NRI Samachar

News of Friday, 26th April, 2013

મસ્‍કત ઓમાનમાં ઉજવાયેલ દરિયાલાલ જયંતી

મસ્‍કત ઓમાનમાં ઉજવાયેલ દરિયાલાલ જયંતી

      

      

            મસ્‍કતઃ સામાજિક એકતાના પ્રતિક સમા શ્રી દરિયાલાલ ભગવાનની જન્‍મ જયંતી મસ્‍કત હવેલી હોલમાં ઉજવવામાં આવી હતી.

            શરૂઆતમાં કાન્‍તિભાઇ ચાવડાના દિગ્‍દર્શન હેઠળ તેમના સાથીદારો, ચારુબેન ઠક્કર, કરૂણાબેન ગણાત્રા તથા હિરેન ગગવાણી, દિલેશ રામૈયાએ ભજનોની સારી રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં ચારુબેન ઠકકર અને ચંદ્રકાન્‍ત ઠકકર જે કાયમી મસ્‍કતથી અમેરીકા જઇ રહયા છે. ત્‍યારે તેમનાં સેવા અને કાર્યને જલારામ ભકત મંડળ તરફથી શ્રી ચંદ્રકાન્‍ત ચોથાણીએ બિરદાવી હતી. શ્રી કિરણભાઇ આશર અને જયશ્રીબેન આશરના વરદ્‌ હસ્‍તે બંનેને સાલ ઓઢાડીને કરેલ હતું. અને સમગ્ર હોલ આયોલાલ ઝુલેલાલના નારાથી ગૂંજતો હતો.

            સર્વ શ્રી શાંતિલાલભાઇ તન્‍ના તથા શ્રી નરેન્‍દ્રભાઇ ગણાત્રા, શ્રી ચેતન ગણાત્રા, શ્રી દિનેશ પવાણી, શ્રી પ્રવિણભાઇ કાનાબાર, શ્રી સુધીરભાઇ પવાણી, ભરત પવાણી, મહેશ ગણાત્રા, દિનેશ દાવડા, હિતેશ રામૈયા, જીગ્નેશ તન્‍ના, જયોતિ પવાણી, ઊર્મીલા તન્‍ના વગેરેએ સારી એવી જહેમત ઉઠાવેલ હતી.

      મહાઆરતીમાં મહાનુભાવો સર્વશ્રી  અશ્વિન ધરમશી નેણસી, કિરણભાઇ આશર, અનીલ વાદેર, નટુભાઇ સોમેશ્વર, અરવિંદભાઇ ટોપરાણી, સુરેન્‍દ્રભાઇ જોષી તથા જલારામ મંડળના સર્વ કમિટી મેમ્‍બર્સ સર્વેએ જોડાઇને લ્‍હાવો લીધેલ હતો.

      શ્રી ચંદ્રકાંત ચોથાણીએ ૨૬ વર્ષથી મસ્‍કતમાં શ્રી દરિયાલાલ જયંતીની ઉજવણીનો અહેવાલ આપી હિન્‍દુ મહાજન અને સર્વનો આભાર વ્‍કત કરેલ હતો. આરતી બાદ છેલ્લે લંગર ભંડારો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેનો બહોળો સમાજે લાભ લીધો હતો. અને અનેકતામાં એકતાના ભાવનાના દર્શન કર્યો હતા.

      
 (01:03 am IST)
[social_media]
 
 
[all_news_right_side]