NRI Samachar

News of Saturday, 27th April, 2013

‘‘હરે રામા, હરે ક્રિશ્ના'': શિકાગોમાં આવેલા ઇસ્‍કોન મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવાઇ ગયેલી રામનવમીઃ ભજન, કિર્તન, ધૂન, મ્‍યુઝીક, ડાન્‍સ, થાળ, અભિષેક, આરતી,તથા સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોમાં ઉમટી પડેલા વિશાળ સંખ્‍યામાં ભક્‍તજનો

‘‘હરે રામા, હરે ક્રિશ્ના\'\': શિકાગોમાં આવેલા ઇસ્‍કોન મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવાઇ ગયેલી રામનવમીઃ ભજન, કિર્તન, ધૂન, મ્‍યુઝીક, ડાન્‍સ, થાળ, અભિષેક, આરતી,તથા સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોમાં ઉમટી પડેલા વિશાળ સંખ્‍યામાં ભક્‍તજનો

      

      

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ધ ઇન્‍ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્‍સીઅસનેસ (isckon      ) દ્વારા શિકાગોમાં આવેલા સ્‍કોકી ઇસ્‍કોન મંદિરમાં ધામધૂમ પૂર્વક શ્રી રામનવમી ઉત્‍સવ ઉજવાઇ ગયો.

            સાંજે ૫-૩૦ કલાકથી શરૂ થયેલા ઉત્‍સવ અંતર્ગત ભજન કિર્તનની રમઝટ, મ્‍યુઝીક તથા ડાન્‍સ સાથે ‘‘હરે રામા હરે ક્રિશ્ના''મધુર નાદ સાથે સતત રાત્રિના ૯-૩૦ કલાક સુધી સૌ ઉમંગભેર ગાઇ રહ્યા હતા

            મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્‍યુ હતું. સીતાજી, રામભગવાન તથા હનુમાનજી સાથેની વિશાળ છબી ગોઠવી તેમની સમક્ષી ફળોનો થાળ ધરવામાં આવ્‍યો હતો. અન્‍ય મૂર્તિ ઉપર દુધનો અભિષેક થઇ રહેલો જોવા મળતો હતો.

            ભગવાન વિષ્‍ણુના સાતમા અવતાર ગણાતા શ્રી રામનો પ્રાગટય દિવસ શિકાગોમાં આવેલા તમામ મંદિરોમાં ઉજવામાં આવ્‍યો હતો. ૯ દિવસ સુધી રામચરિત માનસના પાઠ કરાયા હતા.

            ભકતોએ ઉપવાસ કર્યા હતા. ભારતમાં પણ રામજન્‍મભૂમિ સહિતના વિવિધ સ્‍થળોએ રામનવમી ઉત્‍સવ ઉમંગભેર ઉજવાયો હતો.

            ઇસ્‍કોન મંદિરમાં ઉજવાયેલા ઉત્‍સવ અંતર્ગત આરતી તથા થાળ ધરાયા હતા. તેમજ ઉત્‍સવ પૂર્ણ થયો તમામ ભકતજનોએ સાથે મળી ડિનરનો આનંદ માણ્‍યો હતો.

            નેપરવિલે સ્‍થિત ઇસ્‍કોન મંદિરમાં ૨૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ રામ જન્‍મ ઉજવાયો હતો. તથા તમામ સ્‍થળો ઉપર આવેલા ઇસ્‍કોન મંદિરોમાં શ્રીરામ જન્‍મ ઉત્‍સવની ભાવભેર ઉજવણી કરાઇ હતી.

            ઉપરોક્‍ત દિવસ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો પણ પ્રાગટયોત્‍સવ હોવાથી તમામ સ્‍વામિનારાયણ મંદિરોમાં પણ શ્રીરામ જન્‍મ તથા શ્રી સ્‍વામિનારાયણ પ્રાગટયોત્‍સવની ભાવભેર ઉજવણી કરાઇ હતી.

      (એશિયા મીડીયા સર્વીસના સૌજન્‍યથી) 

 (12:12 am IST)
[social_media]
 
 
[all_news_right_side]