NRI Samachar

News of Friday, 26th April, 2013

કેનેડામાં કાયમી વસવાટ કરવા આવનાર વસાહતીઓને અગાઉથી માહિતગાર કરવા માટે કેનેડાની સરકારે જરૂરી માહિતી સહિત બે વીડિયો પ્રકાશીત કરીઃ કેનેડાની સરકારનું આવકાર દાયક પગલું: કેનેડામાં વસવાટ કરતા તમામ રહીશોમાં આનંદની લાગણી

કેનેડામાં કાયમી વસવાટ કરવા આવનાર વસાહતીઓને અગાઉથી માહિતગાર કરવા માટે કેનેડાની સરકારે જરૂરી માહિતી સહિત બે વીડિયો પ્રકાશીત કરીઃ કેનેડાની સરકારનું આવકાર દાયક પગલું: કેનેડામાં વસવાટ કરતા તમામ રહીશોમાં આનંદની લાગણી

      

      

            (પ્રતિનિધિ સુરેશ શાહ દ્રારા) બાર્ટલેટ (શિકાગો):  કેનેડામાં કાયમી વસવાટ કરવા આવનાર તમામ વસાહતીઓને અગાઉથી કેનેડાની જરૂરી માહિતીઓ ઉપલબ્‍ધ થઇ શકે તે માટે કેનેડાની સરકારે બે વીડિયો વિવિધ માહિતીઓ સહિત પ્રકાશીત કરી છે આથી કેનેડાની સરકારના આવા પગલાંને સર્વત્ર આવકાર મળી રહયો છે.

            કેનેડાના સીટીઝન અને ઇમીગ્રેશન ખાતાના પ્રધાન જેસન કેનીએ એક જોશેરાત દ્રારા જણાવયું છે કે કેનેડામાં કાયમી વસવાટ કરવા માટે અત્રે આવતા તમામ વસાહતીઓને અગાઉથી જરૂરી માહિતી મળી રહે અને અત્રે આવ્‍યા બાદ બે અઠવાડિયાના સમય દરમિયાન જો તેમને કોઇ અગવડતા પડતી હોય અથવા જરૂરી  માહિતી જોઇતી હોય તો આ પ્રકાશીત કરવામાં આવેલ વીડિયો જોઇને તેનું નિરાકરણ લાવી શકે છે.

            આ અંગેની માહિતીમાં જાણવા મળે છે તેમ પહેલી વીડિયો બીફોર એરાઇવીંગ ઇન કેનેડામાં જયારે કેનેડામાં કાયમી વસવાટ માટે આવવાના હોય ત્‍યારે દરેક વ્‍યકિતઓએ પોતાની સાથે કયા દસ્‍તાવેજો લાવવાના હોય છે તેની જરૂરી માહિતી આપવામાં આવેલ છે. જયારે કેનેડામાં આવી ગયા બાદ ધ યોર ફર્સ્‍ટ ટુ વીકસ ઇન કેનેડાની વીડિયો જોવાથી વસાહતીઓએ સોસીયલ ઇન્‍સ્‍યુરન્‍સ નંબર અને તેની સાથે સાથે સ્‍થાનીક સેટલમેન્‍ટ સંસ્‍થાનો સંપર્ક તથા તે અંગેની માહિતી તેમા નોકરી માટેની તકોની જાણ પણ આ વીડિયો દ્રારા મળી રહે છે.

            વેલકમ ટુ કેનેડા ગાઇડમાં મોટી સંખ્‍યામાં સરનામાઓ તથા ટેલીફોન નંબરો સહેલાઇથી મળી શકે છે તેમજ વેબસાઇટની પણ માહિતી મળી રહે છે. આ માહિતી સોૈ નવા આવનાર વસાહતીને ઉપકારક બની રહેશે એવુ સરકારનું માનવું છે.

       

 (01:00 am IST)
[social_media]
 
 
[all_news_right_side]