NRI Samachar

News of Friday, 26th April, 2013

ચાર ડેમોક્રેટ અને ચાર રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરોએ અમેરિકાના હાલના ઇમીગ્રેશન ખાતાના કાયદાઓમાં સુચવેલા ક્રાંતીકારી સુધારાઓઃ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનારાઓને દસ વર્ષ માટે નોકરી કરવાની તકો મળશે અને ત્‍યાર બાદ કાયમી હક પ્રાપ્ત થશેઃ ખેતીવાડીના મજુરો માટે એગ્રીકલ્‍ચર કાર્ડ અપાશે

ચાર ડેમોક્રેટ અને ચાર રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરોએ અમેરિકાના હાલના ઇમીગ્રેશન ખાતાના કાયદાઓમાં સુચવેલા ક્રાંતીકારી સુધારાઓઃ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનારાઓને દસ વર્ષ માટે નોકરી કરવાની તકો મળશે અને ત્‍યાર બાદ કાયમી હક પ્રાપ્ત થશેઃ ખેતીવાડીના મજુરો માટે એગ્રીકલ્‍ચર કાર્ડ અપાશે

      

      

             ( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): અમેરિકામાં ઈમીગ્રેશન ખાતાના હાલના જે કાયદાઓ છે તે યોગ્‍ય રીતે કાર્ય કરી શક્‍તા નથી. આથી તેમાં જરૂરી સુધારા વધારા કરી તે કાર્યરત બને તેવી લાંબા સમયથી સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા ભાઇ બહેનોની માંગણી હતી. આ અંગે ઈમીગ્રેશન ખાતાના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરવા માટે અનેક પ્રયાસો આદરવામાં આવ્‍યા હતા. પરંતુ તેમાં જાજી સફળતા મળી ન હતી.

            ગયા નવેમ્‍બર માસમાં અમેરીકાના પ્રમુખપદની ચુટણી યોજવામાં આવી હતી. ત્‍યારે ડેમોક્રેટીક  તેમજ રીપબ્‍લીકન પાર્ટીના પ્રમુખપદના બંને ઉમેદવારોએ પોતાના ચુટણી પ્રચારમાં ઈમીગ્રેશન ખાતાના હાલના કાયદાઓમાં ક્રાંતીકારી સુધારો કરવામાં આવશે. એવી જાહેરાત કરી હતી. અને તે આધારે અમેરિકાના પ્રમુખ તરીકે બરાક ઓબામા બીજી વખત ચાર વર્ષની ટર્મ માટે વિજેતા બનતા પ્રમુખપદનો અખત્‍યાર સંભાળ્‍યા બાદ તેમણે ઈમીગ્રેશન ખાતાના હાલના કાયદાઓ ઘણા જુના થઇ અને જોઇએ તેટલા કાર્ય કરી શકતા નથી. માટે તેમાં જરૂરી સુધરો તેમજ અમેરિકામાં એક અંદાજ અનુસાર અગીયાર મિલીયન એટલે કે એકસો દસ લાખ લોકો ગેરકાદેસર રીતે વસવાટ કરે છે. તેઓને અંગે કાયમી વસવાટ કરવાનો હક્ક પ્રાપ્ત થાય તે માટે તેમણે એ ઝુંબેશ શરૂ કરી હતી.

            અમેરિકાના પ્રમુખપદની ચુંટણીના પરીણામો જાહેર થયા બાદ સમગ્ર અમેરિકામાં એક નવીન પ્રકારની શકિતનો ઉદય થયો હોય એવા વાતાવરણનું સર્જન થવા પામ્‍યુ હતું.અને ઈમીગ્રેશન ખાતાના હાલના જે કાયદાઓ છે તેમાં ક્રાંતીકારી સુધારાઓ કરવા માટે ડેમોક્રેટીક પાર્ટીના ચાર સભ્‍યો ત્‍થા રીપબ્‍લીકન પાર્ટીના ચાર એમ કુલ્લે આઠ સભ્‍યોએ સાથે મળીને છેલ્લા બે મહિનાથી પડદા પાછળ કાર્ય કરીને એક સંયુક્‍ત બીલ તૈયાર કરીને સેનેટમાં રજુ કરેલ છે.અને તેબીલમાં નીચે જણાવ્‍યા મુજબની રજુઆતો કરવામાં આવેલ છે.

            ઈમીગ્રેશન સુધારણા અંગે જે બીલ રજુઆત કરવામાં આવેલ છે તેમાં દક્ષિણમાં આવેલા તમામ રાજ્‍યોની સરહદો  પર પુરતો બંદોબસ્‍ત રાખવા ભલામણ કરવામાં આવેલ છે. જેથી કોઇપણ વ્‍યકિત સરહદ પસાર કરી અમેરીકામાં પ્રવેશ ન મેળવી શકે આ અંગે ઉચ્‍ચ કક્ષાની ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે તો તે કરવા પણ રજુઆત કરવામાં આવેલ છે.

