NRI Samachar

News of Friday, 26th April, 2013

ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા તથા ટીવી એશિયાના સંયુક્‍ત ઉપક્રમે ન્‍યુજર્સીમાં પ મે ૨૦૧૩ના રોજ ‘‘કાવ્‍ય સંગીત યાત્રા''નું આયોજનઃ કવિ નર્મદથી શ્રી રાજેશ વ્‍યાસ ‘‘મિસ્‍કીન''સુધીના કવિઓના કાવ્‍યોની સંગીતયાત્રાની સાથોસાથ શ્રી મરીઝ અને શ્રી મનોજ ખંડેરીયાની ૨ CDનું વિમોચન થશે

ગુજરાતી લિટરરી એકેડમી  ઓફ  નોર્થ અમેરિકા તથા ટીવી એશિયાના  સંયુક્‍ત ઉપક્રમે ન્‍યુજર્સીમાં પ મે ૨૦૧૩ના રોજ ‘‘કાવ્‍ય સંગીત યાત્રા\'\'નું આયોજનઃ કવિ નર્મદથી શ્રી રાજેશ વ્‍યાસ ‘‘મિસ્‍કીન\'\'સુધીના કવિઓના કાવ્‍યોની સંગીતયાત્રાની સાથોસાથ શ્રી મરીઝ અને શ્રી મનોજ ખંડેરીયાની ૨ CDનું વિમોચન થશે

      

      

            દિપ્તીબેન જાની દ્વારા,ન્‍યુજર્સીઃ ગુજરાતી લિટરરી એકડમી ઓફ નોર્થ અમેરિકા તથા ટીવી એશિયાના સંયુક્‍ત ઉપક્રમે રવિવાર પ મે ૨૦૧૩ના રોજ કાવ્‍યસંગીત યાત્રાનું આયોજન કરાયુ છે.

            ટીવી એશીયા ઓડીટોરીયમ,૭૬, નેશનલ રોડ એડિશન ન્‍યુજર્સી મુકામે બપોરે  બરાબર ૨ - વાગ્‍યે શરૂ થનારી કાવ્‍ય સંગીત યાત્રામાં ગુજરાતી ભાષાના  અર્વાચિનમાં આદ્ય એવા નર્મદ થી માંડીને રાજેશ વ્‍યાસ ‘‘મિસ્‍કીન''સુધીના અનુઆધુનિક કવિઓના કાવ્‍યોની સંગીતમય રજુઆત કરાશે.

            સાથોસાથ માતબર ગુજરાતી કવિઓ શ્રી ‘‘મરિઝ''તથા શ્રી મનોજ ખંડેરીયાની કૃતિઓની સૂરોમાં રજૂઆત કરતી ૨       CDનું વિમોચન પણ કાર્યક્રમ દરમિયાન થશે.

            કાવ્‍ય સંગીત યાત્રામાં ગાયકો તરીકે શ્રી અમરભટ્ટ શ્રી દર્શના ઝાલા તથા શ્રી ફોરમ શાહને મેડોલિન સાથે શ્રી હરિશ ટેઇલર તથા તબલા સાથે શ્રી દીપક ગુંદાણી સંગત આપશે.

            એકેડમીના સભ્‍યો માટે ૧૦ ડોલર અને બિન સભ્‍યો માટે ૨૦ ડોલર પ્રવેશ ફી છે.

            વિશેષ માહિતી માટે શ્રી રામ ગઢવી ફોન નં.૯૭૩ - ૬૨૮ - ૮૨૬૯ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

       

      
 (12:52 am IST)
[social_media]
 
 
[all_news_right_side]