમભાઇ ડી.શાહઃ તમામને સપરિવાર મિત્રમંડળ સહિત હાજર રહેવા આયોજકોનું આમંત્રણ

      

      

            (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ડભોઇ સમાજ ઓફ અમેરિકા લાડ વણિક સમાજ ઓફ નોર્થ અમેરિકા, તથા શ્રી દ્વારકાધીશ મંદીરના  સંયુકત્ત ઉપક્રમે  ૨૮ એપ્રિલ ૨૦૧૩ રવિવારના રોજ સાંજે  પ-૩૦ થી ૭ દરમિયાન હેલ્‍થ સેમિનારનું આયોજન કરાયુ છે.

            દ્વારકાધીશ મંદીર, ૭૧૭, વોશીંગ્‍ટન  રોડ, પાર્લીન  ન્‍યુજર્સી મુકામે યોજાયેલા હેલ્‍થ સેમિનારના મુખ્‍ય વક્‍તા તરીકે ડો. શીતલબેન બી. શાહ  ઉદબોધન કરશે. જેનો  વિષય ‘‘ષાીઓ અને તેમના હૃદયની કાળજી''રહેશે. સેમિનારના  અધ્‍યક્ષ  તરીકે ડો. બંકિમભાઇ ડી.શાહ હાજર રહેશે. તથા સેમિનાર પૂર્ણ થયા બાદ ઉપસ્‍થિતોને  પ્રસાદ વિતરણ કરાશે.

            કોમ્‍યુનીટી માટે યોજાતા સામુહિક કાર્યક્રમો અંતર્ગત ૨૦૧૩ની સાલનો ઉપરોક્‍ત બીજો સામુહિક કાર્યક્રમ છે.

            સેમિનારમાં તમામને સપરિવાર મિત્રમંડળ સહિત હાજરી આપવા માટે શ્રી જે. એમ. શાહ, શ્રી ભરત પરીખ, શ્રી પંકજ  શેઠ, શ્રી જયપ્રકાશ  શેઠ, ડો. કિરીટ પંડયા તથા શ્રી  નવિન શેઠ દ્વારા આમંત્રણ પાઠવાયુ છે. સેમિનાર વિષયક  વિશેષ  વિગત શ્રી દ્વારકાધીશ મંદીરના ફોનં નં (૭૩૨) ૨૫૪ - ૦૦૬૧ મારફતે  મેળવી શકાશે.

       

      
 (12:48 am IST)
[social_media]
 
 
[all_news_right_side]