NRI Samachar

News of Friday, 26th April, 2013

બે-એરિયાના સીમાચિન્‍હરૂપ શ્રીમય વિદ્યા મંદીરના પાંચમાં વાર્ષિક દિનની ઉજવણી

બે-એરિયાના સીમાચિન્‍હરૂપ શ્રીમય વિદ્યા મંદીરના પાંચમાં વાર્ષિક દિનની ઉજવણી

      

      

            (પ્રવીણ દેસાઇ - સિલિકોન વેલી) અમેરિકાના પヘમિ કાંઠાળ સાન ફ્રાન્‍સિસ્‍કો  અખાતી તટ વિસ્‍તારના  સુપ્રસિધ્‍ધ બે - એરિયા યુવા વૈષ્‍ણવ પરિવાર - બે - વીપી  દ્વારા પાંચ વરસ પહેલા સૌ પ્રથમ શ્રીમયકૃષ્‍ણ ધામ પુષ્‍ટિમાર્ગ વૈષ્‍ણવ હવેલી  -નાદાલયનું નિર્માણ થયુ છે. તેની સાથે બે વીપી સંચાલીત ગુજરાતી, હિન્‍દીના સાપ્તાહીક વર્ગો શ્રીમય વિદ્યા મંદીર - એસવીએમ ની સ્‍થાપનાને પણ પાંચ વરસ પુરા  થયા છે.

            અમેરિકાના  વિશ્‍વ પ્રસિધ્‍ધ  આઇ-ટી ક્ષેત્રના સિલિકોને વેલીના વિકાસની સાથે સતતપણે ભારતીય સમુદાય વિસ્‍તરીત થઇ રહ્યો છે.  તેમની  સાંસ્‍કૃતિક , પારિવારીક સંસ્‍કારોની ઓળખ સમાન બે - વીપી પુષ્‍ટિમાર્ગીય સિધ્‍ધાંતો  માતૃભાષા  ગુજરાતીના   પ્રસાર અને પ્રચાર કરી રહ્યુ છે. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ  વલ્લભાચાર્યજી - મહાપ્રભુના  વંશજો લબ્‍ધપ્રતિષ્‍ઠિત ગોસ્‍વામી બાલકો, ગુજરાતી સાહિત્‍યકારો, ભારતના  યોગાચાર્યોની  ચિંતન  સભાઓનું આયોજન નિયમિત કરે છે.

            અમેરિકાના સાંપ્રતકાલિન વ્‍યસ્‍ત ભૌતિક જીવનશૈલીમાં બે સંસ્‍કાર - સંસ્‍કૃતિ પાંગરતી યુવા પેઢીમાં સાંપ્રદાયીક સિંધ્‍ધાતોની સમજ અને માતૃભાષા ગુજરાતીના સંવર્ધનકાર્યમાં બે - વીપી ના ટ્રસ્‍ટી મંડળના સદસ્‍ય અને સક્રિય  કાર્યકર ડો. દિવ્‍ય ાંગભાઇ પટેલની  અધ્‍યક્ષતામાં શ્રીમય વિદ્યા મંદીર પ્રવૃત છે. દર રવિવારે અવિરતપણે બપોરના ચાર વાગ્‍યાથી  બે કલાક માટે ત્રણથી છ વરસની વયના શિશુઓને જ્ઞાન પ્રદાન કરે છે. શ્રીમય વિદ્યા મંદીરના વરિષ્‍ઠ દમયંતિબહેન મહેતા, સંગીતાબહેન શાહ, આઇ-ટી ક્ષેત્રના  યુવા ગુજરાતી સંદીપભાઇ શાહ, વિજયભાઇ ગમનલાલ શાહ, ભાવિનભાઇ  શાહ સહિત ગુજરાતી સમાજનીસ્ત્રી શક્‍તિની નિસ્‍વાર્થ સેવા જોડાયેલી છે.

