NRI Samachar

News of Friday, 26th April, 2013

અમેરિકાની ધરતી ઉપર સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ રોશન કરતા પ્રો.વિજયકુમાર માધવરાવ મન્‍નારીઃ ૨૦૧૨ સાલનો ‘‘મશીનગન ગ્રીન કેમેસ્‍ટ્રી ગવનર્સ એવોર્ડ''એનાયત

અમેરિકાની  ધરતી ઉપર સરદાર  પટેલ યુનિવર્સિટીનું નામ રોશન કરતા પ્રો.વિજયકુમાર માધવરાવ મન્‍નારીઃ ૨૦૧૨ સાલનો ‘‘મશીનગન ગ્રીન કેમેસ્‍ટ્રી ગવનર્સ એવોર્ડ\'\'એનાયત

      

      

            (સુભાષ શાહ દ્વારા) શિકાગોઃ ઈર્સ્‍ટન.મીશીગન યુનિવર્સિટી (ઇ.એમ.યુ)માં યશસ્‍વી કારકીર્દી સાથે ઉચ્‍ચ હોદ્દો ધરાવતા પ્રોફેસર.વિજયકુમાર.માધવરાવ,મન્નારીને તાજેતરમાં અમેરિકન સંસ્‍થાઓ દ્વારા સંમાનિત કરાયા.પ્રોફે.મન્નારી સરદાર પટેલ પટેલ યુનિવર્સિટીના ભુતપૂર્વ વિદ્યાર્થી અને પ્રાદ્યાપક (૧૯૯૬) તરીકે સેવાઓ આપી ચૂક્‍યા છે. અને છેલ્લા ૧૫ વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી થયા છે.

            પ્રેસીડન્‍ટ ઓબામાના માર્ગદર્શન હેઠળ દર વર્ષે ગ્રીન કેમેસ્‍ટ્રી ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓને આ ક્ષેત્રમાં પોતાના  આગવા યોગદાન  અને તેમના  લીધેલી  આગેવાની માટે વિશિષ્‍ઠ પુરષ્‍કારની જોગવાઇ કરાઇ છે. આપણા માટે આ ગર્વની વાત છે કે વર્ષ ૨૦૧૨મીશીગન ગ્રીન કેમેસ્‍ટ્રી એવોર્ડ પ્રોફે. વિજય મન્નારીને ફાળે જાય છે. આ માટે ગયા મહિને યોજાયેલા એક ઔપચારિક  સમારંભમાં તેમને વિધિવત આ પુરસ્‍કારથી નવાજ્‍યા. આ સમારંભના  સંબોધનમાં પ્રોફે. મન્નારી  એ સસ્‍ટેનીબીલીટી ના ભવિષ્‍ય ઉપર પ્રકાશ પાડયો એમણે જણાવ્‍યુ કે આ વિષય માં તેમની રૂચી બીજ તેમની શરૂઆતના ઘડતરના વર્ષોમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર ખાતે રોપાયાં હતા. અને આજે એ મીશીગન યુનીવર્સિટમાં વટવૃક્ષ ની જેમ ખીલી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્‍યુ હતુ કે આ નવસંશોધીત રસાયણો ઝડપથી નાશ પામી રહેલ પેટ્રોલિયમ ઉત્‍પાદનોના પર્યાય તરીકે પ્રસ્‍થાપિત થશે. અને આજની અત્‍યંત જટીલ એવી પર્યાવરણ બચાવવાની સમસ્‍યામાં આશાનું કિરણ બની રહેશે.

            તદ્દ ઉપરાંત પ્ર. મન્નારીને ડીસ્‍ટીગવીસ્‍ડ ફેકલ્‍ટી એવોર્ડ થી પણ સન્‍માનીત કરાયા આ પૈકી એક સર્વોચ્‍ચ સન્‍માન ગણવામાં આવે છે. આપણા માટે એ ગર્વની વાત છે કે ભારતીય મુળ ધરાવતા વૈજ્ઞાનીકો  અમેરિકાની ધરતી પર ભારતનો ઝંડો ખુબ જ ઉચા સ્‍થાને લહેરાવી રહ્યા છે.

      પ્રો મન્નારી એ આવા અનેક સંશોધનોમાં સી.બી.આર.આઇ -રુસ્‍ફી, આઇ.આઇ.સી.ટી. હૈદરાબાદ, એસ.વી. એન આઇટી સુરત અને આઇ સ્‍ટાર વિ. નગર વગેરે ભારતીય સંસ્‍થાઓ સાથે સહયોગ કરી પોતાના જ્ઞાન અને વિચારોનું આદાન - પ્રદાન કરી રહ્યા છે. તદઉપરાંત તેમણે અમેરિકન સરકારના  યુ.એસ.ડી.એ વિભાગ દ્વારા આ વિષય પર વધુ સંશોધન માટે ૫૦૦,૦૦૦ રૂા. અમેરિકન ડોલરની ગ્રાન્‍ટ મેળવવા પણ સફળતાને પામ્‍યા છે.

 (12:51 am IST)
[social_media]
 
 
[all_news_right_side]