NRI Samachar

News of Friday, 26th April, 2013

જલારામ સત્‍સંગ પરિવાર ઓફ ન્‍યુયોર્કના ઉપક્રમે આવતીકાલ શનિવાર ૨૭ એપ્રિલ ૨૦૧૩ના રોજ સંગીતમય શૈલીમાં શ્રી સુંદરકાંડના પાઠનું આયોજનઃપ.પૂ.શ્રી અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે શ્રી સુંદરકાંડના પાઠનું પઠન કરાવાશેઃ તમામ પ્રકારની આધિ, વ્‍યાધિ, તથા ઉપાધિમાંથી મુકત થવા રામબાણ ઇલાજ સમાન પૂરવાર થયેલા પાઠમાં જોડાવા તમામ ભક્‍તજનોને આયોજકોનું ભાવભર્યુ આમંત્રણ

            ન્‍યુયોર્કઃ યુ.એસઃ જલારામ સત્‍સંગ પરિવાર ઓફ ન્‍યુયોર્કના ઉપક્રમે આવતીકાલ શનિવાર ૨૭ એપ્રિલ ૨૦૧૩ના રોજ હનુમાન મંદિર, ૨૫૬-૧૧ હિલ સાઇડ એવ, ગ્‍લેન ઓકસ ન્‍યુયોર્ક મુકામે સંગીતમય શ્રી સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ છે.

            તમામ પ્રકારની આધિ, વ્‍યાધિ અને ઉપાધિમાંથી મુકત થવા માટે રામબાણ ઇલાજ સમાન પૂરવાર થયેલા શ્રી સુંદરકાંડના પાઠનું સંગીતમય તથા મધુર શૈલીમાં પ.પૂ.શ્રી. અશ્વિન કુમાર પાઠક, દ્વારા હિન્‍દીમાં પઠન કરાવાશે.

            પાઠનો સમય સાંજે ૫-૩૦ વાગ્‍યાનો રહેશે.

            પાઠ પૂરા થયા બાદ પ્રસાદ વિતરણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

            તમામ ભકતજનોને તમામ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે શ્રી સુંદરકાંડના પાઠ કરવા સમયસર હાજર રહેવા આયોજકોએ આમંત્રણ પાઠવેલ છે.

            વિશેષ માહિતિ માટે સુશ્રી શૈલાબેન તથા શ્રી જગદીશ પટેલ ફોન નં.૫૧૬-૬૦૭- ૫૨૧૨, સુશ્રી રીટાબેન તથા શ્રી જીતેન્‍દ્ર ઝવેરી ફોન નં.૫૧૬-૬૨૭- ૫૬૯૨, સુશ્રી મંજુલાબેન તથા શ્રી ગણપત મિસ્‍ત્રી, ફોન નં.૭૧૮-૩૪૩-૫૨૧૨, અથવા સુશ્રી દિપાલીબેન અને શ્રી ગણેશ રાણા ફોન નં.૭૧૮- ૯૦૪- ૯૭૮૪નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

 (12:53 am IST)
[social_media]
 
[all_news_right_side]