NRI Samachar

News of Friday, 26th April, 2013

બે-એરિયામાં સ્‍વામી વિવેકાનંદની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિતે ભારતીય શાષાીય સંગીતના સૂર-શબ્‍દોએ ભાવાંજલિ

બે-એરિયામાં સ્‍વામી વિવેકાનંદની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિતે ભારતીય શાષાીય સંગીતના સૂર-શબ્‍દોએ ભાવાંજલિ

      

      

       

       

      (પ્રવિણ દેસાઇ-સિલિકોન વેલી):  શનિવાર,૨૦મી એપ્રિલ,૨૦૧૩નાં બપોરના ચાર વાગ્‍યે સિલિકોન વેલીનાં કૂપરટીનો ઉપનગર ખાતેનાં સુપ્રતિષ્‍ઠિત ફિલ્‍ન્‍ટ સેન્‍ટરના વિશાળ ભવ્‍ય નાટયગૃહમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્‍મ પર્વોત્‍સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇન્‍ડિયન કલાસિક મ્‍યુઝિક એન્‍ડ આર્ટ ફાઉન્‍ડેશનનાં નોજા હેઠળ સેલિબ્રેટીવ વિવેકાનંદનાં ઉપક્રમે શાષાીય સંગીત પ્રિય યુગદ્રષ્‍ટાની સ્‍મૃતિમાં સંગીતમય ભાવસભર સ્‍મૃતિ ભાવાંજલિ પ્રસ્‍તૃત કરવામાં આવી હતી. દક્ષિણ બે-એરિયા સહિત સમસ્‍ત કેલિફોર્નિયા રાજયમાં કાર્યરત સુપ્રતિષ્‍ઠિત ભારતીય સ્‍વેૈછિક સામાજિક, આધ્‍યામિક સંગડનો, સંસ્‍થાઓનાં સામુહિક યોદાન હેઠળ સાદા છતાં ભવ્‍ય શુભેચ્‍છા ઉત્‍સવનું આયોજન હદયસ્‍પર્શી રહયું હતું

      આ અવસર ન્‍મિતે ભારતનાં શાષાીય સંગીત જગતનાં ઝળહળતાં સિતારા સંગીત સમ્રાટ બાંસુરી વાદક પદ્મવિભૂષણ પંડિત જસરાજજીની ખાસ ઉપસ્‍થિતિ હતી. બંસરીના સૂર અને શબ્‍દોનાં અસ્‍ખલિત પ્રવાહ દ્રારા સ્‍વામીજીને ભાવાંજલિ અપર્ણ કરાઇ હતી.

      બે-એરિયા નિવાસી શ્રીમતી જિવયા આસૂરીનાં સંચાલનમાં શ્રી રામક્રિષ્‍ણ મિશન-બર્કલિ કેલિફોર્નિયાનાં નિવાસી સંચાલક સ્‍વામીજી શ્રી પ્રસન્નાત્‍માનંદજી અતિથિવિશેષ પદે સ્‍નમાનિય સ્‍થાને હતા. તેમણે સ્‍વામી વિવેકાનંદજી વિષે ટૂંકમાં જાણકારી આણ્‍પતા કહયું હતું કે તેમણે હદયનાં ઊંડાણમાંથી ભારતીય વૈદિક પરંપરાને અમેરિકાના સમાજમાં સ્‍પષ્‍ટ કર્યા છે. તેમના પ્રતિભાત્‍મક વિચારોને આત્‍મસાત કરતાં આજે હજારો અનુયાયીઓએ તેમના સિધ્‍ધાંતોને અપનાવ્‍યાં છે. તેઓ શાષાીય સંગીતનાં પ્રગાઢ ચાહક હતા તદ્‌ઉપરાંત એક અચ્‍છા પખાવજ વાદક પણ હતા. સ્‍વામી વિવેકાનંદજીનાં દ્રઢ અભિપ્રાયે માનવજીવનનાં હદયનાં ઊડાણમાં ધરબાયેલ પવિત્રતાનાં ઝરણાં સંગીતનાં સૂર-શબ્‍દોનના અનુસંધાને સાધના સિધ્‍ધનો માર્ગ સરળ બને છે.

      આ અવસરે વિશાળ માનવ મહેરામણ વચ્‍ચે સાન ફ્રાન્‍સિસ્‍કો સ્‍થિત ભારતના રાજદૂત કોન્‍સલ જનરલ એન. પાર્થૃારથી માત્ર વિવેકાનંદજીના અનુયાયીની હેસિયતેની ઉપસ્‍થિતી ધ્‍યાનાકર્ષક રહી હતી.

      પંડિત હરિપ્રસાદ ચોૈરસીયાજીએ સુ.શ્રી શામલાના તાનપુરાની સંગતે પંડિત શુભાંકર બેનરજીના તબલાના તાલે રાગ મધુવંતી, દક્ષિણ ભારત તેમજ બંગાળનાં લોકભોગ્‍ય સૂરોને આલ્‍હાદકતાએ બંસૂરી તથા વાંસળી દ્રારા વહાવીને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

      શ્રીકૃષ્‍ણઃ શરણમ્‌ મમઃનાં મંગલાચરણથી આરંભ કરતા પંડિત જસરાજજીએ પણ સુપ્રસિધ્‍ધ તબલા વાદક સ્‍વપન ચોૈધરીના તબલાના તાલે અવિરત સતત બે કલાક દરમિયાન ભારતીય શાષાીય સંગીતનાં ઊંડાણ અને ઊંચાઇના દર્શન કરાવ્‍યા઼ હતા. વ્રજે વસતમ્‌ નવીનત ચોરમ્‌, હર હર ગોપનાથ સહિત શ્રી રામકૃષ્‍ણ પરમહંસ સમાધિસ્‍થ થતાં હતા એવા શ્રી સ્‍વામી વિવેકાનંદજી રચિત, સ્‍વરબધ્‍ધ ગાયિકી શિવોહમ્‌ શિવોહમ્‌, હર હર ભૂતનાથ ભજો થતા રાગ નટ નારાયણી અને અંતે ઓમ નમો ભગવતે વાસુદેવાયની ઊંડાણપૂવર્કની અસ્‍ખલિત ધૂન સાથે સમગ્ર વાતાવરણને પરમ સાત્‍વિકતા બક્ષી હતી.

            આ પ્રસંગે સ્‍વામીજી પ્રસન્નાત્‍માનંદજીએ બંને સંગીત સમ્રાટોનું પુષ્‍પગુચ્‍છ તથા શાલ ઓઢાડીને સન્‍માનિત કર્યા હતા. તેમજ સાથી વાદક કલાકારોને પુષ્‍પગુચ્‍છો દ્રારા જાહેર અભિવાદન કર્યુ હતું

 (12:56 am IST)
[social_media]
 
 
[all_news_right_side]