NRI Samachar

News of Friday, 26th April, 2013

અમેરિકાના ઈમિગ્રેશન કાનુની સુધારાની દિશાને રૂંધતુ બોસ્‍ટન બોમ્‍બકાંડ

અમેરિકાના ઈમિગ્રેશન કાનુની સુધારાની દિશાને રૂંધતુ બોસ્‍ટન બોમ્‍બકાંડ

      

      

            (પ્રવીણ દેસાઇ - સિલિકોન વેલી) અમેરિકાના રાષ્‍ટ્રપતિ બરાક ઓબામાના અતિ આગ્રહે દેશના ૨૫ વરસ જૂના ઈમિગ્રેશન કાયદાઓમાં સુધારા  ખરડાને અગ્રતા આપવામાં આવી છે. દેશના વિરોધપક્ષી રિપબ્‍લિકન અને સત્તારૂઢ ડેમોક્રેટીક પક્ષની સંસદીય સમિતિના દ્વિધાત્‍મક વલણની સાથે આખા દેશમાં સાર્વત્રીક રીતે ઈમિગ્રેશન કાનુની સુધારા ખરડો ચર્ચાનો અને ઉંડા અભ્‍યાસનો વિષય બની રહ્‍યો છે.

            રિપબ્‍લિકન પક્ષના - (સાઉથ કેરોલીના)નું પ્રતિનિધિત્‍વ કરતાં સાંસદ લિન્‍ડસે ગ્રાહમનાચિંતનાત્‍મક પ્રતિભાવમાં અમેરિકાની વિશાળ હૃદયી ઉદરાતાએ દુનિયાના દરેક ખૂણાએથી આવતા વિદેશી નાગરીકોને માટે દેશના દ્વાર મોકળા રહ્યા છે. અમેરિકામાં પ્રવાસી તરીકેના પ્રવેશની નોંધ કંમ્‍પ્‍યુટર સિસ્‍ટમમાં નોંધાય છે. જ્‍યારે દેશ છોડીને જતાં રહે છે અથવા ગેરકાનૂની રીતે અમેરિકામાં રહી જઇને દેશના દિનદૈનીક પ્રવાહમાં ભળી જાય છેત્‍યારે દેશના બંધારણીય નાગરિક અધિકારોની મર્યાદાઓને કારણે તેમના અસ્‍તિત્‍વની માહિતીનો અભાવ રહ્યો છે.

            દેશના ઈમિગ્રેશન કાનુની નીતીના છીંડાનું સાક્ષાત પરિણામ સ્‍વરૂપ સપ્‍ટેમ્‍બર ૧૧,૨૦૦૧ (૯/૧૧)ની ગોઝારી ઘટના છે જેમાં અમેરિકા ઉપરના આંતકવાદી હુમલામાં ૧૯ હવાઇ ચાંચિયાઓ વિઝાની અવધિ બાદ અમેરિકામાં રહી ગયેલા ગેરકાનુની વસાહતીઓ હતા.

            બોસ્‍ટન બોમ્‍બ કાંડના મુખ્‍ય સુત્રધાર બંધુઓ દસ વરસ પહેલા તેમના નિરાશ્રીત વાલીઓ દ્વારા કાઝાકિસ્‍તાન સ્‍થળાંતરીત થઇને અમેરિકામાં નિવાસ કરવા આશ્રય મેળવ્‍યો હતો. એ વખતે આઠ વરસનો       Dzhokher       અને તેનો ભાઇ       Tamerlan Tsarnaev       ૧૫ વરસની વયના હતા. મુસ્‍લીમ ધર્મી પરિવારના બાળકોએ તેમના જીવન ઘડતરની સુદ્રઢતાએ અને કોલેજકાળમાં શૈક્ષણીક કુશળતાએ સ્‍કોલરશીપ હાંસલ કરી હતી આજે જે રીતે સંભળાય છે તેમ તેમના માનસપટ પર કટ્ટટરપંથી  માનસિક વિકૃતિ બહાર આવી છે.

            વર્ષોથી અમેરિકા સાથે સંકળાયેલ સરહદી ગેરકાનુની માર્ગોને વધું સુરક્ષિત કરવા સરકાર વાર્ષિક અ.ડો.પાંચ બિલીયનનો જંગી ભાર વેઠે છે. દેશના કૃષિ તેમજ ઔદ્યોગીક  ક્ષેત્રો માટે બિનનિવાસી પ્રવાસી ખેતમજુરો અને કામદારોને અમેરિકા પ્રવેશ અપાય છે. તેને કારણે ઉંચા વેતનવાળા સ્‍થાનીક બાહુબળની ઉપેક્ષા સેવાતી જાય છે.

            અમેરિકાના પ્રસ્‍તાવીત ઈમિગ્રેશન કાનુની સુધારા ખરડામાં મુખ્‍યત્‍વે દેશમાં આવી વસેલા એક કરોડ ૧૦ લાખ ગેરકાનુની વસાહતીઓનો માર્ગ  મોકળો કરવાનો છે. ઉંચી ફીની ચૂકવણી બાદ તેમના વસાહતી દરજ્‍જાને સ્‍પષ્‍ટ કરી દેશની મહેસુલી  આવક વધારવા તથા ગેરકાનુની નોકરીયાતો પરત્‍વેની શોષણનીતીને ખતમ કરવાનો મુખ્‍ય ધ્‍યેય છે. તેમના દ્વારા અમેરિકામાં જન્‍મેલા  અમેરિકન નાગરિકત્‍વ ધરાવતા બાળકો સાથે પારિવારક સંબંધોની જાળવણીની સુદ્રઢતા વધારવામાં મહત્‍વની ભૂમિકાની રચનાત્‍મક મદદ મળશે. આમ સાર્વત્રિક રીતે રાષ્‍ટ્રીય હિતો અનુલક્ષી ઈમિગ્રેશન કાનુની સુધારાનું પારદર્શક લક્ષ્યાંક રહ્યુ છે.

            બીજી તરફ વિદેશમાં કાર્યરત અમેરિકન સશષા દળોના સમલૈંગિક સાથીસ્ત્રી - પુરૂષો માટેની એક દરખાસ્‍ત સપાટી પર છે. દેશની વિભીન્ન વિશ્‍વવિદ્યાલયોમાં ઉચ્‍ચ શૈક્ષણીક અભ્‍યાસ પૂર્ણ વિદેશી મૂળના સ્‍નાતક વિદ્યાર્થીઓને અમેરિકાના નિવાસી ‘‘ગ્રીન કાર્ડ'' દ્વારા અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં સમાવિષ્‍ઠ કરી લેવાની તીવ્ર માંગ રહેલી છે.

      અમેરિકાના અઢી દાયકા જૂના ઈમીગ્રેશન કાનુની સુધારા વિધયકની સાથે બોસ્‍ટન બોમ્‍બકાંડ સાથે કોઇ સુસંગતતા નથી. તેમ છતાં રાજકારણીઓ અને કાયદા શાષાીઓના દ્વિધાત્‍મક સંદેહ પાછળ રાષ્‍ટ્રિય સુરક્ષાના હિતોએ પ્રગાઢ સાવચેતી સામેના પડકારો પ્રતિબિંબિત  અવશ્‍ય થાય છે.

 (12:49 am IST)
[social_media]
 
 
[all_news_right_side]