NRI Samachar

News of Friday, 26th April, 2013

ઇન્‍ડીયન ગુજરાતી સમુદાય ઓફ નોર્થ અમેરીકા દ્રારા ૫૩માં ગુજરાત દિનની થનારી શાનદાર ઉજવણીઃ ગુજરાતનાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી અમેરીકામાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોને મીડોઝ કલબમાં સંબોધન કરશે

ઇન્‍ડીયન ગુજરાતી સમુદાય ઓફ નોર્થ અમેરીકા દ્રારા ૫૩માં ગુજરાત દિનની થનારી શાનદાર ઉજવણીઃ ગુજરાતનાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી અમેરીકામાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોને મીડોઝ કલબમાં સંબોધન કરશે

      

      

      (પ્રતિનિધિ સુરેશ શાહ દ્રારા) બાર્ટલેટ (શિકાગો): ઇન્‍ડીયન ગુજરાતી સમુદાય   ઓફ નોર્થ અમેરીકાના ઉપક્રમે મે માસની ૧૨મી તારીખને રવીવારે ગુજરાત રાજયના ૫૩માં સ્‍થાપના દિન પ્રસંગે રોલીંગ મીડોઝ ટાઉનમાં આવેલ મોડોઝ કલબના ભવ્‍ય બોન્‍કવેટ હોલમાં એક ભવ્‍ય મિલન સમારંભ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને તે પ્રસંગે ગુજરાતના મુખ્‍ય મંથ્રી નરેન્‍દ્ર મોદી સમ્રગ અમેરીકામાં વસવાટ કરતા ભારતીય સમુદાયને સંબોધન કરશે.

      આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ઇન્‍ડીયન ગુજરાતી સમુદાય ઓફ નોર્થ અમેરીકા પ્રતિ વર્ષ ગુજરાત દિનની ઉજવણી કરે છે અને ચાલુ વર્ષ આ દિનની ઉજવણી મે માસની ૧૨મી તારીખને રવીવારે મીડોઝ કલબમાં કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી ભારતીય સમુદાયને ગુડ ગવર્નન્‍સ એ વિષય ઉપર પ્રવચન આપશે આ પ્રસંગે ગુજરાતની વૃધિધ અને વિકાસ અંગે એક વીડિયો બતાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ ન્‍યુયોર્ક, શિકાગો, લોસ એન્‍જલસ, ન્‍યુજર્સી, એટલાન્‍ટા, હયુસ્‍ટન, ડલ્લાસ, ફોનીકસ, સીલીકોન વેલી ટેમ્‍પા અને અન્‍ય શહેરોમાં પ્રસારીત થશે. શિકાગોમાં આ કાર્યક્રમ રાત્રીના સાડાસાત વાગે પ્રસારીત કરવામાં આવશે. મીડોઝ કલબમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અને વ્‍યકિત દીઠ ભોજન સહિત દસ ડોલર પ્રવેશ ફી રાખવામાં આવેલ છે. આ બીન રાજકીય પ્રોગ્રામ છે તો સર્વે ભારતીયોને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આગ્રહભરી વિનંતી સંચાલકોએ કરી છે.

            આ અંગેની સંપૂર્ણ માહિતી ડો ભરત બરાઇ ૨૧૯-૬૭૪-૭૮૧૦, પ્રો ક્ષવલાલ પટેલ ૭૧૪-૮૧૬-૯૧૦૨, સુરેશ જાની ૫૫૪-૬૮૯-૩૦૯૦, સુભાષ ભટ્ટ ૭૭૩-૨૫૧-૭૮૮૯, ડો વિઠ્ઠલ ધડકુ ૫૭૦-૮૧૫-૧૬૨૭, કાંતિ પટેલ ૮૪૭-૬૩૦-૩૧૯૭, ડો ઇન્‍દ્રજીત પટેલ ૭૦૮- ૫૭૪-૪૩૪૪ થતા ડો વાસુદેવ પટેલ ૪૦૪-૪૦૧-૪૪૦૪ પાસેથી મળી રહેશ.

            શિકાગોનો કાર્યક્રમ સાંઝના પાંચ વાગે શરૂ થશે અને ૬-૩૦ સુધી ભોજન સમારંભ, સાંજના ૬-૪૫ કલાકે કાર્યક્રમની શરૂઆત અને તેમા બંને દેશોના રાષ્‍ટ્રગીતો તથા ગરવી ગુજરાતનુ ગીત, ત્‍યારબાદ સાત વાગ્‍યાથી સવા સાત વાગ્‍યા સુધી ગુજરાતની વૃધિધ અને વિકાસ અંગે એક વીડિયોનું પ્રેઝન્‍ટેશન કરવામાં આવશે ત્‍યારબાદ રાત્રે ૭:૩૦થી ૮:૧૫ દરમિયાન ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીનુ ગુડગવર્નન્‍સ અંગે પ્રવચન પ્રસારરીત થશે અમેરીકાના પૂર્વ વિસ્‍તારમાં ૮:૩૦ ઇસ્‍ટર્ન  સમય તેમજ સાંજના ૫:૩૦ કલાકે પસીફીક ટાઇમ અનુસાર આ કાર્યક્રમ પ્રસારીત થશે.

      
 (12:57 am IST)
[social_media]
 
 
[all_news_right_side]