            રવિવાર , ૨૧ મી એપ્રીલ, ૨૦૧૩ના રોજ શ્રીમય કૃષ્‍ણધામ  હવેલીના ગર્ભગૃહમાં શ્રીમય વિદ્યા મંદીરના  પાંચમાં સ્‍થાપના દીનની ઉજવણી અંતર્ગત નાના ભૂલકાઓ શુધ્‍ધ સંસ્‍કૃત, શ્‍લોકો અને ગુજરાતી કાવ્‍ય રચનાઓને તથા શ્રીમદ ભગવદગીતા , મહાભારત, રામાયણ તેમજ ભારતના દેવી - દેવતાઓના વિવિધ ઐતિહાસિક પાસાઓ સંકલિત વિભિન્ન  કુલ ૧૬ કૃતિઓને ભાષા  અને સંસ્‍કૃતિ પરત્‍વેની સંવેદનાએ પ્રસ્‍તુત કરી હતી વાર્ષિક સાંસ્‍કૃતિક  કાર્યક્રમનો શુભ આરંભ સંગીત શિક્ષક જયભાઇ શેઠના હાર્મોનિયમના સૂરમાં આશિષભાઇ  વ્‍યાસના તબલાના તાલે ભૂલકાઓ અને ગુજરાતી સમાજની ગૃહિણીઓના સામૂહીક સૂરતાલમાં ભકિતભાવપૂર્ણ કાવ્‍યરચનાઓથી થયો હતો.

            છેલ્લા ત્રણ - ચાર મહિનાઓથી અવિરતપણે માતૃભાષા ગુજરાતી તથા સંસ્‍કૃતના પ્રગટ ભાવને યાદ રાખી ભૂલકાઓએ અદભૂત કાર્યક્રમની  સફળતાના  વધાવતા ૬૦૦ ઉપરાંતના  વાલીઓ, દર્શકો  ભાવવિભોર થયા હતા. કિશોર - કિશોરીઓએ પણ ભારતીય પ્રાચીન સંસ્‍કૃતિના શિક્ષણ અને અધ્‍યાપને  ઐતિહાસિક સાહિત્‍યના પાસાઓને  અંગ્રેજી ભાષામાં સંસ્‍કૃત શ્‍લોકો સાથે જ્ઞાનનો અનુભવ કરાવ્‍યો હતો. બાળાઓએ ગુજરાતનું લોકનૃત્‍ય અને રાધા-કૃષ્‍ણની રાસલીલા દર્શન કરાવ્‍યા હતા.  એક પ્રકારે વિદેશની ધરતી પર સાંપ્રત સમયમાં શ્રીમય વિદ્યા મંદીર એક અણમોલ ઘરેલા સમાન સાબિત થયાની અનુભુતિ વ્‍યકત થઇ રહી હત આ પ્રસંગે અમદાવાદ સ્‍થિત ખડાયતા કેળવણી મંડળ તથા ગુજરાત ઈન્‍સ્‍ટિટયુટ ઓફ સિવિલ એન્‍જીનિયરીંગ એન્‍ડ આર્કિટેકટના ભૂતપૂર્વ પ્રમુખ ખડાયતા સમાજના આગેવાન અને અગ્રણી સામાજીક કાર્યકર લાયન ભગવાનદાસભાઇ દેસાઇ તેમના પત્‍ની શોભનાબહેન દેસાઇ સાથે ખાસ ઉપસ્‍થિત રહીને સમગ્ર કાર્યક્રમને માણતા આનંદ અને સંતોષની લાગણી પ્રદર્શીત કરી હતી.

            આ અવસરે બે - વીપી ના માનદ પ્રમુખ નિતીનભાઇ પારેખની અધ્‍યક્ષતામાં શ્રીમય વિદ્યા મંદીરના સંદીપભાઇ શાહ, વિજયભાઇ ગમનલાલ શાહએ બાળકોને પ્રોત્‍સાહીત કરવા બદલ દરેકનો આભાર વ્‍યકત કર્યો હતો. બે-વીપીના સંવર્ધન  કાર્યની સેવાયાત્રામાં આવતી આર્થિક અડચણોના નિવારણની ટહેલ નાંખી હતી. બીજી તરફ શાળા તથા સંસ્‍થાના સંચાલનમાં સલામતિની સુરક્ષાએ સાવચેતીના પગલાઓનો અમલ અતિ ખર્ચાળ  અને અનિવાર્ય છે. તેને માટે બે-વીપી ના પ્રમુખ નીતિનભાઇ પારેખ આ સંદર્ભે અવિરતપણે અગિ્નશામક નિગમ અને સ્‍થાનીક નગરપાલિકાઓનો સત્તાવાળાઓ સાથે સલાહ - સૂચનો માટે મુલાકાતો ગોઠવે છે. તેની વિસ્‍તુત માહિતી આપતા સંદીપભાઇ શાહે જણાવ્‍યુ હતું.

      
 (12:51 am IST)
[social_media]
 
 
[all_news_right_side]