            અમેરિકામાં કોઇપણ વ્‍યકિત ગેરકાયદેસર રીતે વસવાટ કરતો હોય તો તેને અંગે કામ કરવાની તક પ્રાપ્ત થશે પરંતુ તે ૩૧ મી ડીસેમ્‍બર ૨૦૧૧ના વર્ષ પહેલા અત્રે રહેતો હોવો જોઇએ અને હાલમાં પણ અહીયા જ રહે છે તે પુરવાર કરવાનું રહેશે. આવી વ્‍યકિતઓને રજીસ્‍ટર્ડ પ્રોવીઝનલ ઈમીગ્રાંટનો દરજ્‍જો આપી પ્રથમ છ વર્ષના સમય માટે અત્રે નોકરી કરવાની તક આપવામાં આવશે. અને તેણે  પાછલા તમામ ટેક્ષો ભરપાઇ કરવાના રહેશે તથા દંડ પેટે ૫૦૦ ડોલર દંડ તરીકે આપવાના રહેશે. છ વર્ષનો સમય પુર્ણ થયા પહેલા તેણે ચાર વર્ષનો સમય માટે પછી અરજી કરવાની રહેશે. અને પ૦૦ ડોલર દંડ તરીકે બીજા ભરવાના રહેશે. આમ કુલ્લે દસ વર્ષનો સમય વિત્‍યા બાદ તે પોતાનું સ્‍ટેટસ એડજસ્‍ટમેન્‍ટ કરવા અરજી કરી શકશે. અને ્‌ત્‍યાર બાદ તેને અત્રે કાયમી રીતે રહેવાનો હક પ્રાપ્ત થશે. આ વખતે તેણે એક હજાર ડોલર દંડ પેટે ભરવાના રહેશે.

            વિશેષમાં જે વ્‍યકિતઓ  ૧૬ વર્ષની ઉંમર પહેલા  અત્રે વસવાટ કરતા હોય અને જેમણે હાઇસ્‍કુલનો ડીપ્‍લોમાં પ્રાપ્ત કર્યો હશે. તેવા લોકોને  ડ્રીમ એકટનો લાભ મળશે. આ કેટેગરીમાં ઉંમરનો બાંધ નથી. પાંચ વર્ષ માટે રજીસ્‍ટર્ડ પ્રવોઝાલ ઈમીગ્રાંન્‍ટ કેટેગરીનો લાભ મેળવ્‍યા બાદ  તે વ્‍યકિત પોતાનું સ્‍ટેટસ અત્રે સહેલાઇથી એડજસ્‍ટ કરી શકશે.

            ખેતીવાડી ખાતામાં કામ કરતા મજુરોને એગ્રીકલ્‍ચરલ કાર્ડ આપવામાં આવશે. અને તેમણે આ વિભાગમાં વર્ષોથી કામ કરેલ છે તે પુરવાર કરવાનુ રહે છે આવી વ્‍યકિતઓએ ચારસો ડોલરનો દંડ ભરપાઇ કરીને અત્રે કાયમી વસવાટ કરવાનો હક્ક પ્રાપ્ત કરી શકશે.

            હાલમાં જે લોકોની પીટીશનો ફાઇલ થયેલ છે તે લોકોની તમામ અરજીઓનો નિકાલ આગામી આઠ વર્ષમાં કરવાનો રહેશે. કાયમી વસવાટ કરનારાઓના પતિ - પત્‍ની તથા સંતાનોને તેમના નજીકના સંબંધી ગણી તુરંતમાંજ અમેરિકા આવી શકશે. વિશેષમાં એક નવી નોનઈમીગ્રાન્‍ટ વીઝા કેટેગરી ફેમીલી માટે ઉભી કરવામાં આવશે. અને તેમાં પોતાના સંતાનોને અત્રે આવવા દેવામાં આવશે કે જેઓ ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરવા માટે રાહ જોતા હશે.

            આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ નવી લાયકાત આધારિત મેરીટ બેઈઝ સીસ્‍ટમ ઉભી કરવા ભલામણ કરવામાં આવેલ છે. અને તેમાં પોઇન્‍ટ આધારીત ૧૨૦,૦૦૦ જેટલી જગ્‍યાઓ વાર્ષિક ધોરણે ગણવા રજુઆત થયેલ છે. આ ભલામણોમાં છ - વેરીફાઇ સીસ્‍ટમનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે.

            આ બીલ અંગે સેનેટની જ્‍યુડીસરી કમિટીના સભ્‍યો તાત્‍કાલીક ધોરણે ચર્ચા હાથ ધરાશે. અને તેનાથી તેને પસાર કર્યા બાદ સેનેટના ફલોર પર રજુ કરવામાં આવશે. અને ત્‍યા પણ અનેક સુધાર વધારા સહિત આ બિલ અંગે કેવો નિર્ણય લેવામાં આવશે તે  હાલમાં ક્‍લ્‍પી શકાય તેમ નથી.

      
 (12:55 am IST)
[social_media]
 
 
[all_news_right_side]